• IPLની 15મી મેચ RCB અને LSG વચ્ચે રમાશે
  • બેંગલુરુના ચિન્નાસ્વામી ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે મેચ
  • ગત મેચમાં બંને ટીમો ખેલાડીઓ વચ્ચે ઉગ્ર બોલચાલી

આજે IPL 2024માં 15મી મેચ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને લખનૌ સુપર જાયન્ટ્સ વચ્ચે સાંજે 7:30 વાગ્યે એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાશે. આ મેચમાં ફરી એકવાર RCBના દિગ્ગજ બેટ્સમેન વિરાટ કોહલી અને લખનૌના સ્ટાર બોલર નવીન ઉલ હક આમને સામને થવાના છે. IPL 2023માં જ્યારે આ બંને ટીમો છેલ્લે ટકરાયા હતા ત્યારે વિરાટ અને નવીન ઉલ હક વચ્ચે ઉગ્ર બોલચાલી જોવા મળી હતી. આ ચર્ચા એટલી વધી ગઈ હતી કે તે સમયે લખનૌના મેન્ટર ગૌતમ ગંભીરની પણ વિરાટ કોહલી સાથે ટક્કર થઈ હતી. જોકે, આ વખતે ગૌતમ ગંભીર LSG સાથે નથી.

વિરાટનું મેદાનમાં આક્રમક રૂપ

IPL 2024માં RCB અને LSG પહેલીવાર ટકરાશે. ગત વખતે લખનૌએ રોમાંચક મેચમાં RCBને હરાવ્યું હતું. હવે RCB પાછલી હારનો બદલો લેવા મેદાનમાં ઉતરશે. વાસ્તવમાં, મેચ દરમિયાન, મેદાનમાં વિરાટ કોહલી તરફથી ઘણી આક્રમકતા જોવા મળે છે, જે તેના ફેન્સને ખૂબ જ પસંદ આવે છે. જેના કારણે વિરાટની વિરોધી ટીમના ખેલાડીઓ સાથે ઘર્ષણ થાય છે.

IPL 2024માં બંને ટીમોનું પ્રદર્શન

IPL 2024માં RCBની શરૂઆત ખરાબ રહી છે. RCBને તેની પહેલી જ મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સ સામે હારનો સામનો કરવો પડ્યો છે. RCBએ ટૂર્નામેન્ટમાં અત્યાર સુધી 3 મેચ રમી છે જેમાંથી 2માં તેને હારનો સામનો કરવો પડ્યો છે. જ્યારે ટીમ એક મેચ જીતવામાં સફળ રહી છે.

IPL 2024માં વિરાટનું પ્રદર્શન

જો કે ટીમ માટે સારી વાત એ છે કે વિરાટ કોહલી ખૂબ જ સારા ફોર્મમાં જોવા મળી રહ્યો છે. વિરાટ કોહલીએ અત્યાર સુધી ટૂર્નામેન્ટની ત્રણ મેચમાં 2 ફિફ્ટી સાથે 181 રન બનાવ્યા છે. બીજી તરફ જો આપણે લખનઉ સુપર જાયન્ટ્સની વાત કરીએ તો આ ટીમે IPL 2024માં અત્યાર સુધી 2 મેચ રમી છે, જેમાંથી ટીમે એકમાં જીત અને એકમાં હારનો સામનો કરવો પડ્યો છે.

  • Follow us on: