• રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે મેચ
  • જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં મેચ
  • IPLમાં અત્યાર સુધી બંને ટીમો 30 વખત ટકરાઈ

રાજસ્થાન રોયલ્સે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને 6 વિકેટે હરાવ્યું છે. જોશ બટલરે સિક્સર ફટકારીને પોતાની સદી પૂરી કરી હતી. પ્રથમ બેટિંગ કરતા RCBએ 183 રન બનાવ્યા હતા. જવાબમાં રાજસ્થાને 19.1 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને મેચ જીતી લીધી હતી. રાજસ્થાન તરફથી બટલર અને સેમસને જોરદાર પ્રદર્શન કર્યું હતું. બટલરે 58 બોલનો સામનો કર્યો અને અણનમ 100 રન બનાવ્યા. તેણે 9 ચોગ્ગા અને 4 છગ્ગા ફટકાર્યા હતા. સેમસને 69 રનની ઇનિંગ રમી હતી. આ દરમિયાન આરસીબી તરફથી બોલિંગ કરતી વખતે રીસ ટોપલેએ 2 વિકેટ ઝડપી હતી. યશ દયાલ અને મોહમ્મદ સિરાજને એક-એક વિકેટ મળી હતી.

રાજસ્થાનની ઇનિંગ

રાજસ્થાન રોયલ્સે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને 6 વિકેટે હરાવ્યું છે. જોસ બટલરે સિક્સર ફટકારીને પોતાની સદી પૂરી કરી હતી.

19 ઓવર સમાપ્ત: રાજસ્થાન રોયલ્સને છેલ્લી ઓવરમાં જીતવા માટે માત્ર 1 રનની જરૂર છે. બટલર 94 રન બનાવીને રમી રહ્યો છે. હેટમાયર 11 રન બનાવીને રમી રહ્યો છે.

18 ઓવર સમાપ્ત: રાજસ્થાન રોયલ્સને જીતવા માટે 12 બોલમાં 9 રનની જરૂર છે. 18 ઓવર બાદ તેણે 4 વિકેટ ગુમાવીને 175 રન બનાવી લીધા છે. જોસ બટલર 92 રન બનાવીને રમી રહ્યો છે. તેણે 9 ચોગ્ગા અને 3 છગ્ગા ફટકાર્યા છે. હેટમાયર 6 રન બનાવીને રમી રહ્યો છે.

17 ઓવર સમાપ્ત: રાજસ્થાને 17 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 170 રન બનાવ્યા છે. હવે તેને 18 બોલમાં 14 રનની જરૂર છે. બટલર 88 રન બનાવીને રમી રહ્યો છે. શિમરોન હેટમાયર 5 રન બનાવીને રમી રહ્યો છે.

જુરેલ આઉટ: રાજસ્થાનના હાથમાંથી મેચ સરકતી દેખાઇ રહી છે. સેમસન અને રિયાન પરાગ બાદ તેણે ધ્રુવ જુરેલની વિકેટ પણ ગુમાવી છે. જુરેલ 3 બોલમાં 2 રન બનાવીને રીસ ટોપલીનો શિકાર બન્યો હતો. ટોપલીની આ મેચની બીજી વિકેટ છે. જોકે, ઓપનર જોસ બટલર બીજા છેડે યથાવત છે. બટલર 48 બોલમાં 87 રન બનાવીને રમી રહ્યો છે. તેની સાથે નવા બેટ્સમેન તરીકે શિમરન હેટમાયર મેદાનમાં ઉતર્યો છે.

16 ઓવર સમાપ્ત: રાજસ્થાન રોયલ્સ જીત તરફ આગળ વધી રહી છે. હવે તેને 24 બોલમાં 24 રનની જરૂર છે. ટીમે 16 ઓવર બાદ 3 વિકેટ ગુમાવીને 160 રન બનાવ્યા છે. જોસ બટલર 47 બોલમાં 84 રન બનાવીને રમી રહ્યો છે. ધ્રુવ જુરેલ 1 રન બનાવીને રમી રહ્યો છે. RCB તરફથી બોલિંગ કરતી વખતે યશ દયાલે 4 ઓવરમાં 37 રન આપીને 1 વિકેટ લીધી હતી.

પરાગ આઉટ: આરસીબીએ મેચમાં પુનરાગમન કર્યું અને 7 રનની અંદર રાજસ્થાનની બે વિકેટ ઝડપી. મોહમ્મદ સિરાજે પહેલા સંજુ સેમસનને આઉટ કર્યો હતો જ્યારે નવા બેટ્સમેન તરીકે આવેલા રિયાન પરાગે યશ દયાલના બોલ પર કોહલીને આસાન કેચ આપ્યો હતો. રિયાન પરાગ 4 બોલમાં 4 રન બનાવીને આઉટ થયો હતો. ઓપનર જોસ બટલર જોકે 46 બોલમાં 8 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી 80 રન બનાવ્યા બાદ ક્રીઝ પર છે. રાજસ્થાને 15.4 ઓવરમાં 155 રન બનાવ્યા છે.

15 ઓવર સમાપ્ત: રાજસ્થાનની ઈનિંગમાં 15 ઓવર પુરી થઈ ગઈ છે. ટીમે 15 ઓવર બાદ 152 રન બનાવ્યા હતા. હવે જીતવા માટે 30 બોલમાં 32 રનની જરૂર છે. જોસ બટલર 77 રન બનાવીને રમી રહ્યો છે. 44 બોલનો સામનો કરીને તેણે 8 ચોગ્ગા અને 3 છગ્ગા ફટકાર્યા હતા. રિયાન પરાગ 4 રન બનાવીને રમી રહ્યો છે.

સેમસન આઉટ: મોહમ્મદ સિરાજે રાજસ્થાનના કેપ્ટન સંજુ સેમસનને આઉટ કરીને RCBને બીજી સફળતા અપાવી. સેમસન 42 બોલમાં 69 રન બનાવીને આઉટ થયો હતો. આ સાથે તેની બટલર સાથે બીજી વિકેટ માટે 148 રનની ભાગીદારી તૂટી હતી. હાલમાં બટલર 44 બોલમાં 77 રન બનાવીને ક્રિઝ પર છે. તેની સાથે નવા બેટ્સમેન તરીકે રિયાન પરાગ પણ આવ્યો છે.

14 ઓવર સમાપ્ત: રાજસ્થાને 14 ઓવરમાં 145 રન બનાવી લીધા છે. સંજુ સેમસન 68 અને જોશ બટલર 75 રન બનાવીને રમી રહ્યા છે. રાજસ્થાનને જીતવા માટે 36 બોલમાં 39 રનની જરૂર છે. 

12 ઓવર સમાપ્ત: રાજસ્થાન રોયલ્સને હવે જીતવા માટે 48 બોલમાં 60 રનની જરૂર છે. ટીમે 12 ઓવર બાદ 1 વિકેટ ગુમાવીને 124 રન બનાવી લીધા છે. બટલર 33 બોલમાં 58 રન બનાવીને રમી રહ્યો છે. સેમસન 37 બોલમાં 65 રન બનાવીને રમી રહ્યો છે. આ બંને વચ્ચે 124 રનની ભાગીદારી થઈ હતી.

IPLમાં RR માટે બે કે તેથી વધુ સદીની ભાગીદારી (કોઈપણ વિકેટ)

  • 3 - જોસ બટલર અને સંજુ સેમસન
  • 2 - ગ્રીમ સ્મિથ અને સ્વપ્નિલ અસનોડકર

સેમસનની સદી: બટલર બાદ સંજુ સેમસને પણ અડધી સદી ફટકારી હતી. તે 34 બોલમાં 58 રન બનાવીને રમી રહ્યો છે. સેમસને આ ઈનિંગ દરમિયાન 7 ફોર અને 2 સિક્સર ફટકારી છે. રાજસ્થાને 11 ઓવરમાં 109 રન બનાવ્યા છે.

બટલરની ફિફ્ટી: જોશ બટલરે શાનદાર ફિફ્ટી ફટકારી છે. બટલરે 30 બોલમાં 7 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી પોતાની ફિફ્ટી પુરી કરી હતી. સંજુ સેમસન 44 રન પર રમી રહ્યો છે. આ સાથે 10 ઓવર બાદ રાજસ્થાનનો સ્કોર 95 રને પહોંચી ગયો છે. 

9 ઓવર સમાપ્ત: જોસ બટલરે પોતાની અડધી સદી નજીક પહોંચ્યો છે. તે 28 બોલમાં 48 રન બનાવીને રમી રહ્યો હતો. સંજુ સેમસન 24 બોલમાં 35 રન બનાવીને રમી રહ્યો છે. રાજસ્થાને 9 ઓવરમાં 1 વિકેટ ગુમાવીને 84 રન બનાવ્યા છે. ટીમને હવે જીતવા માટે 100 રનની જરૂર છે.

8 ઓવર સમાપ્ત: રાજસ્થાન રોયલ્સે 8 ઓવરમાં 77 રન બનાવી લીધા છે, વિરાટ કોહલીએ કેપ્ટન સંજુ સેમસનનો કેચ છોડ્યો હતો. સેમસન 21 બોલમાં 5 ફોરની મદદથી 33 રન તથા જોશ બટલર 25 બોલમાં 6 ફોર અને 1 સિક્સ ફટકારી 43 રન બનાવીને રમી રહ્યો છે. 

6 ઓવર સમાપ્ત: પાવર પ્લેની અંતિમ ઓવરમાં જોસ બટલર આક્રમક અંદાજમાં જોવા મળ્યો હતો. મંયક ડાંગરની ઓવરમાં બટલરે 20 રન ફટકાર્યા હતા. જેમાં 3 ફોર અને 1 સિકસ સામેલ છે. રાજસ્થાનનો સ્કોર 6 ઓવર બાદ 1 વિકેટના નુકસાને 54 રન છે. જોસ બટલર 22 બોલમાં 39 અને કપ્તાન સંજુ સેમસન 12 બોલમાં 15 રન બનાવીને બેટિંગ કરી રહ્યા છે.

5 ઓવર સમાપ્ત: RCBના બોલરોએ રાજસ્થાનના બેટ્સમેનોને કઠિન બાંધી રાખ્યા છે. રાજસ્થાને પાંચમી ઓવરમાં 9 રન બનાવ્યા હતા. રાજસ્થાને 5 ઓવર પછી 1 વિકેટ ગુમાવીને 34 રન બનાવી લીધા છે. જોસ બટલર 19 અને સેમસન 15 રન સાથે રમી રહ્યા છે.

4 ઓવર સમાપ્ત: રાજસ્થાન રોયલ્સે 4 ઓવરમાં 1 વિકેટ ગુમાવીને 25 રન બનાવ્યા હતા. સંજુ સેમસન 12 બોલમાં 15 રન બનાવીને રમી રહ્યો છે. તેણે 3 ચોગ્ગા ફટકાર્યા છે. જોસ બટલર 10 બોલમાં 10 રન બનાવીને રમી રહ્યો છે. સિરાજે 1 ઓવરમાં 9 રન આપ્યા છે.

3 ઓવર સમાપ્ત: રાજસ્થાન રોયલ્સે 3 ઓવર પછી 1 વિકેટ ગુમાવીને 16 રન બનાવી લીધા છે. સંજુ સેમસન 14 રન બનાવીને રમી રહ્યો છે. જોસ બટલર 2 રન બનાવીને રમી રહ્યો છે. આરસીબી માટે ટોપલીએ ત્રીજી ઓવર ફેંકી. આ ઓવરમાં તેણે 7 રન આપ્યા હતા.

2 ઓવર સમાપ્ત: રાજસ્થાન રોયલ્સે બીજી ઓવરમાં 8 રન બનાવ્યા હતા. સંજુ સેમસને યશ દયાલની ઓવરના છેલ્લા બોલ પર ચોગ્ગો ફટકાર્યો હતો. તે 9 બોલમાં 9 રન બનાવીને રમી રહ્યો છે. બટલર હજુ ખાતું ખોલાવી શક્યો નથી. રાજસ્થાને 2 ઓવર પછી 1 વિકેટ ગુમાવીને 9 રન બનાવ્યા હતા.

જયસ્વાલ આઉટ: રાજસ્થાન રોયલ્સને પહેલો ઝટકો લાગ્યો હતો. યશસ્વી જયસ્વાલ શૂન્ય રને આઉટ થયો હતો. રીસ ટોપલીએ તેને પેવેલિયનનો રસ્તો બતાવ્યો. રાજસ્થાનની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી. હવે સંજુ સેમસન બેટિંગ કરવા આવ્યો છે.

રાજસ્થાન રોયલ્સનો દાવ શરૂ થઈ ગયો છે. યશસ્વી જયસ્વાલ અને જોસ બટલર ઓપનિંગ કરવા પહોંચ્યા છે. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે રીસ ટોપલીને પ્રથમ ઓવર સોંપી છે. આ મેચ ખૂબ જ રસપ્રદ બનવા જઈ રહી છે. રાજસ્થાનની ટીમ હોમ ગ્રાઉન્ડ પર રમી રહી છે.

બેંગલુરૂની ઇનિંગ 

વિરાટ કોહલીની અણનમ 113 રનની ઇનિંગના આધારે RCBએ રાજસ્થાન રોયલ્સ માટે 184 રનનો ટાર્ગેટ આપ્યો છે. રાજસ્થાનના કેપ્ટન સંજુ સેમસને ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. કોહલી અને ફાફ ડુપ્લેસિસે શાનદાર સદીની ભાગીદારી કરીને સેમસનના નિર્ણયને ખોટો સાબિત કર્યો હતો. આ બંને બેટ્સમેનોની શાનદાર ઇનિંગની મદદથી RCBએ 20 ઓવરમાં 3 વિકેટે 183 રન બનાવ્યા હતા. કોહલીએ આ ઈનિંગ દરમિયાન 12 ફોર અને 4 સિક્સર ફટકારી હતી. તેણે ફાફ ડુ પ્લેસિસ સાથે સદીની ભાગીદારી પણ કરી હતી. કોહલીએ આ ઈનિંગ દરમિયાન 12 ફોર અને 4 સિક્સર ફટકારી હતી. ડુપ્લેસિસે 33 બોલનો સામનો કર્યો અને 44 રન બનાવ્યા. તેણે 2 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા હતા. રાજસ્થાન માટે સ્પિનર ​​યુઝવેન્દ્ર ચહલે ચાર ઓવરમાં 34 રન આપીને બે વિકેટ લીધી હતી.

પુરુષોની T20 ક્રિકેટમાં ટીમ માટે સૌથી વધુ વ્યક્તિગત સદી

  • 18 - RCB
  • 17 - ભારત
  • 14 - PBKS
  • 14 - RR
  • 13 - સમરસેટ

કોહલીની સદી: RCBના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીએ રાજસ્થાન રોયલ્સ સામે સદી ફટકારી છે. આ IPL સિઝનની આ પ્રથમ સદી છે. કોહલીએ IPLની આઠમી સદી 67 બોલમાં પૂરી કરી હતી. કોહલીએ અત્યાર સુધી પોતાની ઇનિંગમાં નવ ચોગ્ગા અને ચાર છગ્ગા ફટકાર્યા છે. 19 ઓવર બાદ આરસીબીનો સ્કોર 169/3 રન છે.


18 ઓવર સમાપ્ત: વિરાટ કોહલી સદીની નજીક છે. તેણે 64 બોલમાં 98 રન બનાવ્યા છે. કોહલીએ 9 ચોગ્ગા અને 4 છગ્ગા ફટકાર્યા છે. આરસીબીએ 18 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને 165 રન બનાવ્યા છે. ગ્રીન 3 રન બનાવીને રમી રહ્યો છે.

સૌરવ આઉટ: રાજસ્થાનના સ્પિનર ​​યુઝેન્દ્ર ચહલે પોતાની ડેબ્યૂ મેચ રમી રહેલા સૌરવ ચૌહાણને આઉટ કરીને ટીમને ત્રીજી સફળતા અપાવી હતી. ચહલની આ મેચમાં આ બીજી વિકેટ છે. વિરાટ કોહલી તેની સદીની નજીક પહોંચી ગયો છે.

17 ઓવર સમાપ્ત: વિરાટ કોહલીએ આરસીબી માટે જોરદાર બેટિંગ કરી છે. કોહલી શતકની નજીક પહોંચ્યો છે. કોહલી 61 બોલમાં 90 રન બનાવીને રમી રહ્યો છે. સૌરવ 5 બોલમાં 9 રન બનાવીને રમી રહ્યો છે. 17 ઓવર બાદ બેંગલુરૂનો સ્કોર 154/2 છે.

મેક્સવેલ આઉટ: RCBના તોફાની બેટ્સમેન મેક્સવેલનો બલ્લો ઘણા સમયથી શાંત છે. આ મેચમાં પણ મેક્સવેલનો ફ્લોપ શો જારી રહ્યો હતો. મેક્સવેલને 1 રન પર નાન્દ્રે બર્ગરે બોલ્ડ કર્યો હતો. હવે કોહલીને સાથ આપવા માટે સૌરવ ચૌહાણ ક્રિઝ પર આવ્યો છે. ટીમે 15 બોલમાં 2 વિકેટ ગુમાવીને 129 રન બનાવ્યા હતા. વિરાટ કોહલી 53 બોલમાં 73 રન બનાવીને રમી રહ્યો છે. તેણે 6 ફોર અને 3 સિક્સર ફટકારી છે.

ડુપ્લેસિસ આઉટ: RCB કેપ્ટન ફાફ ડુપ્લેસીસ રાજસ્થાન રોયલ્સ સામે અડધી સદી ચૂકી ગયો છે. રાજસ્થાનના સ્પિનર ​​યુઝવેન્દ્ર ચહલે ટીમને પ્રથમ સફળતા અપાવી હતી. ડુપ્લેસિસ 33 બોલમાં 44 રન બનાવીને આઉટ થયો હતો. આ સાથે કોહલી અને ડુપ્લેસિસ વચ્ચે પ્રથમ વિકેટ માટે 125 રનની ભાગીદારી તૂટી હતી. આઈપીએલમાં આરસીબી માટે આ 47મી સદીની ભાગીદારી હતી જેનો ચહલે અંત કર્યો હતો. આરસીબીએ 14 ઓવરમાં 1 વિકેટ ગુમાવીને 125 રન બનાવ્યા હતા.

13 ઓવર સમાપ્ત: RCBએ 13 ઓવર બાદ 115 રન બનાવ્યા છે. રાજસ્થાનના બોલરો વિકેટની શોધમાં છે. કેપ્ટન સંજુ સેમસન બેંગલુરૂની ઓપનિંગ જોડીને તોડવાની કોશિશ કરી રહ્યા છે. વિરાટ કોહલી 47 બોલમાં 5 ફોર અને 3 સિક્સ ફટકારી 65 રન પર રમી રહ્યો છે. જ્યારે ફાફ ડુ પ્લેસિસ 31 બોલમાં 2 ફોર અને 2 સિક્સ ફટકારી 42 રન બનાવી રમી રહ્યો છે. કોહલી અને ડુપ્લેસીસ વચ્ચે સદીની ભાગીદારી રહી છે. આ બંને વચ્ચે IPLની 5મી સદીની ભાગીદારી છે.

IPLમાં સૌથી વધુ 100થી વધુની ભાગીદારીમાં સામેલ બેટ્સમેન (કોઈપણ વિકેટ)

  • 28 - વિરાટ કોહલી
  • 26 - ડેવિડ વોર્નર
  • 21 - શિખર ધવન
  • 20 - ક્રિસ ગેલ
  • 19 - ફાફ ડુ પ્લેસિસ
  • 17 - એબી ડી વિલિયર્સ

12 ઓવર સમાપ્ત: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનો સ્કોર 100 રનને પાર કરી ગયો છે. રાજસ્થાનનો કોઈ બોલર કોહલી અને ડુપ્લેસીસને રોકી શક્યો નથી. અરીસીબે 12 ઓવર પછી કોઈ નુકશાન વિના 107 રન બનાવ્યા હતા. ડુપ્લેસિસ 29 બોલમાં 40 રન બનાવીને રમી રહ્યો છે. કોહલીએ 43 બોલમાં 59 રન બનાવ્યા છે. રાજસ્થાન તરફથી બોલિંગ કરતી વખતે રિયાન પરાગે 1 ઓવરમાં 10 રન આપ્યા હતા. આવેશે 2 ઓવરમાં 17 રન આપ્યા છે.

IPLમાં સૌથી વધુ 100થી વધુની ભાગીદારી (કોઈપણ વિકેટ)

  • 10 - વિરાટ કોહલી અને એબી ડી વિલિયર્સ
  • 9 - વિરાટ કોહલી અને ક્રિસ ગેલ
  • 6 - ડેવિડ વોર્નર અને શિખર ધવન
  • 6 - વિરાટ કોહલી અને ફાફ ડુ પ્લેસિસ

કોહલીની ફિફ્ટી: વિરાટ કોહલીએ રાજસ્થાન સામે તેનું શાનદાર ફોર્મ બતાવ્યું અને IPLની વર્તમાન સિઝનની તેની ત્રીજી અડધી સદી ફટકારી. જયપુરમાં IPLની છેલ્લી નવ મેચોમાં કોહલીની આ પ્રથમ ફિફ્ટી છે. કોહલીએ કેપ્ટન ફાફ ડુપ્લેસીસ સાથે મળીને ટીમને ઝડપી શરૂઆત અપાવી છે. 11 ઓવરના અંતે RCBએ કોઈ પણ નુકશાન વિના 98 રન બનાવી લીધા છે. હાલમાં કોહલી 40 બોલમાં 53 રન અને ડુપ્લેસીસ 26 બોલમાં 37 રન સાથે ક્રિઝ પર છે.

10 ઓવર સમાપ્ત: આરસીબીની ઇનિંગની 10 ઓવર પુરી થઈ ગઈ છે અને એક પણ વિકેટ પડી નથી. ટીમે 88 રન બનાવ્યા છે. ડુપ્લેસિસ 23 બોલમાં 35 રન બનાવીને રમી રહ્યો છે. કોહલીએ 37 બોલમાં 45 રન બનાવ્યા છે. તે પોતાની અડધી સદીની નજીક પહોંચી ગયો છે.

9 ઓવર સમાપ્ત: હવે કોહલીની સાથે ફાફ ડુ પ્લેસિસ પણ સારી બેટિંગ કરી રહ્યો છે. તેણે બોલ્ટની ઓવરમાં બે સિક્સર ફટકારી હતી. આરસીબીએ 9મી ઓવરમાં 16 રન બનાવ્યા હતા. આરસીબીએ 80 રન બનાવ્યા છે. ફાફ ડુ પ્લેસિસ 34 રન બનાવીને રમી રહ્યો છે. વિરાટ કોહલી 32 બોલમાં 38 રન બનાવીને રમી રહ્યો છે.

8 ઓવર સમાપ્ત: રાજસ્થાન રોયલ્સના બોલરો વિકેટની શોધમાં છે. સંજુ સેમસને 8મી ઓવર યુઝવેન્દ્ર ચહલે આપી હતી. તેણે આ ઓવરમાં સારી બોલિંગ કરી હતી. પરંતુ તેને કોઈ વિકેટ મળી ન હતી. ચહલે આ ઓવરમાં 4 રન આપ્યા હતા. આરસીબીએ 8 ઓવર પછી કોઈ પણ નુકશાન વિના 64 રન બનાવ્યા હતા. વિરાટ કોહલી 37 રને અને ફાફ ડુ પ્લેસિસ 19 રને રમી રહ્યા છે.

7 ઓવર સમાપ્ત : વિરાટ કોહલી અને ફાફ ડુ પ્લેસિસ વચ્ચે મજબૂત ભાગીદારી બની છે. બંનેએ 42 બોલનો સામનો કરીને 60 રન બનાવ્યા છે. કોહલી 28 બોલમાં 35 રન બનાવીને રમી રહ્યો છે. ડુપ્લેસીસ 14 બોલમાં 17 રન બનાવીને રમી રહ્યો છે. કોહલીએ 4 ફોર અને 1 સિક્સ ફટકારી છે.

IPL 2024માં પાવરપ્લેમાં સૌથી વધુ રન

  • 121 - વિરાટ કોહલી (SR: 140.69)
  • 105 - ડેવિડ વોર્નર (SR: 161.53)
  • 101 - ટ્રેવિસ હેડ (SR: 210.41)
  • 101 - સુનીલ નારાયણ (SR: 224.44)
  • 91 - અભિષેક શર્મા (SR: 245.94)
  • 91 - રચિન રવિન્દ્ર (SR: 168.51)

પાવર પ્લે સમાપ્ત: વિરાટ કોહલી અને કેપ્ટન ફાફ ડુપ્લેસિસે રાજસ્થાન રોયલ્સ સામે RCBને ઝડપી શરૂઆત અપાવી હતી. બંને બેટ્સમેનોએ પ્રથમ વિકેટ માટે પાવરપ્લેના અંત સુધીમાં અડધી સદીની ભાગીદારી પૂરી કરી હતી. 6 ઓવરના અંતે RCBએ એકપણ વિકેટ ગુમાવ્યા વિના 53 રન બનાવી લીધા છે. હાલમાં વિરાટ કોહલી 25 બોલમાં 4 ચોગ્ગા અને 1 સિક્સ ફટકારી 32 રન બનાવી રમી રહ્યો છે. આ સાથે ફાફ ડુ પ્લેસિસ 11 બોલમાં 2 ચોગ્ગા સાથે 14 રન બનાવીને રમી રહ્યો છે. આ સિઝનમાં આ પ્રથમ વખત છે જ્યારે પાવરપ્લે દરમિયાન RCBએ કોઈ વિકેટ ગુમાવી નથી. આ સાથે જ વિરાટ કોહલી આ સિઝનમાં પાવરપ્લેમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બની ગયો છે. કોહલીએ આ સમયગાળા દરમિયાન અત્યાર સુધીમાં 121 રન બનાવ્યા છે.

5 ઓવર સમાપ્ત: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે 5 ઓવરમાં કોઈપણ નુકશાન વિના 45 રન બનાવ્યા હતા. કોહલી 21 બોલમાં 26 રન બનાવીને રમી રહ્યો છે. ડુ પ્લેસિસ 9 બોલમાં 12 રન બનાવીને રમી રહ્યો છે. રાજસ્થાનના બોલરો હજુ સુધી આ જોડીને તોડી શક્યા નથી.

4 ઓવર સમાપ્ત: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે 4 ઓવર બાદ કોઈપણ નુકશાન વિના 42 રન બનાવ્યા હતા. ટીમે છેલ્લી ઓવરમાં 13 રન બનાવ્યા હતા. કોહલી જોરદાર બેટિંગ કરી રહ્યો છે. તેણે 16 બોલમાં 24 રન બનાવ્યા છે. ડુપ્લેસિસ 8 બોલમાં 11 રન બનાવીને રમી રહ્યો છે.

3 ઓવર સમાપ્ત: 3 ઓવર સમાપ્ત થઇ રહી છે. વિરાટ કોહલી અને ફાફ ડુ પ્લેસિસે બેંગલુરૂને શાનદાર શરૂઆત અપાવી છે. કોહલી 12 બોલમાં 16 રન તથા ડુ પ્લેસિસ 6 બોલમાં 6 રન બનાવીને રમી રહ્યો છે. 3 ઓવર બાદ બેંગલુરૂનો સ્કોર 29 રન થયો છે. રાજસ્થાન તરફથી બોલિંગ કરતી વખતે ટ્રેન્ટ બોલ્ડે 2 ઓવરમાં 15 રન આપ્યા હતા.

2 ઓવર સમાપ્ત: વિરાટ કોહલીએ રાજસ્થાન તરફથી બીજી ઓવર નાખવા આવેલા નાન્દ્રે બર્ગરને 2 ચોગ્ગા માર્યા હતા. આ સાથે તેની ઓવરમાંથી કુલ 13 રન આવ્યા હતા. 2 ઓવર બાદ બેંગલુરૂનો સ્કોર 21 રન થયો છે.

1 ઓવર સમાપ્ત: RCBએ પ્રથમ ઓવરમાં 8 રન બનાવ્યા હતા. ડુ પ્લેસિસે ઓવરના છેલ્લા બોલ પર ચોગ્ગો ફટકાર્યો હતો. તે 4 બોલમાં 5 રન બનાવીને રમી રહ્યો છે. કોહલી 2 રન બનાવીને રમી રહ્યો છે. રાજસ્થાને નાન્દ્રે બર્ગરને બીજી ઓવર સોંપી છે.

બેંગલુરૂની ઇનિંગ શરૂ થઇ ગઇ છે. વિરાટ કોહલી અને ફાફ ડુ પ્લેસિસ ઓપનિંગ કરવા ક્રિઝ પર આવી ગયા છે. રાજસ્થાને પ્રથમ ઓવર માટે ટ્રેન્ટ બોલ્ટના હાથમાં બોલ પકડાવ્યો છે.

હેડ ટુ હેડ રેકોર્ડ

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને રાજસ્થાન રોયલ્સ વચ્ચેના હેડ ટુ હેડ આંકડા પર નજર કરીએ તો બંને ટીમો વચ્ચે કાંટાની ટક્કર છે. IPLમાં અત્યાર સુધી બંને ટીમો 30 વખત ટકરાયા છે. આ દરમિયાન, RCBએ 15 મેચ જીતી છે, જ્યારે RRએ 12 મેચ જીતી છે. 3 મેચ પણ અનિર્ણિત રહી છે. આવી સ્થિતિમાં જો બેંગલુરુએ આ સિઝનમાં પોતાનું પ્રદર્શન સુધારવું હશે તો રાજસ્થાને તેને ઘરઆંગણે કોઈપણ ભોગે હરાવવું પડશે.

પિચ રિપોર્ટ

સવાઈ માન સિંહ સ્ટેડિયમની પિચ બેટ્સમેનોને મદદ કરે છે. જો કે, અહીંની બાઉન્ડ્રી ઘણી લાંબી છે. જયપુર પિચ નવા બોલ સાથે શરૂઆતમાં વધારાનો ઉછાળ અને સીમ મૂવમેન્ટ જોવા મળે છે. જોકે, જેમ જેમ રમત આગળ વધશે તેમ બેટ્સમેનોને મદદ મળવા લાગશે. બોલ બેટ પર સારી રીતે આવશે, જ્યારે ફાસ્ટ બોલરો આ સ્થિતિમાં સફળ થવા માટે વિવિધતા પર આધાર રાખશે. સ્પિનરોને અહીં થોડો ટર્ન મળે છે, જે બેટ્સમેનોને પરેશાન કરી શકે છે. ટાર્ગેટનો પીછો કરતા ટીમો જયપુરમાં વધુ સફળ રહી છે. આ મેદાન પર ટોસ જીતનારી ટીમ પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કરી શકે છે.

બંને ટીમોની પ્લેઈંગ-11

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર: વિરાટ કોહલી, ફાફ ડુ પ્લેસિસ (c), રજત પાટીદાર, ગ્લેન મેક્સવેલ, કેમેરોન ગ્રીન, દિનેશ કાર્તિક (wk), સૌરવ ચૌહાણ, રીસ ટોપલી, મયંક ડાગર, મોહમ્મદ સિરાજ, યશ દયાલ

ઈમ્પેક્ટ પ્લેયરઃ સુયશ પ્રભુદેસાઈ, મહિપાલ લોમરોર, હિમાંશુ શર્મા, વિજયકુમાર વયસ્ક, સ્વપ્નિલ સિંહ

રાજસ્થાન રોયલ્સ: યશસ્વી જયસ્વાલ, જોસ બટલર, સંજુ સેમસન(w/c), રિયાન પરાગ, ધ્રુવ જુરેલ, શિમરોન હેટમાયર, રવિચંદ્રન અશ્વિન, ટ્રેન્ટ બોલ્ટ, આવેશ ખાન, નાન્દ્રે બર્ગર, યુઝવેન્દ્ર ચહલ

ઇમ્પેક્ટ પ્લેયર: રોવમેન પોવેલ, તનુષ કોટિયન, કુલદીપ સેન, શુભમ દુબે, આબિદ મુશ્તાક

  • Follow us on: