• આજે RCB અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે મેચ
  • બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાશે મેચ
  • IPLમાં બંને ટીમો 22 વખત આમને-સામને ટકરાઈ

કેપ્ટન ફાફ ડુપ્લેસીસ અને દિનેશ કાર્તિકની શાનદાર ઇનિંગ્સ છતાં RCB ટીમ સનરાઇઝર્સ હૈદરાબાદ સામે વિજય નોંધાવી શકી નથી. પ્રથમ બેટિંગ કરતા હૈદરાબાદે ટ્રેવિસ હેડની સદી અને હેનરિક ક્લાસેનની ફિફ્ટીની મદદથી 20 ઓવરમાં ત્રણ વિકેટે 287 રન બનાવ્યા હતા. આઈપીએલના ઈતિહાસનો આ સૌથી મોટો સ્કોર હતો. જવાબમાં RCBએ પણ શાનદાર બેટિંગ કરી હતી, પરંતુ લક્ષ્ય એટલું મોટું હતું કે ટીમ 25 રનથી પાછળ રહી ગઈ હતી. આરસીબી 20 ઓવરમાં સાત વિકેટે 262 રન જ બનાવી શકી હતી. બંને ટીમો વચ્ચેની આ મેચમાં કુલ 549 રન થયા હતા. સનરાઇઝર્સ હૈદરાબાદ તરફથી કેપ્ટન પેટ કમિન્સે 43 રનમાં ત્રણ વિકેટ ઝડપી હતી.

કાર્તિકે 35 બોલમાં 83 રનની સાહસિક ઇનિંગ રમીને આરસીબીને અણધારી જીત અપાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તે સફળ થયો નહોતો. આ સીઝન આરસીબી માટે સારી રહી નથી અને ટીમ સાતમાંથી માત્ર એક મેચ જીતવામાં સફળ રહી છે. RCBની આ સતત પાંચમી હાર છે અને તે પોઈન્ટ ટેબલમાં સૌથી નીચેના 10મા સ્થાને છે. આ સાથે જ આ શાનદાર જીત સાથે હૈદરાબાદની ટીમ આઠ પોઈન્ટ સાથે ચોથા સ્થાને છે. હૈદરાબાદે આ સિઝનમાં અત્યાર સુધીમાં છમાંથી ચાર મેચ જીતી છે, જ્યારે બેમાં હારનો સામનો કરવો પડ્યો છે.

RCBની ઈનિંગ

દિનેશ કાર્તિક આઉટ: ટી. નટરાજને દિનેશ કાર્તિકની વિકેટ મેળવીને હૈદરાબાદને સાતમી સફળતા અપાવી છે. શાનદાર બેટિંગ કરનાર કાર્તિક 35 બોલમાં પાંચ ચોગ્ગા અને સાત છગ્ગાની મદદથી 83 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. આરસીબીને હવે જીતવા માટે 6 બોલમાં 44 રન બનાવવાના છે અને અનુજ રાવત સાથે વિજયકુમાર વ્યષક ક્રિઝ પર છે.

18 ઓવર સમાપ્ત: 18 ઓવર પછી બેંગલુરુનો સ્કોર 6 વિકેટે 230 રન છે. દિનેશ કાર્તિક 30 બોલમાં 69 રન બનાવીને રમતમાં છે. તેણે 4 ફોર અને 6 સિક્સર ફટકારી છે. હવે બેંગલુરુને 18 બોલમાં જીતવા માટે 58 રન બનાવવા છે. અનુજ રાવત 9 બોલમાં આઠ રન બનાવીને રમતમાં છે.

17 ઓવર સમાપ્ત: દિનેશ કાર્તિકે પેટ કમિન્સ પર બે સિક્સર ફટકારી હતી. બેંગલુરુનો સ્કોર 17 ઓવરમાં 6 વિકેટે 216 રન છે. કાર્તિક 27 બોલમાં 61 રન બનાવી રહ્યો છે. તેણે 4 ફોર અને 5 સિક્સર ફટકારી છે. જ્યારે અનુજ રાવત છ બોલમાં છ રન બનાવીને રમતમાં છે. હવે બેંગલુરુને 18 બોલમાં જીતવા માટે 72 રન બનાવવા પડશે, 

દિનેશ કાર્તિકની ફિફ્ટી: વિકેટકીપર બેટ્સમેન દિનેશ કાર્તિકે આરસીબીની ઇનિંગની જવાબદારી સંભાળી અને શાનદાર બેટિંગ કરી અને 23 બોલમાં પોતાની ફિફ્ટી પૂરી કરી હતી. આ સાથે RCBએ 16.3 ઓવરમાં છ વિકેટે 207 રન બનાવ્યા છે. કાર્તિક હાલમાં 26 બોલમાં 55 રન બનાવીને રમી રહ્યો છે અને અનુજ રાવત તેની સાથે ક્રીઝ પર હાજર છે.

15 ઓવર સમાપ્ત: 15 ઓવર પછી બેંગલુરુનો સ્કોર 6 વિકેટે 187 રન છે. હવે તેમને જીતવા માટે 30 બોલમાં 101 રન બનાવવા પડશે જે લગભગ અશક્ય લાગે છે. કાર્તિક 17 બોલમાં 36 રન બનાવી રહ્યો છે. તેણે 4 ફોર અને 2 સિક્સર ફટકારી છે. તેની સાથે અનુજ રાવત ચાર બોલમાં પાંચ રન બનાવીને ક્રિઝ પર છે.

લોમરોર આઉટ: હૈદરાબાદના કેપ્ટન પેટ કમિન્સે શાનદાર બોલિંગ કરીને મહિપાલ લોમરરને આઉટ કર્યો હતો. લોમરોર અને દિનેશ કાર્તિક આરસીબીની બાજી સંભાળી રહ્યા હતા, પરંતુ કમિન્સે લોમરરને આઉટ કરીને પાર્ટનરશિપ તોડી હતી. લોમરોર 11 બોલમાં 19 રન બનાવીને આઉટ થયો હતો. આ મેચમાં કમિન્સની આ ત્રીજી વિકેટ છે.

14 ઓવર સમાપ્ત: જયદેવ ઉનડકટે 14મી ઓવર નાખી. આ ઓવરમાં કુલ 21 રન આવ્યા હતા. આ ઓવરમાં દિનેશ કાર્તિકે ત્રણ ચોગ્ગા અને એક છગ્ગો ફટકાર્યો હતો. 14 ઓવર પછી બેંગલુરુનો સ્કોર 5 વિકેટે 181 રન છે. કાર્તિક 16 બોલમાં 35 રન અને લોમરોર 10 બોલમાં 19 રન બનાવીને રમતમાં છે. બેંગલુરુને હવે 36 બોલમાં 107 રન બનાવવાના છે.

13 ઓવર સમાપ્ત: મયંક માર્કંડેએ 13મી ઓવર નાખી. આ ઓવરમાં કુલ 25 રન આવ્યા હતા. મહિપાલ લોમરોરે બે છગ્ગા જ્યારે કાર્તિકે એક ચોગ્ગો અને એક છગ્ગો ફટકાર્યો હતો. 13 ઓવર પછી બેંગલુરુનો સ્કોર 5 વિકેટે 160 રન છે.

સૌરવ ચૌહાણ આઉટ: ઝડપી બોલર પેટ કમિન્સે ખાતું ખોલાવ્યા વિના સૌરવ ચૌહાણને આઉટ કરીને આરસીબીને પાંચમો ઝટકો આપ્યો હતો. કમિન્સે એ જ ઓવરમાં ડુપ્લેસીસને આઉટ કર્યો હતો અને છેલ્લા બોલ પર સૌરવને પણ પેવેલિયન મોકલી દીધો હતો. RCBનો સ્કોર 10 ઓવર બાદ 122 રન છે.

ફાફ ડુપ્લેસીસ આઉટ: પેટ કમિન્સે ફાફ ડુપ્લેસીસને આઉટ કરીને આરસીબીને ચોથો ઝટકો આપ્યો હતો. શાનદાર ફોર્મમાં દેખાઈ રહેલો ડુપ્લેસિસ 28 બોલમાં સાત ચોગ્ગા અને ચાર છગ્ગાની મદદથી 62 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. હૈદરાબાદના ફાસ્ટ બોલર પેટ કમિન્સે ડુપ્લેસીસને પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો.

પાટીદાર આઉટ: સારી શરૂઆત બાદ આરસીબીનો દાવ ખોરવાઈ ગયો અને તેણે રજત પાટીદારના રૂપમાં ત્રીજી વિકેટ ગુમાવી. પાટીદાર પાંચ બોલમાં નવ રન બનાવીને આઉટ થયો હતો. મયંક માર્કંડેએ પાટીદારને પેવેલિયનમાં મોકલ્યો હતા. આ મેચમાં માર્કંડેની આ બીજી વિકેટ છે. જોકે, RCBના કેપ્ટન ફાફ ડુપ્લેસીસ ક્રિઝ છે અને સૌરવ ચૌહાણ નવા બેટ્સમેન તરીકે પ્રવેશ કર્યો છે.

વિલ જેક્સ આઉટ: આરસીબીને બીજો ફટકો વિલ જેક્સના રૂપમાં લાગ્યો હતો જે રન આઉટ થઈને પેવેલિયન પરત ફર્યો હતો. ઉનડકટના બોલ પર ડુપ્લેસિસે શોટ ફટકાર્યો હતો, પરંતુ બોલ ઉનડકટની આંગળીને અડીને વિકેટ સાથે અથડાયો હતો અને જેક્સને પેવેલિયન પરત ફરવું પડ્યું હતું. આ પહેલા RCBના કેપ્ટન ફાફ ડુપ્લેસિસે શાનદાર ફિફ્ટી ફટકારી હતી.

કોહલી આઉટ: ઈમ્પેક્ટ પ્લેયર તરીકે આવેલા મયંક માર્કંડેએ વિરાટ કોહલીને આઉટ કરીને હૈદરાબાદને પ્રથમ સફળતા અપાવી હતી. શાનદાર ફોર્મમાં દેખાઈ રહેલા કોહલીએ પાવરપ્લે સમાપ્ત થતાની સાથે જ પોતાની વિકેટ ગુમાવી દીધી હતી. કોહલી 20 બોલમાં 42 રન બનાવીને આઉટ થયો હતો. અગાઉ, ડુપ્લેસિસ અને કોહલીએ આરસીબીને ઝડપી શરૂઆત અપાવી હતી અને પાવરપ્લે સુધી કોઈપણ નુકસાન વિના 79 રન બનાવ્યા હતા, જે આઈપીએલના ઈતિહાસમાં પાવરપ્લેમાં સર્વોચ્ચ પ્રદર્શન હતું, પરંતુ માર્કંડેએ કોહલીને આઉટ કરીને પાર્ટનરશિપ તોડી નાખી હતી.

6 ઓવર સમાપ્ત: પાવરપ્લેમાં RCBનો સ્કોર કોઈ પણ વિકેટ વિના 79 રન થઈ ગયો છે. વિરાટ કોહલી 19 બોલમાં 42 રન અને પ્લેસિસ 17 બોલમાં 37 રન બનાવીને રમતમાં છે. બંને ઝડપથી રન બનાવી રહ્યા છે.

5 ઓવર સમાપ્ત: 5 ઓવર પછી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનો સ્કોર કોઈ પણ વિકેટ વિના 70 રન છે. જોકે, RCBને હજુ 90 બોલમાં 218 રન બનાવવાના છે. વિરાટ કોહલી 17 બોલમાં 38 રન અને પ્લેસિસ 13 બોલમાં 32 રન બનાવીને ક્રિઝ પર છે. વિરાટે 5 ફોર અને 2 સિક્સર ફટકારી છે. આ સાથે જ પ્લેસિસના બેટમાંથી 4 ચોગ્ગા અને 2 છગ્ગા આવ્યા હતા.

4 ઓવર સમાપ્ત: ભુવનેશ્વર કુમારની ઓવરમાં કુલ 17 રન આવ્યા હતા. આ ઓવરમાં વિરાટે બે ચોગ્ગા અને ફાફે બે ચોગ્ગા ફટકાર્યા હતા. 4 ઓવર પછી બેંગલુરુનો સ્કોર કોઈ વિકેટ વિના 56 રન છે. કોહલી 12 બોલમાં 25 રન અને પ્લેસિસ 12 બોલમાં 31 રન બનાવીને રમતમાં છે.

3 ઓવર સમાપ્ત: શાહબાઝ અહેમદે ત્રીજી ઓવર નાખી હતી. આ ઓવરમાં કુલ 18 રન આવ્યા હતા. ફાફ ડુ પ્લેસિસે આ ઓવરમાં બે સિક્સર અને એક ફોર ફટકારી હતી. 3 ઓવર પછી બેંગલુરુનો સ્કોર કોઈ વિકેટ વિના 39 રન છે. કોહલી 9 બોલમાં 16 રન અને પ્લેસિસ 9 બોલમાં 23 રન બનાવીને રમતમાં છે.

2 ઓવર સમાપ્ત: હૈદરાબાદ તરફથી ભુવનેશ્વર કુમારે બીજી ઓવર ફેંકી. આ ઓવરમાં 11 રન આવ્યા હતા. કિંગ કોહલીએ ભુવી પર એક ફોર અને સિક્સર ફટકારી હતી. 2 ઓવર પછી બેંગલુરુનો સ્કોર કોઈ વિકેટ વિના 21 રન છે.

1 ઓવર સમાપ્ત: હૈદરાબાદ તરફથી અભિષેક શર્માએ પ્રથમ ઓવર ફેંકી હતી. આ ઓવરમાં ફાફે એક ફોર અને વિરાટે એક ફોર ફટકારી હતી. એક ઓવર પછી આરસીબીનો સ્કોર કોઈ વિકેટ વિના 10 રન છે.

હૈદરાબાદની ઈનિંગ 

બેંગલુરુના એમ ચિન્નાસ્વામીના ગઢમાં સનરાઈઝર્સ હૈદરાબાદે ઈતિહાસ રચ્યો છે. ટોસ હાર્યા બાદ અને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કરતા હૈદરાબાદે પોતાનો જ રેકોર્ડ તોડ્યો અને IPLના ઈતિહાસમાં સૌથી વધુ સ્કોર બનાવ્યો. હૈદરાબાદે 20 ઓવરમાં 3 વિકેટે 287 રન બનાવ્યા હતા. હૈદરાબાદ માટે ટ્રેવિસ હેડે 41 બોલમાં 102 રન, હેનરિક ક્લાસને 31 બોલમાં 67 રન, અબ્દુલ સમદે 10 બોલમાં અણનમ 37 અને એડન માર્કરામે 17 બોલમાં અણનમ 32 રન બનાવ્યા હતા

19 ઓવર સમાપ્ત: 19મી ઓવરમાં રીસ ટોપલીની ઓવરમાં કુલ 25 રન આવ્યા હતા. અબ્દુલ સમદે આ ઓવરમાં ત્રણ ચોગ્ગા અને બે છગ્ગા ફટકાર્યા હતા. હૈદરાબાદનો સ્કોર 19 ઓવરમાં 3 વિકેટે 266 રન છે. સમદ સાત બોલમાં 29 રન બનાવીને ક્રિઝ પર છે. જ્યારે માર્કરામ 14 બોલમાં 21 રન બનાવીને ક્રિઝ પર છે.

18 ઓવર સમાપ્ત: સનરાઇઝર્સ હૈદરાબાદનો સ્કોર 18 ઓવરમાં 3 વિકેટે 241 રન છે. એડન માર્કરમ 13 બોલમાં 20 રન બનાવીને રમતમાં છે. તેણે એક ફોર અને એક સિક્સ ફટકારી છે. તેની સાથે અબ્દુલ સમદ બે બોલમાં પાંચ રન બનાવીને ક્રિઝ પર છે.

હેનરિક ક્લાસેન આઉટ: RCBને ફરી એકવાર ખુશ થવાની તક આપતા ફર્ગ્યુસને ઝડપી બેટિંગ કરનાર હેનરિક ક્લાસેનને આઉટ કર્યો છે. હૈદરાબાદને ક્લાસેનના રૂપમાં ત્રીજો ફટકો લાગ્યો છે. ક્લાસેન 31 બોલમાં 2 ફોક અને 7 સિકસની મદદથી 67 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. આ મેચમાં ફર્ગ્યુસનની આ બીજી વિકેટ છે. 17 ઓવર બાદ હૈદરાબાદનો સ્કોર 3 વિકેટે 231 રન છે.

16 ઓવર સમાપ્ત: 16 ઓવરમાં સનરાઈઝર્સ હૈદરાબાદનો સ્કોર 2 વિકેટે 217 રન થઈ ગયો છે. હેનરિક ક્લાસેન માત્ર 27 બોલમાં 60 રન બનાવીને ક્રિઝ છે. તેણે 2 ફોર અને 6 સિકસ ફટકારી છે. ક્લાસેનની સાથે એડન માર્કરામ છ બોલમાં 9 રન બનાવીને ક્રિઝ પર છે.

ક્લાસેનની ફિફ્ટી: ટ્રેવિસ હેડ બાદ ક્લાસેને તોફાની ઈનિંગ રમતા માત્ર 23 બોલમાં ફિફ્ટી ફટકારી છે. ક્લાસને 2 ફોર અને 5 સિકસર ફટકારી હતી. હૈદરાબાદનો સ્કોર 15 ઓવર બાદ  2 વિકેટના નુકસાને 205 રન છે.

14 ઓવર સમાપ્ત: હૈદરાબાદનો સ્કોર 14 ઓવરમાં 2 વિકેટે 189 રન છે. હેડના આઉટ થયા બાદ ક્લાસને બોલરો પર પ્રહાર કરવાનું ચાલુ કર્યું છે. ક્લાસેન 19 બોલમાં 39 રન બનાવીને રમતમાં છે. તેના બેટમાંથી 4 છગ્ગા અને એક ચોગ્ગો આવ્યો છે. એડન માર્કરમ બે રન બનાવીને ક્રિઝ પર છે.

ટ્રેવિસ હેડ આઉટ: RCBના ફાસ્ટ બોલર લોકી ફર્ગ્યુસને ઓપનર ટ્રેવિસ હેડને આઉટ કરીને સનરાઈઝર્સ હૈદરાબાદને બીજો ઝટકો આપ્યો હતો. હેડ 41 બોલમાં નવ ચોગ્ગા અને આઠ છગ્ગાની મદદથી 102 રન બનાવીને આઉટ થયો હતો. આ સાથે ક્લાસેન અને હેડ વચ્ચે 57 રનની પાર્ટનરશિપનો અંત આવ્યો હતો. હૈદરાબાદે 13મી ઓવરમાં 165 રનમાં બીજી વિકેટ ગુમાવી હતી.

ટ્રેવિસ હેડની સદી

સનરાઇઝર્સ હૈદરાબાદના બેટ્સમેન ટ્રેવિસ હેડે RCB સામે 39 બોલમાં સદી ફટકારી હતી. IPLના ઈતિહાસમાં આ ચોથી સૌથી ઝડપી સદી છે. હૈદરાબાદે માત્ર 68 બોલમાં 150 રનનો આંકડો પૂરો કર્યો હતો. 12મી ઓવરના અંતે હૈદરાબાદનો સ્કોર એક વિકેટે 158 રન થઈ ગયો છે. હેડ 40 બોલમાં 102 રન અને હેનરિક ક્લાસેન 10 બોલમાં 15 રન બનાવીને રમી રહ્યો છે. IPLની વર્તમાન સિઝનની આ ચોથી સદી છેક્લાસેન અને હેડ વચ્ચે બીજી વિકેટ માટે 50 રનની ભાગીદારી પૂરી થઈ ગઈ છે.

11 ઓવર સમાપ્ત: સનરાઈઝર્સ હૈદરાબાદનો સ્કોર 11 ઓવરમાં એક વિકેટે 142 રન થઈ ગયો છે. ટ્રેવિસ હેડ 35 બોલમાં 87 રન બનાવીને ક્રિઝ પર છે. અત્યાર સુધીમાં તેણે 6 ચોગ્ગા અને 8 છગ્ગા ફટકાર્યા છે. તેની સાથે હેનરિક ક્લાસેન 9 બોલમાં 14 રન બનાવીને ક્રિઝ પર છે. ક્લાસને સિક્સર ફટકારી છે.

10 ઓવર સમાપ્ત: 10 ઓવરમાં સનરાઈઝર્સ હૈદરાબાદનો સ્કોર 1 વિકેટે 128 રન થઈ ગયો છે. ટ્રેવિસ હેડ 33 બોલમાં 86 રન સુધી પહોંચી ગયો છે. અત્યાર સુધીમાં તેણે 6 ચોગ્ગા અને 8 છગ્ગા ફટકાર્યા છે. તેની સાથે હેનરિક ક્લાસેન 3 રન પર છે.

અભિષેક શર્મા આઉટ: RCBના બોલર રીસ ટોપલેએ અભિષેક શર્માને આઉટ કરીને સનરાઈઝર્સ હૈદરાબાદને પહેલો ઝટકો આપ્યો છે. આ સાથે અભિષેક અને હેડ વચ્ચે પ્રથમ વિકેટ માટે 108 રનની પાર્ટનરશિપ તૂટી હતી. હાલ હેડ ક્રિઝ પર હાજર છે અને 30 બોલમાં 79 રન બનાવીને રમી રહ્યો છે. હેનરિક ક્લાસેન નવા બેટ્સમેન તરીકે આવ્યો છે. 9 ઓવર બાદ હૈૈદરાબાદનો સ્કોર 1 વિકેટે 119 રન છે.

8 ઓવર સમાપ્ત: સનરાઈઝર્સ હૈદરાબાદનો સ્કોર 8 ઓવરમાં કોઈ પણ વિકેટ વિના 108 રન થઈ ગયો છે. ટ્રેવિસ હેડ માત્ર 27 બોલમાં 71 રન સુધી પહોંચી ગયો છે. અભિષેક શર્મા 21 બોલમાં 34 રન બનાવીને રમતમાં છે. હેડે 4 ફોર અને 7 સિક્સર ફટકારી છે. શર્માએ અત્યાર સુધીમાં 2 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા છે.

7 ઓવર સમાપ્ત: પ્રથમ 2 ઓવરમાં 11 રન આપનાર વિલ જેક્સ સાતમી ઓવરમાં નાખવા આવ્યો હતો. આ ઓવરમાં ટ્રેવિસ હેડે એક ફોર અને બે સિક્સર ફટકારી હતી. સનરાઇઝર્સ હૈદરાબાદનો સ્કોર 7 ઓવરમાં કોઇપણ વિકેટ વિના 97 રન છે. ટ્રેવિસ હેડ માત્ર 25 બોલમાં 69 રન સુધી પહોંચી ગયો છે. હેડે 4 ફોર અને 7 સિક્સર ફટકારી છે. અભિષેક શર્મા 17 બોલમાં 25 રન બનાવીને ક્રિઝ પર છે. 

પાવર પ્લેમાં હૈદરાબાદની શાનદાર શરૂઆત

સનરાઇઝર્સ હૈદરાબાદે પાવરપ્લેમાં એટલે કે પ્રથમ 6 ઓવરમાં 76 રન બનાવ્યા હતા. ટ્રેવિસ હેડે માત્ર 20 બોલમાં ફિફ્ટી ફટકારી હતી. અત્યાર સુધીમાં તેણે 3 ફોર અને 5 સિક્સર ફટકારી છે. જ્યારે અભિષેક શર્મા 15 બોલમાં 23 રન બનાવીને ક્રિઝ પર છે. તેણે 2 ફોર અને 1 સિકસ ફટકારી છે.

ટ્રેવિસ હેડની ફિફ્ટી: ટ્રેવિસ હેડ તાબડતોડ અંદાજમાં બેટિંગ કરી રહ્યો છે. ટ્રેવિસ હેડે 20 બોલમાં 3 ચોગ્ગા અને 5 છગ્ગાની મદદથી ફિફ્ટી પૂરી કરીને રમી રહ્યો છે.

5 ઓવર સમાપ્ત: લોકી ફર્ગ્યુસનની પ્રથમ ઓવર ખૂબ જ મોંઘી સાબિત થઈ હતી. ટ્રેવિલ હેડે 2 સતત બે સિક્સર ફટકારી હતી અને છેલ્લા બોલ પર અભિષેક શર્માએ ચોગ્ગો માર્યો હતો.  SRHનો સ્કોર વિના વિકેટે 56 રન છે.

4 ઓવર સમાપ્ત: યશ દયાલએ ઓવરમાં માત્ર 7 રન આપ્યા હતા. યશ દયાલના પ્રથમ બોલ પર અભિષેક શર્માએ ફોર ફટકારી હતી. SRHનો સ્કોર વિના વિકેટે 38 રન છે.

3 ઓવર સમાપ્ત: વિલ જેક્સે શાનદાર બોલિંગ કરી હતી. આ ઓવરમાં માત્ર 4 રન આપ્યા હતા. હૈદરાબાદનો સ્કોર વિના વિકેટે 31 રન છે.

2 ઓવર સમાપ્ત: આ ઓવરમા રીસ ટોપલીએ 20 રન આપ્યા હતા. બંને ઓપનરે એક ફોર અને એક સિકસ ફટકારી હતી. 2 ઓવર બાદ હૈદરાબાદનો સ્કોર વિના વિકેટે 27 રન છે.

1 ઓવર સમાપ્ત: પ્રથમ ઓવરમાં વિલ જેક્સે 7 રન આપ્યા હતા. જેમાં અભિષેક શર્માએ એક ફોર ફટકારી હતી.

આ મેચમાં હૈદરાબાદની ટીમ ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા મેદાનમાં ઉતરી છે. હૈદરાબાદ તરફથી અભિષેક શર્મા અને ટ્રેવિસ હેડ ઓપનિંગ કરવા ક્રિઝ પર આવ્યા છે. બેંગલુરુ તરફથી પ્રથમ ઓવરની શરૂઆત વિલ જેક્સે કરી છે.

RCBએ ટોસ જીત્યો

આ મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. આજની મેચમાં RCBની પ્લેઈંગ 11માં 2 ફેરફાર કરવામાં આવ્યા છે. સતત નિરાશાજનક પ્રદર્શન કરનાર ગ્લેન મેક્સવેલ અને ઝડપી બોલર મોહમ્મદ સિરાજને પ્લેઈંગ 11માંથી બહાર કરવામાં આવ્યા છે. જ્યારે લોકી ફર્ગ્યુસનને છેલ્લા 11માં સ્થાન મળ્યું છે. જ્યાપે સનરાઈઝર્સ હૈદરાબાદે પ્લેઈંગ 11માં કોઈ ફેરફાર કર્યો નથી.

હેડ ટુ હેડ આંકડા

IPLમાં બંને ટીમો વચ્ચે કાંટાની ટક્કર છે. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે આઈપીએલમાં અત્યાર સુધી 22 મેચ રમાઈ છે. આ સમયગાળા દરમિયાન, RCBએ 10 મેચ જીતી છે અને SRHએ 12 મેચ જીતી છે. બેંગલુરુએ ટાર્ગેટનો પીછો કરતા અને પહેલા બેટિંગ કરીને 5 મેચ જીતી છે. બીજી તરફ, હૈદરાબાદે પ્રથમ બેટિંગ કરતી વખતે 6 મેચ જીતી છે અને પીછો કરતી વખતે એટલી જ મેચ જીતી છે.

બંને ટીમોની પ્લઈંગ-11

રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ: વિરાટ કોહલી, ફાફ ડુ પ્લેસિસ (c), વિલ જેક્સ, રજત પાટીદાર, સૌરવ ચૌહાણ, દિનેશ કાર્તિક (wk), મહિપાલ લોમરોર, વિજયકુમાર વ્યષક, રીસ ટોપલી, લોકી ફર્ગ્યુસન, યશ દયાલ

ઈમ્પેક્ટ પ્લેયર્સ: સુયશ પ્રભુદેસાઈ, અનુજ રાવત, સ્વપ્નિલ સિંહ, મોહમ્મદ સિરાજ, કર્ણ શર્મા

સનરાઈઝર્સ હૈદરાબાદ: ટ્રેવિસ હેડ, અભિષેક શર્મા, એડન માર્કરમ, નીતિશ રેડ્ડી, હેનરિક ક્લાસેન (wk), અબ્દુલ સમદ, શાહબાઝ અહેમદ, પેટ કમિન્સ (c), ભુવનેશ્વર કુમાર, જયદેવ ઉનડકટ, ટી નટરાજન

ઈમ્પેક્ટ પ્લેયર્સ: ઉમરાન મલિક, અનમોલપ્રીત સિંહ, મયંક માર્કંડે, ગ્લેન ફિલિપ્સ, રાહુલ ત્રિપાઠી


  • Follow us on: