- IPLની 17મી સિઝનનો પ્રારંભ 22 માર્ચથી થશે
- પ્રથમ મેચ ચેન્નઈ અને બેંગ્લોર વચ્ચે રમાશે
- RCB કેપ્ટન ફાફ ડુ પ્લેસિસ ટીમ સાથે જોડાયો
IPL 2024ની પ્રથમ મેચ ચેન્નાઈ સુપર કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે 22 માર્ચે રમાશે. હવે મેચ પહેલા એક સ્ટાર ખેલાડી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના કેમ્પમાં જોડાયો છે. જે બાદ ફેન્સે રાહતનો શ્વાસ લીધો હતો. બીજી તરફ, વિરાટ કોહલીને લઈને હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી સામે આવી નથી કે કિંગ કોહલી ક્યારે RCB કેમ્પમાં જોડાશે. ફેન્સ આતુરતાથી વિરાટ કોહલીની RCB કેમ્પમાં જોડાવા માટે રાહ જોઈ રહ્યા છે.
ફાફ ડુ પ્લેસિસ RCB કેમ્પમાં જોડાયો
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમે IPL 2024 માટે પોતાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. RCB 22મી માર્ચથી તેનું અભિયાન શરૂ કરવા જઈ રહ્યું છે. આ પહેલા ટીમનો કેપ્ટન ફાફ ડુ પ્લેસિસ RCB કેમ્પમાં જોડાઈ ચૂક્યો છે. જેનો વીડિયો RCBએ સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. વીડિયોમાં ફાફ ડુ પ્લેસિસ શાનદાર પોઝ આપતો જોવા મળી રહ્યો છે. આ વીડિયોને શેર કરતી વખતે RCBએ કેપ્શનમાં લખ્યું, 'કેપ્ટન ફેન્ટાસ્ટિક હોમકમિંગ' આ પછી કેપ્ટન ડુ પ્લેસિસ પ્રેક્ટિસ કરતો જોવા મળ્યો હતો.
ખાસ વાત એ છે કે બે વર્ષ પહેલા આ દિવસે RCBએ ફાફ ડુ પ્લેસિસને RCBનો કેપ્ટન જાહેર કર્યો હતો. વાસ્તવમાં, 2021 IPLના અંતમાં, વિરાટ કોહલીએ RCBની કેપ્ટનશીપ છોડવાનો નિર્ણય લીધો હતો. જે બાદ RCBની કમાન સાઉથ આફ્રિકાના પૂર્વ કેપ્ટન અને ખેલાડી ફાફ ડુ પ્લેસિસ સંભાળી રહ્યા છે.
કોહલી 17 માર્ચ સુધી RCB સાથે જોડાઈ શકે
RCBના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી લાંબા સમયથી ક્રિકેટથી દૂર છે. વિરાટ કોહલીએ પણ ઈંગ્લેન્ડ સાથે રમાયેલી ટેસ્ટ સીરિઝમાંથી પોતાનું નામ પાછું ખેંચી લીધું હતું. વાસ્તવમાં, આ સમયગાળા દરમિયાન, વિરાટ કોહલી બીજી વખત પિતા બન્યો. વિરાટ છેલ્લે અફઘાનિસ્તાન સાથે T20 સિરીઝમાં રમતા જોવા મળ્યો હતો. હવે ફેન્સ વિરાટ કોહલીની વાપસીની રાહ જોઈ રહ્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, વિરાટ કોહલી 17 માર્ચ સુધી RCB સાથે જોડાઈ શકે છે.