IPL 2024ની 38મી મેચમાં રાજસ્થાન રોયલ્સે મુંબઈ ઈન્ડિયન્સને 9 વિકેટે હરાવ્યું હતું. રાજસ્થાન માટે યશસ્વી જયસ્વાલે 60 બોલમાં 104 રનની અણનમ ઇનિંગ રમી હતી. તેના બેટમાંથી 9 ચોગ્ગા અને 7 છગ્ગા આવ્યા હતા. કેપ્ટન સંજુ સેમસન 38 રન બનાવીને અણનમ પરત ફર્યો હતો. મુંબઈએ પ્રથમ બેટિંગ કરતા 179 રન બનાવ્યા હતા. જવાબમાં રાજસ્થાને 8 બોલ બાકી રહેતાં આસાનીથી લક્ષ્યનો હાંસલ કરી લીધો હતો. જયસ્વાલ અને બટલરના કેચ ગુમાવવો મુંબઈને મોંઘો પડ્યો હતો.


  • Follow us on: