• અમને લાગ્યું કે 190નો સ્કોર સારો રહેશે
  • અમારે 10-15 વધુ રન બનાવવાની જરૂર હતી
  • ઝાકળના કારણે પણ રમત બની મુશ્કેલ

વિરાટ કોહલીની સદી છતાં, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) ને શનિવારે રમાયેલી IPL મેચમાં રાજસ્થાન રોયલ્સની સામે 6 વિકેટે હારનો સામનો કરવો પડ્યો હતો. વિરાટ કોહલીએ આ મેચમાં 72 બોલમાં 113 રનની ખાસ ઈનિંગ રમી હતી. કોહલીએ ઇનિંગમાં 12 ફોર અને 4 સિક્સર ફટકારી હતી. વિરાટ કોહલીએ 156.94ના સ્ટ્રાઈક રેટથી બેટિંગ કરી છે.

કોહલીની સદી છતાં આરસીબી જીતી શકી ન હતી

વિરાટ કોહલીની અણનમ સદીના આધારે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરએ પ્રથમ બેટિંગ કરતા ત્રણ વિકેટે 183 રન બનાવ્યા હતા, પરંતુ જવાબમાં જોસ બટલરની અણનમ સદીની મદદથી રાજસ્થાન રોયલ્સે પાંચ બોલ બાકી રહેતા જીત મેળવી હતી.

કેપ્ટન ડુ પ્લેસિસે હારનું સાચું કારણ જણાવ્યું

IPL મેચ રાજસ્થાન રોયલ્સ (RR) સામે છ વિકેટે હાર્યા બાદ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB)ના કેપ્ટન ફાફ ડુ પ્લેસિસે કહ્યું કે વિકેટ મુશ્કેલ હતી અને તેણે વિચાર્યું કે 190ની આસપાસનો સ્કોર સારો રહેશે. ફાફ ડુ પ્લેસિસે મેચ બાદ કહ્યું, 'જ્યારે હું વિરાટ સાથે બેટિંગ કરી રહ્યો હતો ત્યારે વિકેટ ઘણી જટિલ લાગતી હતી. અમને લાગ્યું કે 190નો સ્કોર સાચો હશે. અમારે 10-15 વધુ રન બનાવવા જોઈએ.

ઝાકળે રમત બદલી

ફાફ ડુ પ્લેસિસે કહ્યું, 'વિરાટ સારી બેટિંગ કરી રહ્યો હતો. તે પછી વિરાટ કે ગ્રીન કે ડીકે આવવાના હતા તેથી અમે થોડા વધુ રન બનાવી શક્યા હોત અને અમે પ્રયાસ પણ કર્યો હતો પરંતુ શોટ મારવો મુશ્કેલ બની ગયો હતો. સ્પિનર્સનો બોલ બેટની નીચે આવી રહ્યો હતો. બાદમાં પિચ સારી બની હતી. ઝાકળની પણ અસર હતી.' સિક્સર વડે સદી પૂરી કરીને ફોર્મમાં પરત ફરેલા જોસ બટલરે વિરાટ કોહલીની સદીને એળે જવા દીધી અને રાજસ્થાન રોયલ્સે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB)ને છ વિકેટે હરાવી IPL પોઈન્ટ ટેબલમાં ટોચનું સ્થાન મેળવ્યું. રોયલ્સ અત્યાર સુધી ચાર મેચ રમી ચુકી છે અને ચારેય જીતીને ટોપ પર છે. તે જ સમયે, RCB સતત ત્રીજી હાર સાથે આઠમા સ્થાને સરકી ગયું છે.

  • Follow us on: