• સંજુ સેમસનને થયો રૂ. 12 લાખનો દંડ
  • સેમસને આ મેચમાં 38 બોલમાં 68 રનનો વરસાદ કર્યો હતો
  • મેચ દરમિયાન ખેલાડીએ 7 ફોર અને 2 સિક્સ મારી હતી

રાજસ્થાન રોયલ્સે બુધવારે રમાયેલી આઈપીએલ મેચમાં ગુજરાત ટાઈટન્સને 3 વિકેટથી હરાવ્યું હતું. રાજસ્થાન રોયલ્સને હાર બાદ વધુ એક મોટો ઝટકો લાગ્યો છે. હાર બાદ રાજસ્થાન રોયલ્સના કેપ્ટન સંજુ સેમસનને માટે અચાનક ખરાબ સમાચાર સામે આવ્યા છે. સેમસને આ મેચમાં 38 બોલમાં 68 રનનો વરસાદ કર્યો હતો. આ સાથે જ 178.95ના સ્ટ્રાઈક રેટથી બેટિંગ કરીને 7 ફોર અને 2 સિક્સ મારી હતી.

એક ભૂલ અને થયું રૂ. 12 લાખનું નુકસાન

સંજુ સેમસનને પોતાની એક ભૂલના કારણે 12 લાખ રૂપિયાનું નુકસાન સહન કરવું પડ્યું હતું. રાજસ્થાન રોયલ્સના કેપ્ટન સંજુ સેમસન પર આઈપીએલની આચાર સંહિતાનું ઉલ્લંઘન કરવાનો આરોપ લાગ્યો છે અને તેને 12 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. આઈપીએલ 2024માં સંજુ સેમસનની આ પહેલી ભૂલ હતી. તેને સ્લો ઓવર રેટનો દોષી માનવામાં આવ્યો છે. બીસીસીઆઈએ આ મોટી સજા સંભળાવી છે. રાજસ્થાન રોયલ્સની ટીમ નક્કી સમયમાં 20 ઓવર પૂરી કરવામાં નાકામ રહી હતી.

BCCIએ સંભળાવી સજા

રાજસ્થાન રોયલ્સને સ્લો ઓવર રેટના કારણે ગુજરાત ટાઈટન્સની સામે આઈપીએલ મેચમાં છેલ્લી ઓવરમાં 4ને બદલે 5 ખેલાડી 30 ગજના વિસ્તારમાં રાખવા પડ્યા. પ્રેસ રીલિઝમાં કહેવાયું છે કે કેપ્ટન સંજુ સેમસનને 10 એપ્રિલે ગુજરાત ટાઈટન્સની સામે મેચ સમયે આચાર સંહિતના સ્લો ઓવર રેટના દોષી માનવામાં આવ્યા છે. સ્લો ઓવર રેટના સંબંધમાં સંજુ સેમસનનો આ સીઝનનો પહેલી ભૂલ હતી. તેની પર 12 લાખ રૂપિયાનો દંડ લગાવાયો છે.

ફરી વખત લાગશે વધારે દંડ

રાજસ્થાન રોયલ્સના કેપ્ટન સંજુ સેમસન ફરીથી સ્લો ઓવર રેટના દોષી માનવામાં આવે છે તો તેમની પર 24 લાખ રૂપિયાનો દંડ થશે. આ સાથે ટીમના અન્ય ખેલાડી પર 6-6 લાખ રૂપિયા કે મેચ ફીના 25 ટકાનો દંડ થશે. આઈપીએલ 2024માં દિલ્હી કેપિટલ્સના કેપ્ટન ઋષભ પંત 2 વાર અને ગુજરાત ટાઈટન્સના કેપ્ટન શુભમન ગિલ ફરી એકવાર સ્લો ઓવર રેટ માટે દંડ ભોગવી ચૂક્યા છે. નિયમોના અનુસાર એક આઈપીએલ સીઝનમાં 3 વાર સ્લો ઓવર રેટના દોષી ગણાયેલા કેપ્ટન પર 30 લાખ રૂપિયાના દંડ સિવાય એક આઈપીએલ મેચનો બૅન લગાવ્યો છે. ઈમ્પેક્ટ પ્લેયર સહિત પ્લેઈંગ ઈલેવનના અન્ય ખેલાડી પર 12-12 લાખ રૂપિયા કે મેચ ફીના 50 ટકા દંડ લગાવાશે.  

  • Follow us on: