- દિલ્હી કેપિટલ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે મેચ
- વિશાખાપટ્ટનમના ડો.વાય.એસ. રાજશેખર સ્ટેડિયમાં મેચ
- દિલ્હી અને કોલકાતા 32 વખત ટકરાયા
IPL 2024ની 16મી મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સે દિલ્હી કેપિટલ્સને 106 રનથી હરાવ્યું છે. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરીને કોલકાતાએ 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 272 રન બનાવ્યા હતા. જવાબમાં દિલ્હીની ટીમ 17.2 ઓવરમાં 166 રનમાં સમેટાઈ ગઈ હતી. દિલ્હીની 4 મેચમાં આ ત્રીજી હાર છે. આ સાથે જ કોલકાતાએ જીતની હેટ્રિક લગાવી છે. ટીમે અત્યાર સુધીની ત્રણેય મેચ જીતી છે. આ જીત સાથે કોલકાતાની ટીમ 6 પોઈન્ટ સાથે ટોપ પર પહોંચી ગઈ છે. આ સાથે જ દિલ્હીની ટીમ 9માં સ્થાને પહોંચી ગઈ છે. કોલકાતાએ આગામી મેચ ચેન્નાઈ સુપર કિંગ્સ સામે 8 એપ્રિલે ચેન્નાઈમાં રમવાની છે. દિલ્હીની ટીમ તેની આગામી મેચ 7 એપ્રિલે વાનખેડે ખાતે મુંબઈ ઈન્ડિયન્સ સામે રમશે.
દિલ્હીની ઇનિંગ
દિલ્હી કેપિટલ્સ 17.2 ઓવરમાં 166 રન બનાવી ઓલ આઉટ થઇ ગયું હતુ. આ સાથે કોલકાતાની 106 રને જીત થઇ છે.
રસિખ સલામ આઉટ: દિલ્હી કેપિટલ્સે 161 રનમાં 9મી વિકેટ ગુમાવી હતી. વૈભવ અરોરાએ રસિક સલામને આઉટ કરીને દિલ્હીને 9મો ઝટકો આપ્યો હતો. વૈભવની આ ત્રીજી વિકેટ છે. KKR હવે મોટી જીતથી માત્ર એક ડગલું દૂર છે.
સુમિત કુમાર આઉટ: સુનીલ નારાયણે 16મી ઓવરના પહેલા બોલ પર સુમિત કુમારને પાંડેના હાથે કેચ આઉટ કરાવ્યો હતો. સુમિત 7 રન બનાવી શક્યો હતો. દિલ્હીનો સ્કોર 8 વિકેટે 159 રન છે.
સ્ટબ્સ આઉટ: દિલ્હીએ 15મી ઓવરમાં 159ના સ્કોર પર 7મી વિકેટ ગુમાવી હતી. વરુણ ચક્રવર્તીએ ત્રીજી વિકેટ લીધી હતી. ટ્રિસ્ટન સ્ટબ્સ 32 બોલમાં 54 રન બનાવીને આઉટ થયો હતો. તેના બેટમાંથી 4 ચોગ્ગા અને 4 છગ્ગા આવ્યા હતા.
14 ઓવર સમાપ્ત: સુનીલ નારાયણે 14મી ઓવર નાખી. આ ઓવરમાં 3 સિક્સર સાથે કુલ 19 રન આવ્યા હતા. દિલ્હીનો સ્કોર 14 ઓવરમાં 6 વિકેટે 148 રન છે. ટ્રસ્ટન સ્ટબ્સે બે સિક્સર અને સુમિત કુમારે નરેનના બોલ પર એક સિક્સર ફટકારી હતી.
પંત-અક્ષર આઉટ: વરુણ ચક્રવર્તીએ હવે બે બોલમાં બે વિકેટ લઈને મેચમાં પોતાની ટીમની જીત નિશ્ચિત કરી દીધી છે. તેણે પહેલા રિષભ પંતને આઉટ કર્યો અને પછી અક્ષર પટેલને પેવેલિયન મોકલ્યો. પંત 55 રને અને અક્ષર શૂન્ય રને આઉટ થયા હતા. પંતે 4 ચોગ્ગા અને 5 છગ્ગા ફટકાર્યા હતા.
IPLમાં DC માટે સૌથી વધુ 50-પ્લસ સ્કોર
- 24 - ડેવિડ વોર્નર*
- 18 - ઋષભ પંત*
- 18 - શિખર ધવન
- 16 - શ્રેયસ ઐયર
- 16 - વિરેન્દ્ર સેહવાગ
- 13 - પૃથ્વી શો
પંતની ફિફ્ટી: દિલ્હી કેપિટલ્સ માટે કેપ્ટન રિષભ પંત તોફાની બેટિંગ કરી રહ્યો છે. તેણે 23 બોલમાં તેની IPL કારકિર્દીની 17મી અડધી સદી ફટકારી હતી. આ તેની સતત બીજી અડધી સદી છે. આ પહેલા પંતે ચેન્નાઈ સુપર કિંગ્સ સામે પણ તોફાની ઈનિંગ રમી હતી. 12 ઓવર પછી દિલ્હીનો સ્કોર 4 વિકેટે 125 રન છે. તેમને 48 બોલમાં 148 રનની જરૂર છે. વેંકટેશ ઐયરે 12મી ઓવર ફેંકી હતી. રિષભ પંતે આ ઓવરમાં 2 સિક્સ અને 4 ફોર ફટકારી હતી.
11 ઓવર સમાપ્ત: 11 ઓવર પછી દિલ્હી કેપિટલ્સનો સ્કોર 4 વિકેટે 97 રન છે. ટ્રિસ્ટન સ્ટબ્સ 21 બોલમાં 34 રન અને રિષભ પંત 18 બોલમાં 27 રન બનાવીને રમતમાં છે. બંને વચ્ચે 64 રનની ભાગીદારી થઈ છે. દિલ્હીને જીતવા માટે 54 બોલમાં 176 રન બનાવવાના છે.
10 ઓવર સમાપ્ત: 10 ઓવરની રમત પૂરી થઈ ગઈ છે અને દિલ્હીનો સ્કોર 4 વિકેટે 87 રન છે, લક્ષ્ય હજુ ઘણું દૂર છે.
9 ઓવર સમાપ્ત: વરુણ ચક્રવર્તીએ ત્રીજી ઓવર નાખી. આ ઓવરના પહેલા બે બોલ પર સ્ટબ્સે બે સિક્સર ફટકારી હતી. 9 ઓવર પછી દિલ્હીનો સ્કોર 4 વિકેટે 83 રન છે. ટ્રિસ્ટન સ્ટબ્સ 16 બોલમાં 25 રન બનાવીને રમી રહ્યો છે. જ્યારે પંત 11 બોલમાં 23 રન બનાવીને રમી રહ્યો છે.
8 ઓવર સમાપ્ત: 8 ઓવર પછી દિલ્હીનો સ્કોર 4 વિકેટે 70 રન છે. રિષભ પંત 9 બોલમાં 3 સિક્સર સાથે 23 રન બનાવીને રમી રહ્યો છે. જ્યારે ટ્રિસ્ટન સ્ટબ્સ 12 બોલમાં 12 રન બનાવીને રમી રહ્યો છે. બંને વચ્ચે 37 રનની ભાગીદારી થઇ છે.
7 ઓવર સમાપ્ત: આન્દ્રે રસેલે 7મી ઓવર નાખી. આ ઓવરમાં રિષભ પંતે 2 સિક્સર ફટકારી હતી. જોકે, ઓવરમાં માત્ર 14 રન જ આવ્યા હતા. 7 ઓવર પછી દિલ્હીનો સ્કોર 4 વિકેટે 65 રન છે. પંત 6 બોલમાં 20 રન અને સ્ટબ્સ 9 બોલમાં 11 રન પર છે.
પાવર પ્લે સમાપ્ત: પાવરપ્લેમાં એટલે કે પ્રથમ 6 ઓવરમાં દિલ્હી કેપિટલ્સનો સ્કોર 4 વિકેટે 51 રન છે. ટ્રુસ્ટન સ્ટબ્સ 7 બોલમાં 2 ચોગ્ગા સાથે 10 રન અને ઋષભ પંત 2 બોલમાં એક છગ્ગા સાથે 7 રન પર રમી રહ્યાં છે. બંને વચ્ચે 18 રનની ભાગીદારી થઇ છે.
વોર્નર આઉટ: ડેવિડ વોર્નરે 5મી ઓવરના બીજા બોલ પર 85 મીટરની સિક્સ ફટકારી હતી. તેના પછીના જ બોલ પર સ્ટાર્કે ડેવિડ વોર્નરને બોલ્ડ કર્યો હતો. વોર્નર 13 બોલમાં 18 રન બનાવીને આઉટ થયો હતો.
પોરેલ આઉટ: વૈભવ અરોરાએ બીજી વિકેટ ઝડપી, દિલ્હીને ચોથી ઓવરમાં 27ના સ્કોર પર ત્રીજો ઝટકો લાગ્યો હતો. મિચેલ માર્શ બાદ ઈમ્પેક્ટ પ્લેયર અભિષેક પોરેલ પણ ખાતું ખોલાવ્યા વગર જ આઉટ થઈ ગયો હતો. પોરેલને વૈભવ અરોરાએ નારાયણના હાથે કેચ કરાવ્યો હતો. વૈભવને મળેલી આ બીજી સફળતા હતી. આ પહેલા તેણે પૃથ્વી શૉને આઉટ કર્યો હતો. હાલમાં ડેવિડ વોર્નર અને કેપ્ટન રિષભ પંત ક્રિઝ પર છે.
માર્શ આઉટ: દિલ્હી કેપિટલ્સને ત્રીજી ઓવરમાં બીજો ઝટકો લાગ્યો હતો. મિચેલ સ્ટાર્કે મિચેલ માર્શને રમનદીપ સિંહના હાથે કેચ કરાવ્યો હતો. તે ખાતું પણ ખોલાવી શક્યો ન હતો. આ સિઝનમાં સ્ટાર્કની આ પ્રથમ વિકેટ છે. તે IPL ઈતિહાસનો સૌથી મોંઘો ખેલાડી છે. જો કે છેલ્લી બે મેચમાં તેને કોઈ વિકેટ મળી ન હતી. આ પહેલા પૃથ્વી શૉ બીજી ઓવરમાં આઉટ થયો હતો. ત્રણ ઓવર પછી દિલ્હીનો સ્કોર બે વિકેટે 26 રન છે. હાલમાં ડેવિડ વોર્નર અને અભિષેક પોરેલ ક્રિઝ પર છે.
શો આઉટ: દિલ્હી કેપિટલ્સે બીજી ઓવરમાં 21 રનના સ્કોર પર પ્રથમ વિકેટ ગુમાવી હતી. પૃથ્વી શો 7 બોલમાં 10 રન બનાવીને આઉટ થયો હતો. શૉને વૈભવ અરોરાના બોલે કેચ આઉટ કરાવ્યો હતો. વરુણ ચક્રવર્તીએ શોનો અદ્ભુત કેચ લીધો હતો.
દિલ્હી માટે ડેવિડ વોર્નર અને પૃથ્વી શોએ ઇનિંગની શરૂઆત કરી છે, વોર્નરે એક રન સાથે ખાતું ખોલાવ્યું હતું. મિચેલ સ્ટાર્કે પ્રથમ ઓવર નાખી હતી. પૃથ્વી શૉએ આ ઓવરમાં 2 ચોગ્ગા ફટકાર્યા હતા. એક ઓવર પછી દિલ્હી કેપિટલ્સનો સ્કોર કોઈ વિકેટ વિના 11 રન છે.
કોલકાતાની ઇનિંગ
આઈપીએલમાં DC સામે સૌથી વધુ સ્કોર
- KKR દ્વારા 272/7, આજે*
- CSK, 2023 દ્વારા 223/3
- CSK, 2012 દ્વારા 222/5
- RR, 2022 દ્વારા 222/2
- SRH, 2020 દ્વારા 219/2
IPLમાં KKR માટે ટીમ ઇનિંગ્સમાં સૌથી વધુ સિક્સર
- 18 વિ DC, વાયઝેગ, 2024*
- 17 વિ CSK, ચેન્નાઈ, 2018
- 17 વિ PBKS, ઈડન ગાર્ડન, 2019
KKRએ 7 વિકેટે 272 રન બનાવ્યા હતા, હૈદરાબાદ સામેનો રેકોર્ડ તોડી શકાયો ન હતો, સુનિલ નારાયણે 85 રન, અંગક્રિશ રઘુવંશીએ 54 રન અને રસેલે 41 રન બનાવ્યા હતા, નોર્ખિયાએ 3 વિકેટ અને ઈશાંતે 2 વિકેટ લીધી હતી.
રમનદીપ આઉટ: 20મી ઓવરના 3જા બોલ પર રમનદીપ આઉટ થયો હતો. તે 2 રન બનાવીને આઉટ થયો હતો. ઇશાંત શર્માએ 20મી ઓવર જોરદાર નાખી હતી.
રસેલ આઉટ: ઇશાંત શર્માના જોરદાર યોર્કર પર આન્દ્રે રસેલ આઉટ થયો. રસેલ19 બોલમાં 1 ફોર અને 3 સિક્સ ફટકારી 41 રન બનાવીને આઉટ થયો હતો.
19 ઓવર સમાપ્ત: રિંકુ છેલ્લા બોલ પર આઉટ થયો હતો. નોર્કિયાના બોલ પર વોર્નરના હાથે કેચ આઉટ થયો, તે 8 બોલમાં 26 રન બનાવીને આઉટ થયો હતો.
18 ઓવર સમાપ્ત: 18 ઓવરના અંતે KKRનો સ્કોર 4 વિકેટે 239 રન છે. આન્દ્રે રસેલ 18 બોલમાં 41 રન અને કેપ્ટન રિંકું સિંહ 2 બોલમાં 2 રન બનાવીને બેટિંગ કરી રહ્યો છે.
શ્રેયસ ઐયર આઉટ: KKRએ 18મી ઓવરમાં 232ના સ્કોર પર ચોથી વિકેટ ગુમાવી હતી. શ્રેયસ ઐયર 11 બોલમાં 18 રન બનાવીને આઉટ થયો હતો. ઐયર ખલીલ અહેમદના હાથે કેચ આઉટ થયો હતો. બીજા છેડે આન્દ્રે રસેલ 15 બોલમાં 38 રન બનાવીને બેટિંગ કરી રહ્યો છે.
16 ઓવર સમાપ્ત: 16 ઓવર પછી કોલકાતાનો સ્કોર 3 વિકેટે 205 રન છે. આન્દ્રે રસેલ 12 બોલમાં 27 રન અને કેપ્ટન શ્રેયસ ઐયર 6 બોલમાં 5 રન બનાવીને બેટિંગ કરી રહ્યો છે. અગાઉ સુનીલ નારાયણ અને અંગક્રિશ રઘુવંશીએ તોફાની બેટિંગ કરી હતી. નરેને 39 બોલમાં 85 રન અને અંગક્રિશે 27 બોલમાં 54 રન બનાવ્યા હતા.
15 ઓવર સમાપ્ત: સુનીલ નારાયણ અને રઘુવંશી પછી હવે આન્દ્રે રસેલ તરખાટ મચાવી રહ્યો છે. તે 6 બોલમાં 19 રન પર છે. રસેલના બેટમાંથી અત્યાર સુધીમાં 3 ચોગ્ગા અને એક છગ્ગો આવી ચૂક્યા છે. તેની સાથે શ્રેયસ ઐયર 4 રન પર છે. 15 ઓવર પછી KKRનો સ્કોર 3 વિકેટે 195 રન છે.
રઘુવંશી આઉટ: કોલકાતાને ત્રીજો ફટકો 176ના સ્કોર પર લાગ્યો હતો. સુનીલ નારાયણ બાદ અંગક્રિશ રઘુવંશી પણ પેવેલિયન પરત ફર્યો હતો. તેણે 27 બોલમાં 54 રનની ઇનિંગ રમી હતી. પોતાની ઇનિંગમાં તેણે 5 ચોગ્ગા અને 3 છગ્ગા ફટકાર્યા હતા. 14 ઓવર પછી કોલકાતાનો સ્કોર 3 વિકેટે 181 રન છે. હાલમાં આન્દ્રે રસેલ અને શ્રેયસ ઐયર ક્રિઝ પર છે.
રઘુવંશીની ફિફ્ટી: રઘુવંશીએ IPLમાં પહેલી જ ઇનિંગમાં ફિફ્ટી ફટકારી હતી, તેણે 25 બોલનો સામનો કરીને 50 રન બનાવ્યા હતા.
નારાયણ આઉટ: મિશેલ માર્શે 13મી ઓવરમાં સુનીલ નારાયણને પેવેલિયન મોકલ્યો હતો. નારાયણ 39 બોલમાં 85 રન બનાવીને આઉટ થયો હતો. તેના બેટમાંથી 7 ચોગ્ગા અને 7 છગ્ગા આવ્યા હતા. હવે આંદ્રે રસેલ બેટિંગ કરવા આવ્યો છે.
12 ઓવર સમાપ્ત: 12 ઓવરમાં KKRનો સ્કોર એક વિકેટે 162 રન સુધી પહોંચી ગયો છે. રઘુવંશી 23 બોલમાં 48 રન બનાવીને રમતમાં છે. જ્યારે સુનીલ નારાયણ 37 બોલમાં 85 રન બનાવીને રમી રહ્યો છે. રઘુવંશીએ 4 ચોગ્ગા અને 3 છગ્ગા ફટકાર્યા છે. નરેનના બેટમાંથી 7 ચોગ્ગા અને 7 છગ્ગા આવ્યા છે.
11 ઓવર સમાપ્ત: 11 ઓવરમાં KKRનો સ્કોર એક વિકેટે 150 રન સુધી પહોંચી ગયો છે. રઘુવંશી 21 બોલમાં 46 રન બનાવીને રમતમાં છે. જ્યારે સુનીલ નારાયણ 33 બોલમાં 75 રન બનાવીને રમી રહ્યો છે. બંને દિલ્હીના બોલરોની જોરદાર ધઘોલાઇ કરી રહ્યા છે.
10 ઓવર સમાપ્ત: સુનીલ નારાયણ અને અંગક્રીશ રઘુવંશી શાનદાર બેટિંગ કરી રહ્યા છે. કોલકાતાનો સ્કોર માત્ર 10 ઓવરમાં એક વિકેટે 135 રન સુધી પહોંચી ગયો હતો. નારાયણે અત્યાર સુધીમાં 7 ચોગ્ગા અને 6 છગ્ગા ફટકાર્યા છે. જ્યારે રઘુવંશીએ 4 ફોર અને 1 સિક્સર ફટકારી છે. બંને વચ્ચે 34 બોલમાં 75 રનની ભાગીદારી થઇ છે.
9 ઓવર સમાપ્ત: સુનીલ નારાયણની જેમ અંગક્રીશ રઘુવંશી પણ શાનદાર બેટિંગ કરી રહ્યો છે. તે માત્ર 14 બોલમાં 31 રન પર છે. જ્યારે સુનીલ નારાયણ 28 બોલમાં 68 રન બનાવીને રમી રહ્યો છે. તેના બેટમાંથી 6 ફોર અને 6 સિક્સર આવી છે. 9 ઓવર પછી KKRનો સ્કોર એક વિકેટે 126 રન છે.
8 ઓવર સમાપ્ત: 8 ઓવર પછી કોલકાતા નાઈટ રાઈડર્સનો સ્કોર એક વિકેટે 112 રન છે. સુનીલ નારાયણ 27 બોલમાં 67 રન બનાવીને રમી રહ્યો છે. અત્યાર સુધીમાં તેણે 6 ફોર અને 6 સિક્સર ફટકારી છે. તેની સાથે અંગક્રિશ રઘુવંશી 9 બોલમાં 18 રન બનાવીને રમી રહ્યો છે.
7 ઓવર સમાપ્ત: 7 ઓવર પછી કોલકાતા નાઈટ રાઈડર્સનો સ્કોર એક વિકેટે 93 રન છે. સુનીલ નારાયણ 24 બોલમાં 54 રન બનાવીને રમી રહ્યો છે. તેની સાથે અંગક્રિશ રઘુવંશી 6 બોલમાં 13 રન બનાવીને રમી રહ્યો છે.
IPLમાં KKR માટે સૌથી વધુ પાવરપ્લે સ્કોર
- 105/0 વિ RCB, બેંગલુરુ, 2017
- 88/1 વિ DC, વિઝાગ, આજે*
- 85/0 વિ RCB, બેંગલુરુ, 2024
- 76/1 વિ PBKS, કોલકાતા, 2017
- 73/0 વિ GL, રાજકોટ, 2017
નારાયણની ફિફ્ટી: સુનીલ નારાયણે 21 બોલમાં અડધી સદી ફટકારી છે. આ તેની આઈપીએલ કારકિર્દીની છઠ્ઠી અડધી સદી હતી. નારાયણે દિલ્હીના દરેક બોલરને ધોયો હતો. તે ચોગ્ગા અને છગ્ગાનો વરસાદ કરી રહ્યો છે. પાવરપ્લેમાં 88 રન લીધા, આ સિઝનમાં પ્રથમ 6 ઓવરમાં કોઈ પણ ટીમનો સૌથી વધુ સ્કોર છે. નારાયણ ઉપરાંત અંગક્રિશ રઘુવંશી ક્રિઝ પર છે. ફિલ સોલ્ટ આઉટ થઈને પેવેલિયન પરત ફર્યો હતો.
5 ઓવર સમાપ્ત: 5 ઓવર પછી કોલકાતાનો સ્કોર 1 વિકેટે 70 રન છે. સુનીલ નારાયણ 15 બોલમાં 34 રન બનાવીને રમી રહ્યો છે. તેના બેટમાંથી અત્યાર સુધીમાં 3 ચોગ્ગા અને 3 છગ્ગા આવી ચૂક્યા છે. જ્યારે ડેબ્યૂ કરનાર અંગક્રિશ રઘુવંશી માત્ર 3 બોલમાં 10 રન બનાવીને રમતમાં છે.
સોલ્ટ આઉટ; તોફાની શરૂઆત વચ્ચે KKRની પહેલી વિકેટ પડી છે. સોલ્ટ એનરિક નોર્કિયાના બોલ પર કેચ આઉટ થયો હતો. તેણે 12 બોલમાં 4 ચોગ્ગાની મદદથી 18 રન બનાવ્યા હતા. અંગક્રિશ રઘુવંશી ત્રીજા નંબરે આવ્યા છે.
4 ઓવર સમાપ્ત: કોલકાતાએ 4 ઓવર પછી એકપણ વિકેટ ગુમાવ્યા વિના 58 રન બનાવી લીધા છે. હાલમાં ફિલિપ સોલ્ટ 9 બોલમાં 16 રન અને સુનીલ નારાયણ 15 બોલમાં 34 રન બનાવીને રમી રહ્યા છે. આ ઇનિંગમાં અત્યાર સુધી નારાયણે 3 ફોર અને 3 સિક્સર ફટકારી છે. નારાયણે ચોગ્ગા અને છગ્ગાનો વરસાદ કર્યો હતો.
3 ઓવર સમાપ્ત: 3 ઓવર પછી દિલ્હી કેપિટલ્સનો સ્કોર કોઈ વિકેટ વિના 32 રન છે. ખલીલ અહેમદે ત્રીજી ઓવર નાખી અને આ ઓવરમાં 15 રન આવ્યા. ફિલ સોલ્ટ 9 બોલમાં 16 રન અને સુનીલ નારાયણ 9 બોલમાં 8 રન બનાવીને રમી રહ્યો છે.
બીજી ઓવર સમાપ્ત: દિલ્હી તરફથી બીજી ઓવર ઈશાંત શર્માએ ફેંકી. આ ઓવરમાં કુલ 10 રન આવ્યા. ફિલ સોલ્ટે આ ઓવરમાં 2 ચોગ્ગા ફટકાર્યા હતા. બે ઓવર પછી KKRનો સ્કોર કોઈ વિકેટ વિના 17 રન છે.
કોલકાતાની બેટિંગ શરૂ થઈ ગઈ છે. ફિલ સોલ્ટ અને સુનીલ નારાયણ ક્રિઝ પર છે. સોલ્ટે મેચના પહેલા જ બોલ પર ચોગ્ગો ફટકાર્યો હતો. બોલ તેના બેટની ઉપરની કિનારી લઈને વિકેટકીપર પંતના ગ્લોવ્ઝને સ્પર્શી ગયો અને ચોગ્ગો લાગ્યો. ખલીલ અહેમદે પ્રથમ ઓવર નાંખી હતી. એક ઓવર પછી કોલકાતાનો સ્કોર કોઈ વિકેટ ગુમાવ્યા વિના સાત રન છે.
જાણો કોનું પલડું ભારે
IPLમાં દિલ્હી કેપિટલ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી રહી છે. DC અને KKR વચ્ચે અત્યાર સુધીમાં 32 મેચ રમાઈ છે. આ સમયગાળા દરમિયાન કોલકાતાએ 16 મેચ જીતી છે. તેમજ દિલ્હીએ 15 મેચ જીતી છે. આ દરમિયાન એક મેચ અનિર્ણિત રહી હતી. 3 એપ્રિલે યોજાનારી મેચમાં રિષભ પંત જીત સાથે બરાબરી કરવાનો પ્રયાસ કરશે. DC અને KKR વચ્ચેની મેચમાં દિલ્હીએ પ્રથમ બેટિંગ કરીને 5 મેચ જીતી છે. તેમજ ટીમે ટાર્ગેટનો પીછો કરતા 10 મેચ જીતી છે. બીજી તરફ પ્રથમ બેટિંગ કરતા કોલકાતા નાઈટ રાઈડર્સે 7 મેચ જીતી છે. લક્ષ્યનો પીછો કરતી વખતે KKRએ 9 મેચ જીતી છે.
વાયઝેગમાં બંને ટીમોના આંકડા
દિલ્હી કેપિટલ્સ વાયઝેગમાં અત્યાર સુધીમાં 6 મેચ રમી છે. આ સમયગાળા દરમિયાન ટીમને 3 જીત અને 3 હારનો સામનો કરવો પડ્યો છે. વાયઝેગમાં DCએ પ્રથમ બેટિંગ કરતી વખતે 2 અને લક્ષ્યનો પીછો કરતી વખતે 1 મેચ જીતી છે. બીજી તરફ કોલકાતા નાઈટ રાઈડર્સે આ મેદાન પર માત્ર 1 મેચ રમી છે. આ દરમિયાન KKRને હારનો સામનો કરવો પડ્યો હતો.
બંને ટીમોની પ્લેઈંગ-11
કોલકાતા નાઈટ રાઈડર્સ: ફિલિપ સોલ્ટ (wk), સુનીલ નારાયણ, વેંકટેશ ઐયર, શ્રેયસ ઐયર (c), રિંકુ સિંઘ, અંગક્રિશ રઘુવંશી, આન્દ્રે રસેલ, રમનદીપ સિંહ, મિચેલ સ્ટાર્ક, હર્ષિત રાણા, વરુણ ચક્રવર્તી.
ઈમ્પેક્ટ પ્લેયર: સુયશ શર્મા, અનુકુલ રોય, મનીષ પાંડે, વૈભવ અરોરા, રહેમાનુલ્લા ગુરબાઝ
દિલ્હી કેપિટલ્સ: પૃથ્વી શો, ડેવિડ વોર્નર, મિશેલ માર્શ, ઋષભ પંત (w/c), ટ્રિસ્ટન સ્ટબ્સ, અક્ષર પટેલ, સુમિત કુમાર, રસિક દાર સલામ, એનરિચ નોર્ખિયા, ઈશાંત શર્મા, ખલીલ અહેમદ
ઈમ્પેક્ટ પ્લેયર: અભિષેક પોરેલ, કુમાર કુશાગ્ર, પ્રવીણ દુબે, લલિત યાદવ, જેક ફ્રેઝર-મેકગર્ક










