• IPL 2024 માટે આવતીકાલનો દિવસ ખુબ ખાસ
  • આવતીકાલે રિટેન કરાયેલા ખેલાડીઓની યાદી જાહેર કરાશે
  • ટ્રે઼ડ વિંડો પણ આવતીકાલે થશે બંધ

IPL 2024 માટે 26 નવેમ્બર એટલે કે આવતીકાલે ખૂબ જ ખાસ દિવસ છે. આ દિવસે તમામ 10 ફ્રેન્ચાઇઝીના રિટેન કરાયેલા ખેલાડીઓની યાદી જાહેર કરવામાં આવશે. આ સાથે ટ્રેડ વિન્ડો પણ બંધ થશે. આવી સ્થિતિમાં આગામી 24 કલાકમાં કેટલાક મોટા સોદા અને ટ્રાન્સફર જોવા મળી શકે છે. અત્યાર સુધી માત્ર ત્રણ ખેલાડીઓની બદલી કરવામાં આવી છે અને ચોથું નામ હાર્દિક પંડ્યા સામે આવી રહ્યું છે, જેના પર સત્તાવાર નિવેદન આવવાનું બાકી છે.

અત્યાર સુધી આ ખેલાડીઓની કરવામાં આવી અદલાબદલી

22 નવેમ્બરે રાજસ્થાન રોયલ્સ અને લખનઉ સુપર જાયન્ટ્સ વચ્ચે ટ્રેડ થયો હતો. જેમાં રાજસ્થાન રોયલ્સે તેમના બેટ્સમેન દેવદત્ત પડિકલ (રૂ. 7.75 કરોડ) અને લખનઉ સુપર જાયન્ટ્સે તેમના બોલર અવેશ ખાન (રૂ. 10 કરોડ)ની અદલાબદલી કરી હતી. મતલબ કે હવે અવેશ ખાન રોયલ્સની જર્સીમાં અને દેવદત્ત પડિકલ જાયન્ટ્સની જર્સીમાં જોવા મળશે. આ પહેલા બીજી ટ્રાન્સફર થઈ હતી. 3 નવેમ્બરના રોજ, રોમારિયો શેફર્ડ મુંબઈ ઈન્ડિયન્સમાં ગયો. તે અગાઉ લખનઉ સુપર જાયન્ટ્સ ટીમનો ભાગ હતો.

શું હાર્દિક પંડ્યા બનશે મુંબઈનો આગામી કેપ્ટન?

હાર્દિક પંડ્યા IPL 2023થી મુંબઈ ઈન્ડિયન્સના સંપર્કમાં હતો. વર્લ્ડકપ 2023 પહેલા પણ તેની અને મુંબઈની ફ્રેન્ચાઈઝી વચ્ચે વાટાઘાટો થઈ ગઈ હતી. હવે માત્ર સત્તાવાર ઔપચારિકતાઓ પૂર્ણ કરવાની બાકી છે. આવી સ્થિતિમાં હાર્દિકનું મુંબઈ ઈન્ડિયન્સમાં જવું લગભગ નિશ્ચિત છે. સવાલ એ છે કે શું હવે હાર્દિક પંડ્યા રોહિત શર્માની જગ્યાએ મુંબઈ ઈન્ડિયન્સની કેપ્ટનશીપ કરશે કે મુંબઈએ રોહિતને છોડવાની યોજના બનાવી છે. એવી પણ શક્યતા છે કે રોહિતના બદલામાં હાર્દિકને ગુજરાતમાંથી મુંબઈ લઈ જવામાં આવે.

મોટા ખેલાડીઓની થઈ શકે છુટ્ટી

આવતીકાલે રિટેંશન લિસ્ટ સામે આવ્યા બાદ રિલીઝ ખેલાડીઓ અને નવા રજિસ્ટર્ડ ખેલાડીની હરાજી માટેની તૈયારીઓ શરૂ થશે. એવું માનવામાં આવે છે કે ફ્રેન્ચાઇઝી ઘણા મોંઘા વિદેશી ખેલાડીઓને રિલીઝ કરી શકે છે. જેમાં બેન સ્ટોક્સ, સેમ કરન, જોફ્રા આર્ચર, કેમેરોન ગ્રીન અને હેરી બ્રૂક જેવા નામ સામેલ છે. ઉલ્લેખીય છે કે, IPL 2024 માટે 19 ડિસેમ્બરે દુબઈમાં હરાજી થવાની છે.

  • Follow us on: