• અમને વિશ્વાસ હતો કે અમે પોઇન્ટ ટેબલને બદલી શકીશું

  • વિરાટ કોહલીની ઊર્જા ટીમના સાથીઓને કાંઇક સારું કરી બતાવવા પ્રેરે છે: પાટીદાર
  • પાટીદારે કહ્યું કે વિરાટ કોહલી સ્થિતિની ચિંતા કર્યા વિના મેદાન પર બધા માટે ઊર્જા ઉત્પન્ન કરે છે

આઇપીએલ 2024માં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (આરસીબી)એ ચેન્નાઇ કિંગ્સને પરાજિત કરીને પ્લેઓફમાં સ્થાન પાકું કર્યું તે પછી બેટ્સમેન રજત પાટીદારે કોહલીની પ્રશંસા કરી છે. તેમણે કહ્યું કે વિરાટ કોહલીની ઊર્જા ટીમના સાથીઓને કાંઇક સારું કરી બતાવવા પ્રેરે છે. મેચમાં કોહલીએ ઓપનિંગમાં આવીને ફાફ ડુ પ્લેસિસ સાથે મજબૂત ભાગીદારી નોંધાવી હતી. તેમણે 47 રન બનાવ્યા કે જેના પગલે બેંગ્લુરુને પાંચ વિકેટે 218ના સ્કોર સુધી પર હોંચવામાં મદદ મળી હતી. પાટીદારે કહ્યું કે વિરાટ કોહલી સ્થિતિની ચિંતા કર્યા વિના મેદાન પર બધા માટે ઊર્જા ઉત્પન્ન કરે છે. તમામ ખેલાડી તેમની પાસેથી શીખતા હોય છે. અભિયાનના આરંભમાં આરસીબીની પ્લેઓફની રાહમાં મોટી રૂકાવટ આવી હતી કેમ કે તેણે 8મેચમાંથી માત્ર એક મેચ જીતી હતી. તે પછી બેંગ્લુરુ સ્થિત ફ્રેન્ચાઇઝીએ કદી પાછું વાળીને જોયું નથી અને સતત છ ગેમ જીતીને પોઇન્ટ ટેબલમાં ટોચના ચાર સ્થાનમાં સ્થાન બનાવી લીધું છે.

પાટીદારે કહ્યું કે અમને વિશ્વાસ હતો કે અમે પોઇન્ટ ટેબલને બદલી શકીશું. આરસીબી ભૂતકાળમાં પણ આવું કરી ચુકી છે. અમારી પાસે અનુભવી ખેલાડી હતા. ટીમ વાતાવરણ પણ સારુ હતું. બધાને વિશ્વાસ હતો કે પોઇન્ટ ટેબલને બદલી શકાશે. અમારી ટીમમાં ડીકે, વિરાટ, કાફ અને ગ્રીન જેવા અનુભવી ખેલાડી છે. તેને પગલે મને ઘણું શીખવા મળ્યું. તેમના અનુભવથી મને ખૂબ મદદ મળી.


  • Follow us on: