- IPL 2024ની શરૂઆત 22 માર્ચથી થશે
- પ્રથમ મેચ ચેન્નઈ અને બેંગ્લોર વચ્ચે રમાશે
- IPL પહેલા કોહલી લંડનથી ભારત પરત ફર્યો
IPL 2024 પહેલા રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના ફેન્સ માટે સારા સમાચાર છે. RCBનો અનુભવી ખેલાડી 2 મહિના બાદ ભારત પરત ફર્યો છે. આના કારણે RCB ફેન્સની ખુશીની કોઈ સીમા નથી. RCBના તમામ મોટા ખેલાડીઓ એક પછી એક ટીમ સાથે જોડાઈ રહ્યા હતા, પરંતુ વિરાટ કોહલીને લઈને કોઈ અપડેટ સામે આવ્યું ન હતું. હવે કિંગ કોહલી લંડનથી ભારત પરત ફર્યા છે. હવે તે એક-બે દિવસમાં RCBમાં જોડાઈ શકે છે. RCBના ફેન્સ માટે આનાથી સારા સમાચાર હોઈ શકે નહીં.
છેલ્લી મેચ 13 જાન્યુઆરીએ રમી
વિરાટ કોહલી પિતા બનવાનો હતો. આ કારણથી તે ઈંગ્લેન્ડ સામેની 5 મેચની ટેસ્ટ સીરિઝની શરૂઆત પહેલા જ લંડન ગયો હતો. વિરાટની પત્ની અનુષ્કા શર્માએ પુત્રને જન્મ આપ્યો છે. વિરાટે પોતાના પુત્રનું નામ અકાય રાખ્યું છે. હવે લગભગ 2 મહિના પછી વિરાટની વાપસી એ IPLના દૃષ્ટિકોણથી માત્ર સારા સમાચાર નથી, પરંતુ T20 વર્લ્ડકપને ધ્યાનમાં રાખીને ભારતીય ટીમ માટે પણ સારા સમાચાર છે. આવી સ્થિતિમાં, આ 2 મહિનાના બ્રેક પછી ખેલાડી કેવું પ્રદર્શન કરે છે તે જોવું રસપ્રદ રહેશે. તેણે તેની છેલ્લી મેચ 13 જાન્યુઆરી 2024ના રોજ અફઘાનિસ્તાન સામે રમી હતી. આ મેચમાં તેણે 29 રનની ઇનિંગ રમી હતી.
22 માર્ચથી IPLનો પ્રારંભ
વિરાટ કોહલીને કોઈપણ મેચ રમ્યાને 2 મહિનાથી વધુ સમય થઈ ગયો છે. આવી સ્થિતિમાં કિંગ કોહલી IPL 2024માં કેવી રીતે તબાહી મચાવે છે તે જોવું રસપ્રદ રહેશે. હંમેશની જેમ, RCBના ફેન્સને ફરી એકવાર આશા છે કે તેમની બેંગ્લોરની ટીમ IPL ટ્રોફી જીતશે. RCBની ટીમે પણ આ અંગે તૈયારી કરી લીધી છે. ફાફ ડુ પ્લેસિસથી લઈને ગ્લેન મેક્સવેલ સુધી દરેક આ લીગ માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. ખાસ વાત એ છે કે બેંગ્લોરે ટૂર્નામેન્ટની પ્રથમ મેચ ચેન્નાઈ સામે 22 માર્ચથી રમવાની છે.
T20 વર્લ્ડકપ રમવાને લઈને કન્ફયુઝન
તમને જણાવી દઈએ કે વિરાટ કોહલી T20 વર્લ્ડકપ રમશે કે નહીં, આ પણ એક મોટો સવાલ છે. મીડિયા રિપોર્ટ્સમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે વિરાટ કોહલીને T20 વર્લ્ડકપ માટે પસંદ કરવામાં આવશે નહીં. ટીમ સિલેક્ટર વિરાટને વર્લ્ડકપ માટે પસંદ કરવાના પક્ષમાં નથી. પસંદગીકારનું માનવું છે કે કોહલીની જગ્યાએ યુવા ખેલાડીઓને ટીમમાં સામેલ કરવામાં આવશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ટીમ સિલેક્ટરનું કહેવું છે કે T20 વર્લ્ડકપ યુએસએ અને વેસ્ટ ઈન્ડિઝમાં રમાશે. આ મેદાનની સ્થિતિ કોહલીને શૂટ કરશે નહીં, કોહલી અહીં તોફાની બેટિંગ કરી શકશે નહીં, તેથી જ પસંદગીકાર તેને પસંદ ન કરવાના પક્ષમાં છે. આવી સ્થિતિમાં આ રિપોર્ટમાં કેટલું સત્ય છે તે જોવું રહ્યું.