- IPL 2024માં વિરાટ કોહલીનું શાનદાર પ્રદર્શન
- KKR સામે 59 બોલમાં 83 રનની અણનમ ઇનિંગ રમી
- ક્રિસ ગેલ અને ડી વિલિયર્સના બે મોટા રેકોર્ડ તોડ્યા
IPL 2024ની સિઝનમાં વિરાટ કોહલીનું શાનદાર પ્રદર્શન જારી રહ્યું છે. તેણે પ્રથમ ત્રણ મેચમાં બે ફિફ્ટી ફટકારી છે અને તેની પાસે ઓરેન્જ કેપ પણ છે. તેણે શુક્રવારે KKR સામે 59 બોલમાં 83 રનની અણનમ ઇનિંગ રમી હતી. આ ઇનિંગમાં વિરાટે ચાર ફોર અને ચાર સિકસર ફટકારી હતી. આ ઇનિંગમાં ચાર સિક્સરની મદદથી તેણે ક્રિસ ગેલ અને એબી ડી વિલિયર્સના બે રેકોર્ડ તોડ્યા હતા. આ સાથે કિંગ કોહલી IPLનો નવો સિક્સર કિંગ પણ બની ગયો છે. તેણે ગેલ અને ડી વિલિયર્સના બે મોટા રેકોર્ડ તોડ્યા છે.
વિરાટ ધોનીથી આગળ નીકળી ગયો
વિરાટ કોહલી હવે IPLમાં કોઈપણ એક ટીમ અને RCB માટે સૌથી વધુ સિક્સર મારનાર ખેલાડી બની ગયો છે. તેણે આ બંને કેસમાં ક્રિસ ગેલ અને એબી ડી વિલિયર્સને પાછળ છોડ્યા હતા. તે RCB અથવા IPLમાં કોઈપણ એક ટીમ માટે સૌથી વધુ સિકસર મારનાર ખેલાડી બની ગયો છે. IPLમાં સૌથી વધુ 357 સિક્સર ફટકારવાનો રેકોર્ડ ક્રિસ ગેલના નામે છે. આ યાદીમાં પણ વિરાટ 241 સિકસર સાથે ચોથા સ્થાને છે. આ મામલે વિરાટે એમએસ ધોની (239 સિક્સર)ને પાછળ છોડી દીધો છે.
IPLમાં કોઈપણ એક ટીમ માટે સૌથી વધુ સિકસ
- 241 સિક્સર- વિરાટ કોહલી (RCB)
- 239 સિક્સર- ક્રિસ ગેલ (RCB)
- 238 સિકસર- એબી ડી વિલિયર્સ (RCB)
- 223 સિક્સર- કિરોન પોલાર્ડ (MI)
- 209 સિક્સર- રોહિત શર્મા (MI)
IPLમાં RCB માટે સૌથી વધુ સિકસ
- 241- વિરાટ કોહલી
- 239-ક્રિસ ગેલ
- 238- એબી ડી વિલિયર્સ
- 67- ગ્લેન મેક્સવેલ
- 50- ફાફ ડુ પ્લેસિસ
વિરાટની બેટિંગ પર ઉઠ્યા સવાલ
વિરાટ કોહલીએ 83 રનની શાનદાર ઇનિંગ રમી હતી પરંતુ તેમ છતાં તે શંકાના દાયરામાં આવ્યો હતો. છેલ્લી ચાર-પાંચ ઓવરમાં તેની બેટિંગ પર સવાલો ઉભા થયા હતા. તેણે શાનદાર શરૂઆત કરી હતી પરંતુ અંતિમ ઓવરોમાં તેની ધીમી બેટિંગથી નિરાશ થયો હતો. આ પછી તેની સ્ટ્રાઈક રેટ પર અનેક સવાલો ઉઠવા લાગ્યા છે.