- IPLમાં ગુજરાત ટાઇટન્સનું પ્રદર્શન ઘણું શાનદાર રહ્યું છે
- ટીમ બે વખત ફાઇનલમાં જગ્યા બનાવી ચૂકી છે
- ટીમના હેડ કોચને લઈને મોટું અપડેટ સામે આવ્યું છે
IPLની છેલ્લી ત્રણ સિઝનમાં ગુજરાત ટાઇટન્સનું પ્રદર્શન ઘણું શાનદાર રહ્યું છે. ટીમ બે વખત ફાઇનલમાં જગ્યા બનાવી ચૂકી છે. આ સમયગાળા દરમિયાન ગુજરાતે એક વખત ટાઇટલ પણ જીત્યું છે. આ દરમિયાન, ટીમના હેડ કોચ આશિષ નેહરાના ભવિષ્યને લઈને એક મોટું અપડેટ સામે આવ્યું છે. ગુજરાત ટાઇટન્સ આ વર્ષના અંતમાં યોજાનારી મેગા હરાજી પહેલા તેના કોચિંગ સ્ટાફમાં ફેરફાર કરી શકે છે.
એક રિપોર્ટ અનુસાર ગુજરાત ટાઇટન્સનું મેનેજમેન્ટ હાલમાં ટીમના કોચિંગ સ્ટાફને બદલવાની વિચારણા કરી રહ્યું છે. આ ટીમના કોચિંગ સ્ટાફમાં ક્રિકેટના ડિરેક્ટર તરીકે વિક્રમ સોલંકી, હેડ કોચ તરીકે આશિષ નેહરા અને માર્ગદર્શક તરીકે ગેરી કર્સ્ટનનો સમાવેશ થાય છે. ગેરી કર્સ્ટન પહેલાથી જ ટીમથી અલગ થઈ ચૂક્યો છે. હાલમાં તે પાકિસ્તાનની મર્યાદિત ઓવરોની ટીમનો કોચ છે.













