હાલમાં તમામ ફ્રેન્ચાઇઝીએ IPL 2025 માટે રિટેન્શન લિસ્ટ જાહેર કરી છે. જેમાં શાનદાર પ્રદર્શન કરનારા ખેલાડીઓને રિટેન કરવામાં આવ્યા પરંતુ કેટલાક ખેલાડીઓને રિલીઝ પણ કરાયા છે. આ તમામ ખેલાડીઓની કિસ્મતનો નિર્ણય હવે મેગા ઓક્શનમાં થશે. આ દરમિયાન ઘણી ફ્રેન્ચાઈઝી પોતાના પ્લાન મુજબ ઘણા મોટા ખેલાડીઓને ટાર્ગેટ કરવાની યોજના બનાવી રહી છે, પરંતુ હવે એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે, જે જાણીને બધા નિરાશ થઈ શકે છે.


મેગા ઓક્શનનો નહી બને ભાગ !

મળતી માહિતી મુજબ ઈંગ્લેન્ડના ટેસ્ટ કેપ્ટન બેન સ્ટોક્સ આઈપીએલની 18મી સિઝનમાંથી પોતાનું નામ પાછું ખેંચી શકે છે અને આ કારણોસર તે મેગા ઓક્શનનો ભાગ નહીં બની શકે. એક રિપોર્ટ મુજબ બેન સ્ટોક્સ ઇગ્લેન્ડ માટે ટેસ્ટ ક્રિકેટ રમવાને પ્રાથમિકતા આપવા માટે આગામી વર્ષ થનારા આઇપીએલ સિઝનમાંથી હટી જશે. ઈંગ્લેન્ડ આવતા વર્ષે રેડ બોલ ક્રિકેટમાં ખૂબ જ વ્યસ્ત રહેવાનું છે. ઇંગ્લેન્ડની ટીમ આગામી પાંચ મેચોની ટેસ્ટ સીરિઝમાં ભારતની યજમાની કરશે. ત્યારબાદ તેઓ એશિઝ 2025-26 માટે ઓસ્ટ્રેલિયાનો પ્રવાસ પણ કરવો પડશે. એવામાં બે મોટી સિરીઢમાં સફળતા મેળવવા માટે સ્ટોક્સ આઇપીએલની કુર્બાની આપવાનું મન બનાવી રહ્યા છે.

હટી શકે છે આઇપીએલમાં ?

જો બેન સ્ટોક્સ જેવો મોટો ખેલાડી આઈપીએલમાંથી ખસી જવાનો નિર્ણય લે તો ઈંગ્લેન્ડના ઘણા ટેસ્ટ ખેલાડીઓ પણ આવું કરી શકે છે. આવી સ્થિતિમાં તમામ ખેલાડીઓ મેગા ઓક્શનમાં પોતાનું નામ પરત નહી મોકલે. જો કે બેન સ્ટોક્સ સહિત અન્ય ઇંગ્લિશ ખેલાડીઓ મેગા ઓક્શનમાં ભાગ નહીં લે તો તેઓ આવતા વર્ષે યોજાનારી મિની ઓક્શનનો ભાગ બની શકશે નહીં. નવા નિયમો અનુસાર હવે વિદેશી ખેલાડીઓ ડાયરેક્ટ મિની ઓક્શનમાં નહીં આવી શકે, આ માટે તેમણે મેગા ઓક્શનમાં ભાગ લેવો જરૂરી છે.

2023માં આઇપીએલમાં રમ્યા હતા

સ્ટોક્સ છેલ્લે 2023માં આઈપીએલમાં રમ્યા હતા અને 2024ની સિઝન છોડી દીધી હતી. સ્ટોક્સ આઈપીએલમાં રાઈઝિંગ પુણે સુપર જાયન્ટ્સ, રાજસ્થાન રોયલ્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ તરફથી રમી ચૂક્યો છે. IPL 2023ની હરાજીમાં તેને ચેન્નાઈ સ્થિત ફ્રેન્ચાઈઝીએ રૂ. 16.25 કરોડમાં સાઈન કર્યો હતો પરંતુ ફિટનેસ સંબંધિત સમસ્યાઓને કારણે તે ફ્રેન્ચાઈઝી માટે માત્ર બે મેચ જ રમી શક્યો હતો.


  • Follow us on: