IPL 2025ની મેગા ઓક્શનમાં 13 વર્ષના ખેલાડી વૈભવ સૂર્યવંશીને લઈને ઘણી ચર્ચા થઈ હતી. તે આઈપીએલના ઈતિહાસમાં સૌથી યુવા ખેલાડી તરીકે વેચાયો હતો. વૈભવની ઉંમરને લઈને અનેક સવાલો ઉભા થયા હતા. ચાહકોએ સોશિયલ મીડિયા દ્વારા એવો પણ આરોપ લગાવ્યો હતો કે વૈભવ 13 વર્ષથી મોટો છે. હવે વૈભવ પોતે જ તેની ઉંમરને લઈને બેવડો જવાબ આપીને ફસાઈ રહ્યો છે.


જન્મ તારીખને લઈ ખુદ આપ્યો અલગ-અલગ જવાબ

વાસ્તવમાં વૈભવે તેના જન્મદિવસની અલગ અલગ તારીખો જણાવી હતી. લગભગ એક વર્ષ પહેલા એક ઈન્ટરવ્યુમાં વૈભવે કહ્યું હતું કે તેનો જન્મદિવસ 27 સપ્ટેમ્બરે છે. આ સિવાય અન્ય એક ઈન્ટરવ્યુમાં વૈભવે જણાવ્યું કે તેનો જન્મદિવસ 27 માર્ચે છે. જો કે, તેમણે બંને વખત તેમના જન્મનું વર્ષ 2011 આપ્યું હતું.


રાજસ્થાને પોતાની ટીમમાં કર્યો સામેલ

અહેવાલ અનુસાર, વૈભવનો જન્મ 13 માર્ચ, 2011ના રોજ થયો હતો અને હાલમાં તેની ઉંમર 13 વર્ષની છે. વૈભવ બિહાર માટે ડોમેસ્ટિક ક્રિકેટ રમે છે. તે 13 વર્ષની ઉંમરમાં કરોડપતિ બની ગયો છે. હવે જોવાનું એ રહે છે કે IPL 2025માં વૈભવને રાજસ્થાન તરફથી કેટલી તકો મળે છે અને તે આંતરરાષ્ટ્રીય બોલરો સામે કેવું પ્રદર્શન કરે છે. બધાની નજર વૈભવ પર હશે.

વૈભવ સૂર્યવંશીની કારકિર્દી

તમને જણાવી દઈએ કે અત્યાર સુધી વૈભવ તેની કારકિર્દીમાં 5 ફર્સ્ટ ક્લાસ મેચ અને એક T20 મેચ રમી ચૂક્યો છે. તેણે આ વર્ષે (2024) માં ફર્સ્ટ ક્લાસ ડેબ્યૂ કર્યું હતું. વૈભવે 10 ફર્સ્ટ ક્લાસ ઇનિંગ્સમાં 100 રન બનાવ્યા છે, જેમાં તેનો હાઇ સ્કોર 41 રન હતો. તેના બેટમાંથી હજુ સુધી કોઈ મોટી ઇનિંગ્સ આવી નથી. આ સિવાય તેણે 2 ફર્સ્ટ ક્લાસ ઇનિંગ્સમાં બોલિંગ દરમિયાન 1 વિકેટ પણ લીધી છે. બાકીની ટી20ની એકમાત્ર મેચમાં વૈભવે 13 રન બનાવ્યા હતા.


  • Follow us on: