• મેગા ઓક્શનને લઈને BCCI અને તમામ ફ્રેન્ચાઈઝી વચ્ચે બેઠક
  • IPL 2025માં ઘણી ટીમોમાં થઇ શકે છે મોટા બદલાવ
  • IPL હરાજીમાં સૌથી મોંઘા વેચાઈ શકે છે આ 3 ખેલાડી

IPL 2025 પહેલા મેગા ઓક્શનને લઈને BCCI અને તમામ ફ્રેન્ચાઈઝી વચ્ચે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં તમામ ટીમના માલિકોએ તેમના વિચારો વ્યક્ત કર્યા હતા. આ બેઠકમાં રિટેન, RTM અને અનકેપ્ડ ખેલાડીઓ અંગે ઘણી ચર્ચા થઈ હતી પરંતુ BCCI દરેકના સૂચનો લેશે અને ઓગસ્ટના અંતમાં કોઈ નિષ્કર્ષ પર પહોંચશે. IPL મેગા ઓક્શન પહેલા સાંભળવા મળી રહ્યું છે કે કેટલાક દિગ્ગજ અને ખતરનાક ખેલાડીઓ તેમની જૂની ટીમ છોડી દેશે, તો કેટલાક નિયમો અનુસાર તેઓ તેમની ટીમમાં ભાગ્યે જ જોવા મળશે.

સ્ટાર્કનો તુટી શકે છે રેકોર્ડ

આવી સ્થિતિમાં અમે તે ત્રણ ખેલાડીઓ વિશે વાત કરીશું જે આગામી IPL હરાજીમાં સૌથી મોંઘા વેચાઈ શકે છે. કોહલી કે બુમરાહનું નામ આ લિસ્ટમાં નથી પરંતુ આ ખેલાડીઓ મિચેલ સ્ટાર્કનો 24.75 કરોડ રૂપિયાનો રેકોર્ડ તોડી શકે છે.

જેક ફ્રેઝર મેકગર્ક

IPL 2024માં દિલ્હી કેપિટલ્સે ઓસ્ટ્રેલિયાના જેક ફ્રેઝર મેકગર્કને પોતાની ટીમમાં સામેલ કર્યો અને જ્યારે તેને તક મળી ત્યારે તેણે આક્રમક બેટિંગ કરી. તેની બેટિંગથી માત્ર ખેલાડીઓ જ પ્રભાવિત નથી થયા પરંતુ દિલ્હી ટીમના ચાહકો પણ તેની બેટિંગના પ્રશંસક બની ગયા હતા. જો કે, જો દિલ્હીની ટીમ તેને રિટેન નહીં કરે તો તેની વિસ્ફોટક શૈલીને કારણે અન્ય કોઈ ટીમ તેના પર પૈસાનો વરસાદ કરી શકે છે.

રોહિત શર્મા

સુત્રોના જણાવ્યા અનુસાર મુંબઈ ઈન્ડિયન્સના ભૂતપૂર્વ કેપ્ટન રોહિત શર્મા પણ આગામી IPL પહેલા પોતાની ટીમથી અલગ થઈ શકે છે. અહેવાલો અનુસાર રોહિત શર્મા મુંબઈની ટીમ છોડીને અન્ય કોઈ ટીમ સાથે જોડાઈ શકે છે. જો તેમનો ટ્રેડ ન થાય અને તે હરાજીમાં ભાગ લે તો તેની કિંમત કરોડો રૂપિયા હોઈ શકે છે. હરાજીમાં તે મિચેલ સ્ટાર્કનો 25 કરોડ રૂપિયાનો રેકોર્ડ તોડી શકે છે.

હેનરિક ક્લાસેન

સનરાઇઝર્સ હૈદરાબાદનો વિસ્ફોટક બેટ્સમેન હેનરિક ક્લાસેન પણ આ વખતે હરાજીમાં સામેલ થઈ શકે છે. એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે IPLના નિયમો અનુસાર ટીમ માત્ર 2 વિદેશી ખેલાડીઓને જ રિટેન કરી શકે છે. આવી સ્થિતિમાં હૈદરાબાદની ટીમ મૂંઝવણમાં છે કારણ કે તે કેપ્ટન પેટ કમિન્સ સાથે ટ્રેવિસ હેડને જાળવી રાખવા માંગશે. આવી સ્થિતિમાં જો ક્લાસેન હરાજીમાં આવે છે તો તેના માટે પણ કરોડોની બોલી લાગી શકે છે.

  • Follow us on: