ભારત પાકિસ્તાન તણાવ વચ્ચે IPL 2025 એક અઠવાડિયા માટે મુલતવી રાખવામાં આવી હતી. જોકે, હવે ફરીથી IPL 2025 શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.


12 મેના રોજ, બીસીસીઆઈએ નવું શેડ્યુલ જાહેર કર્યું. આ ટુર્નામેન્ટ 17 મેથી શરૂ થશે. ફાઈનલ 3 જૂને રમાશે. નવા શેડ્યૂલ મુજબ, મેચ 6 સ્થળોએ રમાશે. આ સિવાય પંજાબ કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચેની મેચ ફરીથી રમાશે.

17 મેથી શરૂ થશે IPL 2025ની બાકી મેચ

IPL 2025 ના નવા શેડ્યૂલમાં પહેલી મેચ 17 મેના રોજ RCB અને KKR વચ્ચે રમાશે. આ મેચ બેંગલુરુમાં રમાશે. જ્યારે ફાઇનલ મેચ ૩ જૂને યોજાવાની છે. આઈપીએલના નવા શેડ્યૂલ મુજબ, બાકીના 17 મેચ 6 સ્થળોએ રમાશે. IPL 2025ની બાકીની મેચો બેંગલુરુ, જયપુર, દિલ્હી, લખનૌ, મુંબઈ, અમદાવાદમાં રમાશે. ક્વોલિફાયર 1, એલિમિનેટર અને ક્વોલિફાયર 2 સિવાય, ફાઈનલ મેચનું સ્થળ હજુ સુધી નક્કી થયું નથી.

IPL 2025 નું નવું શેડ્યુલ

IPL 2025 નું નવું શેડ્યૂલ જાહેર કરવામાં આવ્યું છે. ટુર્નામેન્ટની બાકીની મેચો માટે 6 મેદાન પસંદ કરવામાં આવ્યા છે. નવા શેડ્યૂલ મુજબ, હજુ 17 મેચ બાકી છે અને ફાઈનલ મેચની નવી તારીખ પણ જાહેર કરવામાં આવી છે.

સરકાર, સુરક્ષા એજન્સીઓ અને તમામ હિસ્સેદારો સાથે ચર્ચા કર્યા પછી, BCCI એ 17 મેથી ટુર્નામેન્ટ ફરી શરૂ કરવાનો નિર્ણય લીધો છે. નવા શેડ્યુલમાં, બે દિવસે બે મેચ રમાશે, જેના માટે રવિવારનો દિવસ પસંદ કરવામાં આવ્યો છે. જ્યારે ટુર્નામેન્ટ ફરી શરૂ થશે, ત્યારે પ્રથમ મેચ કોલકાતા નાઈટ રાઈડર્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ વચ્ચે બેંગલુરુમાં રમાશે.

પ્લેઓફ મેચ ક્યારે શરૂ થશે?

જુના શેડ્યુલ મુજબ, પ્લેઓફ સ્ટેજ 20 મેથી શરૂ થવાનો હતો. હવે નવા શેડ્યુલ મુજબ, પ્લેઓફ સ્ટેજ 29 મેથી શરૂ થશે. પ્રથમ ક્વોલિફાયર 29 મેના રોજ રમાશે. એલિમિનેટર મેચ 30 મેના રોજ, બીજી ક્વોલિફાયર મેચ 1 જૂનના રોજ અને ફાઈનલ મેચ 3 જૂનના રોજ રમાશે. પ્લેઓફ મેચોના સ્થળોની જાહેરાત પછીથી કરવામાં આવશે.


  • Follow us on: