ઈન્ડિયન પ્રીમિયર લીગ તેની શરૂઆતથી જ તેના દર્શકોના જોવાના અનુભવને વધારવાનો પ્રયાસ કરી રહી છે. તેમને આ દિશામાં વધુ એક નવું પગલું ભર્યું છે. આ વખતે IPL 2025 માં, એક એવી ટેકનોલોજી રજૂ કરવામાં આવી છે જે ક્રિકેટ જોવાની રીતને સંપૂર્ણપણે બદલી શકે છે.


IPL ટેલિકાસ્ટ ટીમને એક નવો સભ્ય મળ્યો છે. દિલ્હી કેપિટલ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચેની મેચ પહેલા પ્રેક્ટિસ સેશન દરમિયાન, આ સભ્ય મેદાનમાં ઘૂસી ગયો, જેને જોઈને ખેલાડીઓ ડરી ગયા. ઈન્ડિયન પ્રીમિયર લીગે તેનો વીડિયો તેના ઓફિશિયલ સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કર્યો છે.

ખેલાડીઓ અને કોમેન્ટેટર્સ રોબોટ ડોગથી ડરી ગયા

IPLના ઓફિશિયલ સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક વિચિત્ર રોબોટ મેદાનમાં ફરતો હોય છે, જેને જોઈને ખેલાડીઓ અને કોમેન્ટેટર્સ ડરી ગયા. આ ઘટના ત્યારે બની જ્યારે દિલ્હી કેપિટલ્સ અને મુંબઈ ઈન્ડિયન્સના ખેલાડીઓ દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં પ્રેક્ટિસ કરી રહ્યા હતા.


દિલ્હી કેપિટલ્સના કેપ્ટન અક્ષર પટેલ આ રોબોટ ડોગને જોઈને દંગ રહી ગયા. તેને પૂછ્યું, "આ શું છે?" આ સિવાય મુંબઈ ઈન્ડિયન્સના ફાસ્ટ બોલર રીસ ટોપલી અને કોમેન્ટેટર ડેની મોરિસન રોબોટ જોઈને ડરી ગયા હતા. રીસ ટોપલીએ પૂછ્યું, "આ કેવા પ્રકારનો ડોગ છે?" મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન હાર્દિક પંડ્યાએ પણ આ મશીનની પ્રશંસા કરી.

ફેન્સ પૂછી રહ્યા છે નામ

આ રોબોટ ડોગને જોયા પછી અનુભવી કોમેન્ટેટર ડેની મોરિસન શરૂઆતમાં ડરી ગયા હતા, પરંતુ પછી તેમને તેના વિશે માહિતી મળી. તેમને આશા વ્યક્ત કરી કે ફેન્સ આ ટેકનોલોજીનો આનંદ મળશે. મોરિસને આ મશીનની કેટલીક અનોખી વિશેષતાઓ બતાવી. આ રોબોટ ડોગે ખેલાડીઓ સાથે હાથ મિલાવીને તેમના રોબોટિક પંજાનો ઉપયોગ કરીને તેમનું સ્વાગત કર્યું. તેમાં સ્થાપિત હાઈ-રિઝોલ્યુશન કેમેરા વિશે વાત કરતા, મોરિસને કહ્યું કે આ ડિવાઈઝ પ્રસારણને સંપૂર્ણપણે નવું પરિમાણ આપી શકે છે.

મોરિસનને પણ તેનો "લવ પોઝ" ખૂબ ગમ્યો, જેને જોઈને અન્ય ખેલાડીઓ પણ હસવા લાગ્યા. તેમને ફેન્સને આ નવા સભ્યનું નામ જણાવવાની અપીલ કરી છે. મોરિસને કહ્યું કે બેસ્ટ નામ ધરાવતા ફેનને એક ખાસ સેરેમનીનો ભાગ બનવાની તક મળશે. તેને રોબોટ ડોગ સાથે પણ રેસ રમી હતી, પરંતુ અંતે તેને સ્વીકારવું પડ્યું કે આ મશીન તેના કરતા ઘણું ઝડપી હતું.


  • Follow us on: