ટીમ ઈન્ડિયાના સ્ટાર સ્પિન બોલર આર અશ્વિને IPL 2025 મેગા ઓક્શન પહેલા તેની યુટ્યુબ ચેનલ પર એક મોક ઓક્શનનું આયોજન કર્યું હતું. જેમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ફ્રેન્ચાઈઝીએ પોતાની ટીમમાં ઘણા આશ્ચર્યજનક નામોનો સમાવેશ કર્યો હતો. જેમાં દિલ્હી કેપિટલ્સના પૂર્વ ઓપનર ડેવિડ વોર્નર અને રાજસ્થાન રોયલ્સના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર ટ્રેન્ટ બોલ્ટનું નામ પણ સામેલ છે.
RCBમાં જોડાયા વોર્નર-બોલ્ટ
આર અશ્વિનની યુટ્યુબ ચેનલ પર આયોજિત મોક ઓક્શનમાં ડેવિડ વોર્નર અને ટ્રેન્ટ બોલ્ટે RCBમાં ગયા હતા. જ્યારે RCBએ વોર્નર માટે 5 કરોડ રૂપિયા ખર્ચ્યા હતા, જ્યારે ટ્રેન્ટ બોલ્ટને 13.50 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. જે બાદ વોર્નરને RCBમાં વિરાટ કોહલીના પાર્ટનર તરીકે જોવામાં આવી રહ્યો છે. હકીકતમાં, મેગા ઓક્શન પહેલા રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે પોતાના કેપ્ટન ફાફ ડુ પ્લેસિસ અને ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજને રિલીઝ કર્યા હતા. જે પછી ફ્રેન્ચાઇઝીને હવે ઓપનિંગ બેટ્સમેન અને ફાસ્ટ બોલરની જરૂર છે.
વોર્નરે RCB સામે બનાવ્યા હતા સૌથી વધુ રન
વાસ્તવમાં ડેવિડ વોર્નર છેલ્લા ઘણા સમયથી દિલ્હી કેપિટલ્સ તરફથી IPLમાં રમી રહ્યો હતો. આ પહેલા વોર્નર સનરાઈઝર્સ હૈદરાબાદ તરફથી ક્રિકેટ રમી ચૂક્યો હતો અને ટીમને ટાઈટલ પણ અપાવ્યો હતો. ખાસ વાત એ છે કે IPLમાં વોર્નરે RCB સામે સૌથી વધુ રન બનાવ્યા છે. વોર્નરે RCB સામે બેટિંગ કરતા અત્યાર સુધીમાં 985 રન બનાવ્યા છે. પરંતુ મોક ઓક્શનમાં આ ખેલાડી RCBમાં જતો જોવા મળ્યો હતો.
https://twitter.com/crikipidea/status/1858019714393358613
આ ખેલાડીઓને RCBએ ખરીદ્યા
આ સિવાય મોક ઓક્શનમાં RCBએ વેંકટેશ ઐયરને બીજા સૌથી મોંઘા ખેલાડી તરીકે ખરીદ્યો હતો. RCBએ ઐયર માટે મોક ઓક્શનમાં 12 કરોડ રૂપિયા ખર્ચ્યા હતા. આ સિવાય વિલ જેક્સને RCBએ ફરીથી 7.5 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો.