IPL 2025 પહેલા મેગા ઓક્શન યોજાવાનો છે, પરંતુ BCCIએ હજુ સુધી રિટેન્શન પોલિસી જાહેર કરી નથી. આવી સ્થિતિમાં, મહેન્દ્ર સિંહ ધોની IPLની આગામી સિઝન રમશે કે નહીં તે એક મોટો પ્રશ્ન છે. અગાઉ એક અહેવાલ સામે આવ્યો હતો કે BCCI દ્વારા પાંચથી છ ખેલાડીઓને જાળવી રાખવાનો નિયમ લાગુ કરવામાં આવશે તો જ ધોની આગામી સિઝનમાં રમશે. પરંતુ હવે ચેન્નાઈ સુપર કિંગ્સ તરફથી મહેન્દ્ર સિંહ ધોનીને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે.


એમએસ ધોનીને કોઈ પણ સંજોગોમાં રિટેન કરશે

એક અહેવાલ મુજબ, એમએસ ધોનીનો IPL 2025માં રમવાનો નિર્ણય રિટેન્શન પોલીસી પર નિર્ભર રહેશે નહીં. અગાઉ, એવા અહેવાલ હતા કે જ્યારે BCCI IPL 2025 મેગા હરાજી માટે રિટેન્શન પોલીસી જાહેર કરશે ત્યારે CSK અને ધોની તેમના ભવિષ્ય વિશે નિર્ણય લેશે. પરંતુ હવે CSK અધિકારીઓ પણ કહે છે કે જો ધોની આગામી સિઝનમાં રમવાનું નક્કી કરે છે, તો તે તેમની રિટેન્શનમાંથી એક હશે, ભલે BCCI માત્ર બે જ રિટેન્શનને મંજૂરી આપે.

રીટેન્શન પોલિસી ક્યારે જાહેર કરવામાં આવશે?

એક અહેવાલ અનુસાર, રિટેન્શન નિયમો જારી કરવામાં વધુ સમય લાગશે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) સ્પટેમ્બરના અંત સુધી જાહેરાત મુલતવી રાખી શકે છે. દરેકની નજર બેંગલુરુમાં 29 સપ્ટેમ્બરે યોજાનારી BCCIની વાર્ષિક સામાન્ય સભા (AGM) યોજાવાની છે. એવું માનવામાં આવે છે કે વિલંબની જાણ BCCI અધિકારીઓ દ્વારા ફ્રેન્ચાઇઝીઓને કરવામાં આવી હતી, જેમણે તાજેતરમાં જ રીટેન્શન નિયમો અંગે તેમનો સંપર્ક કર્યો હતો.

આ નિયમ ફરથી અમલમાં આવી શકે

બીજી તરફ એવા સમાચાર પણ સામે આવ્યા છે કે ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ ચૂકેલા ખેલાડીઓને અનકેપ્ડ ખેલાડીઓની યાદીમાં સામેલ કરવામાં આવી શકે છે. વાસ્તવમાં, અગાઉ IPLમાં એક નિયમ હતો કે જો કોઈ ખેલાડી ઈન્ટરનેશનલ ક્રિકેટમાં 5 કે તેથી વધુ વર્ષ માટે નિવૃત્ત થયો હોય, તો તેને અનકેપ્ડ ખેલાડી તરીકે ગણવામાં આવે. આ નિયમ 2021 પછી નાબૂદ કરવામાં આવ્યો હતો, પરંતુ માનવામાં આવે છે કે આ નિયમ ફરી એકવાર અમલમાં આવી શકે છે.


  • Follow us on: