CSK સામે રમાઈ રહેલી મેચમાં, KL રાહુલે પોતાની શક્તિશાળી બેટિંગથી બધાનું ધ્યાન ખેંચી લીધું. તેને CSK સામે શાનદાર બેટિંગ કરી અને બોલરોને આડે હાથ લીધા. પરંતુ રાહુલ પોતાની સદી પૂર્ણ કરી શક્યો નહીં. પરંતુ આ છતાં, તે વિરાટ કોહલીને હરાવીને ઈતિહાસ રચવામાં સફળ રહ્યો.


કેએલ રાહુલે રચ્યો ઈતિહાસ

રાહુલ, જે પોતાના IPL કારકિર્દીમાં ઓપનિંગ બેટ્સમેન તરીકે 100મી મેચ રમી રહ્યો હતો, તેને આ મેચમાં સંયમથી બેટિંગ કરી. તેને છેલ્લી ઓવર સુધી દિલ્હી માટે રન બનાવ્યા. રાહુલ આઈપીએલમાં ઓપનિંગ બેટ્સમેન તરીકે 100મી મેચ રમનાર 13મો ખેલાડી પણ બન્યો. રાહુલે પોતાની બેટિંગથી પણ શાનદાર સિદ્ધિ મેળવી. તે ઓપનિંગ બેટ્સમેન તરીકે IPLમાં સૌથી વધુ એવરેજ સાથે ઓછામાં ઓછા 1000 રન બનાવનારા ખેલાડીઓની લિસ્ટમાં નંબર 1 પર પહોંચી ગયો. કેએલ રાહુલે અત્યાર સુધીમાં 48.96 ની એવરેજથી રન બનાવ્યા છે. તેને વિરાટને પાછળ છોડી દીધો છે, જેણે ઓપનિંગ બેટ્સમેન તરીકે 45.86 ની સરેરાશથી રન બનાવ્યા છે.

રાહુલે રમી 77 રનની ઈનિંગ

રાહુલે આ મેચમાં 51 બોલમાં 77 રનની ઈનિંગ રમી હતી. રાહુલે પોતાની ઈનિંગ દરમિયાન 6 ચોગ્ગા અને 3 છગ્ગા ફટકાર્યા. આ સમયગાળા દરમિયાન, તેને 150.98ના સ્ટ્રાઈક રેટથી બેટિંગ કરી. રાહુલની અડધી સદીના સહારે, દિલ્હીએ ચેન્નાઈની ધરતી પર 20 ઓવરમાં 183/6 રન બનાવ્યા. તેમના સિવાય અભિષેક પોરેલે 20 બોલમાં 33 રનની ઈનિંગ રમી. આ સિવાય ટ્રિસ્ટન સ્ટબ્સે 12 બોલમાં 24 રન બનાવ્યા.

IPLમાં ઓપનર તરીકે ઓછામાં ઓછા 1,000 રન બનાવનારા ખેલાડીઓની સૌથી વધુ એવરેજ

ખેલાડીનું નામ

બેટિંગ એવરેજ
કેએલ રાહુલ48.96*
વિરાટ કોહલી45.86
ઋતુરાજ ગાયકવાડ44.01
ક્રિસ ગેઈલ41.86
જોસ બટલર41.70
લેન્ડલ સિમન્સ39.96
ડેવિડ વોર્નર39.93
શુભમન ગિલ38.94


  • Follow us on: