દિલ્હીમાં આજે અરુણ જેટલી સ્ટેડિયમ ખાતે રાજસ્થાન રોયલ્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે જોરદાર મુકાબલો થશે. ભારતીય સમય મુજબ સાંજે 7.30 વાગ્યે શરૂ થશે. મેચ શરૂ થવાના અડધો કલાક પહેલા બંને ટીમોના કેપ્ટન ટોસ ઉછાળવા સાત વાગ્યે પીચ પર પંહોચશે. IPL 2025માં આમ તો બંને ટીમો પ્લેઓફમાંથી બહાર નીકળી ગઈ છે. પરંતુ બંને ટીમો ઇન્ડિયન પ્રીમીયર લીગમાં વધુ એક જીત પોતાના નામે કરવા સાંજે આમને-સામને જોવા મળશે. આ મેચ બંને ટીમો માટે સન્માનની લડાઈ રહેશે. એકબાજુ દિલ્હીમાં ગરમીનો આતંક છે છતાં હવામાનમાં સાધારણ બદલાવ જોતા વરસાદ મેચની મજા બગાડી શકે છે.
હાલમાં ચેન્નાઈ સુપર કિંગ્સે જીત મેળવવતા ખેલાડીઓમાં આત્મવિશ્વાસ જોવા મળી રહ્યો છે. CSKમાં શિવમ દુબેની શાનદાર બોલિંગ ઉપરાંત બોલરોએ પણ સારું પ્રદર્શન કરતાં ઇડન ગાર્ડન્સ ખાતે કોલકાતા નાઈટ રાઇડર્સ (KKR) ને બે વિકેટથી હરાવ્યું હતું. CSK દિલ્હીમાં અરુણ જેટલી સ્ટેડિયમમાં વધુ સારું પ્રદર્શન કરે તેવી તેના ફેન્સને અપેક્ષા છે.













