IPL 2025 ની 11મી મેચમાં, આજે રાજસ્થાન રોયલ્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે રોમાંચક મેચ રમાઈ. આ મેચ ગુવાહાટીના બારસાપારા ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઈ હતી. મેચ વિશે વાત કરીએ તો, ચેન્નાઈ સુપર કિંગ્સના કેપ્ટન ઋતુરાજ ગાયકવાડે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો. પ્રથમ બેટિંગ કરતા રાજસ્થાને 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 182 રન બનાવ્યા. રાજસ્થાન તરફથી નીતિશ રાણાએ 36 બોલમાં 81 રન બનાવ્યા અને સૌથી વધુ રન બનાવ્યા. બોલિંગમાં ચેન્નાઈ તરફથી નૂર અહેમદ, ખલીલ અહેમદ અને મથીશા પથિરાનાએ 2-2 વિકેટ લીધી. જવાબમાં, ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમ સંપૂર્ણ 20 ઓવર રમ્યા બાદ 6 વિકેટ ગુમાવીને માત્ર 176 રન જ બનાવી શકી. ચેન્નાઈ તરફથી કેપ્ટન ઋતુરાજ ગાયકવાડે સૌથી વધુ 63 રન બનાવ્યા. રાજસ્થાન રોયલ્સ તરફથી વાનિન્દુ હસરંગાએ સૌથી વધુ 4 વિકેટ લીધી.

IND vs AFG: અફઘાનિસ્તાન ટેસ્ટ માટે ભારતની પ્લેઇંગ 11માં આ ખેલાડીઓ બેસ્ટ, ઇરફાન પઠાણ









