આઇપીએલ 2025માં ગઇકાલે મુંબઇ અને દિલ્હી વચ્ચે રોમાંચક મુકાબલો જોવા મળ્યો હતો. આ મેચમાં મુંબઇએ દિલ્હીને 12 રને હાર આપી હતી. મુંબઇની કમાન ભલે હાર્દિક પંડ્યાના હાથમાં હોય પરંતુ રોહિત શર્માને કપ્તાન તરીકેનો બહોળો અનુભવ છે. તેથી હિટમેનને ખબર છે કે, કયા સમયે કયા બોલર પાસેથી બોલિંગ કરાવવી જોઇએ. આ વાતની અસર ગઇકાલની મેચમાં જોવા મળી હતી.


શું હિટમેને પલટી મેચ?

દિલ્હીને અંતિમ 10 ઓવરમાં જીત માટે 64 રન જોઇતા હતા. ત્યારે જ ડગ આઉટમાં બેસેલા રોહિત શર્માએ કોચ સાથે મળીને રણનીતિ બનાવી હતી. રોહિતે આ સમયે કહ્યુ હતુ કે, સ્પિનર્સને રમવામાં મુશ્કેલીઓ થઇ રહી છે. તેથી કરણ શર્માને બોલિંગ કરવા માટે મોકલો. આ રણનીતિ બાદ રોહિતે જસપ્રીત બુમરાહ સામે ઇશારો કર્યો હતો. જે બાદ બુમરાહ મુંબઇના કપ્તાન હાર્દિક પંડ્યા પાસે જાય છે. અને પછી બોલ કરણ શર્માને આપવામાં આવે છે. આ ઇશારો અને નિર્ણય રોહિત શર્માની કપ્તાનીનો અનુભવ દર્શાવે છે. કરણ શર્માને બોલિંગ કરવા માટે મોકલવામાં આવ્યા બાદ તેણે 3 વિકેટ પોતાના નામે કરી હતી. અને મુંબઇની જીતમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી.

મુંબઇની જીત દિલ્હીની હાર

મુંબઇને લાંબા સમય બાદ જીતનો સ્વાદ ચાખવા મળ્યો છે. આ મેચમાં રોહિત શર્મા ભલે ડગઆઉટમાં બેસીને માત્ર એક જ નિર્ણય કર્યો હતો. પરંતુ તેમનો આ નિર્ણય મુંબઇની જીત માટે ફાયદાકારક સાબિત થયો હતો. કપ્તાનીની કમાન ભલે હિટમેનના હાથમાં ન હોય પરંતુ તેમની સુઝબુઝ અને અનુભવ સર્વોપરી છે. તો આ તરફ, સતત જીતનું જશ્ન મનાવતા દિલ્હી માટે ગઇકાલનો દિવસ નિરાશાજનક રહ્યો હતો. સતત 3 મેચ જીત્યા બાદ ચોથી મેચમાં દિલ્હીને હારનો સામનો કરવો પડ્યો હતો. 

  • Follow us on: