IPL 2025નો કાફલો 12 એપ્રિલના રોજ લખનૌ પહોંચ્યો, જ્યાં લખનૌ સુપર જાયન્ટ્સ અને ગુજરાત ટાઈટન્સની ટીમો એકબીજા સામે છે. આ મેચમાં GT પ્રથમ બેટિંગ કરી રહ્યું છે. આ મેચમાં ગુજરાત તરફથી શુભમન ગિલ અને સાઈ સુદર્શને શાનદાર બેટિંગ કરી. બંનેએ IPL 2025માં પ્રથમ વિકેટ માટે એક મોટો રેકોર્ડ પણ બનાવ્યો.


સાઈ અને ગિલે મચાવી ધૂમ

ગુજરાતના ઓપનર શુભમન ગિલ અને સાઈ સુદર્શને પ્રથમ વિકેટ માટે 100 રનની પાર્ટનરશિપ કરી. આ રીતે, બંને બેટ્સમેન IPL 2025 માં પ્રથમ વિકેટ માટે સદીની પાર્ટનરશિપ કરનાર પ્રથમ ખેલાડી બન્યા. બંનેએ સાથે મળીને 120 રનની પાર્ટનરશિપ કરી.

IPL 2025 માં ગિલ અને સાઈ પહેલા, એડન માર્કરામ અને મિચેલ માર્શે LSG માટે પ્રથમ વિકેટ માટે સૌથી વધુ પાર્ટનરશિપ કરી હતી. બંનેએ 99 રનની પાર્ટનરશિપ કરી હતી. વિરાટ કોહલી અને ફિલ સોલ્ટની જોડી IPL 2025 માં પ્રથમ વિકેટ માટે સૌથી લાંબી પાર્ટનરશિપમાં ત્રીજા નંબરે છે. બંનેએ રાજસ્થાન સામે 95 રનની પાર્ટનરશિપ કરી હતી.

બંને બેટ્સમેન ચૂક્યા સદી

આ મેચમાં શુભમન ગિલે 38 બોલમાં 60 રનની ઈનિંગ રમી હતી. જેમાં 6 ચોગ્ગા અને 1 છગ્ગો શામેલ છે. આ સિવાય સાઈ સુદર્શને 37 બોલમાં 56 રનની ઈનિંગ રમી. આ ઈનિંગ દરમિયાન તેને 7 ચોગ્ગા અને 1 છગ્ગો ફટકાર્યો. બંને ખેલાડીઓએ LSG માટે ધૂમ મચાવી. પરંતુ ગિલ અને સાઈ સદી ચૂકી ગયા. પરંતુ સાથે મળીને તેમને LSG ને શાનદાર શરૂઆત અપાવી.

IPL 2025માં પ્રથમ વિકેટ માટે સૌથી લાંબી પાર્ટનરશિપ

નંબરખેલાડીટીમપાર્ટનરશિપવિરોધી ટીમસ્થિતિ
1શુભમન ગિલ અને સાઈ સુદર્શનગુજરાત ટાઈટન્સ120લખનૌ સુપર જાયન્ટ્સઆઉટ
2એડન માર્કરામ અને મિચેલ માર્શલખનૌ સુપર જાયન્ટ્સ99કોલકાતા નાઈટ રાઇડર્સઆઉટ
3વિરાટ કોહલી અને ફિલ સોલ્ટ રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ95કોલકાતા નાઈટ રાઈડર્સઆઉટ
4યશસ્વી જયસ્વાલ અને સંજુ સેમસનરાજસ્થાન રોયલ્સ89પંજાબ કિંગ્સઆઉટ
5ફાફ ડુ પ્લેસિસ અને જોફ્રા આર્ચર રાજસ્થાન રોયલ્સ81સનરાઈઝર્સ હૈદરાબાદઆઉટ


  • Follow us on: