એલિમિનેટર મેચમાં રોહિત શર્માએ શાનદાર પ્રદર્શન કર્યું. ગુજરાત સામેની આ મેચમાં તેને શરૂઆતથી જ સારી બેટિંગ કરી. પરંતુ શરૂઆતમાં જ હિટમેનને બે જીવનદાન મળ્યા. આ મેચમાં રોહિત શર્માએ ઈતિહાસ રચ્યો.


રોહિત શર્મા IPLમાં 300 છગ્ગા ફટકારનાર પ્રથમ ભારતીય બેટ્સમેન બન્યો છે. રોહિતે ગુજરાત સામે શાનદાર બેટિંગ કરી. આ સિવાય તેને 7 હજાર રન પણ પૂરા કર્યા. આ મેચમાં રોહિત શર્માએ 50 બોલમાં 81 રનની શાનદાર ઈનિંગ રમી. આ દરમિયાન, તેને 9 ચોગ્ગા સિવાય 4 છગ્ગા પણ ફટકાર્યા. તે સદી ફટકારવાનું ચૂકી ગયો. પરંતુ તેને બે મોટા રેકોર્ડ પોતાના નામે કર્યા.

રોહિત શર્માએ રચ્યો ઈતિહાસ

વેસ્ટ ઈન્ડીઝના બેટ્સમેન ક્રિસ ગેલ હજુ પણ IPLમાં છગ્ગા ફટકારવાના મામલે આગળ છે. તેને માત્ર 142 મેચમાં 357 છગ્ગા ફટકાર્યા. તેની આ સિદ્ધિ હજુ પણ અન્ય બેટ્સમેન માટે એક ચેલેન્જ છે. હજુ સુધી કોઈ ખેલાડી તેના રેકોર્ડની નજીક પહોંચી શક્યો નથી.

હવે ભારતીય બેટ્સમેન રોહિત શર્માએ પણ આ લિસ્ટમાં મોટી છલાંગ લગાવી છે. તેને IPLની 272મી મેચમાં પોતાનો 300મો છગ્ગો પૂરો કર્યો. આ એક મોટી સિદ્ધિ માનવામાં આવે છે કારણ કે તે આવું કરનાર માત્ર પ્રથમ ભારતીય ખેલાડી છે.

વિરાટ કોહલી આ રેકોર્ડની ખૂબ નજીક

વિરાટ કોહલી પણ હવે આ રેકોર્ડની ખૂબ નજીક પહોંચી ગયો છે. વિરાટ કોહલીએ અત્યાર સુધીમાં 266 IPL મેચોમાં 291 છગ્ગા ફટકાર્યા છે. આનો અર્થ એ થયો કે તેને હવે 300 છગ્ગા ફટકારવા માટે ફક્ત 9 છગ્ગાની જરૂર છે. કદાચ આ વર્ષે નહીં, પણ તે આગામી સિઝનમાં આ સિદ્ધિ મેળવી શકે છે.

રોહિત શર્માએ IPLમાં પોતાના 7000 રન પણ પૂરા કરી લીધા છે. તે આવું કરનાર માત્ર બીજો ખેલાડી બન્યો. પ્રથમ ક્રમે વિરાટ કોહલી છે, જેને 266 મેચમાં 8618 રન બનાવ્યા છે. રોહિતે 272મી મેચમાં આ આંકડો પાર કર્યો, જ્યારે આ મેચ પહેલા તેના નામે 6976 રન હતા.


  • Follow us on: