IPL 2025ની મેગા હરાજી પહેલા ફ્રેન્ચાઇઝી કયા ખેલાડીઓને જાળવી રાખશે તે અંગે ઘણી અટકળો ચાલી રહી છે. જેમ જેમ IPL રિટેન્શન લિસ્ટને લઈને ચર્ચા તીવ્ર બની છે, ત્યારે ગુજરાત ટાઇટન્સે એક પોસ્ટ શેર કરી છે, જેમાં ટીમના કેપ્ટન શુભમન ગિલ અને સ્ટાર સ્પિનર રાશિદ ખાન જોવા મળે છે. હવે ચાહકો અનુમાન લગાવી રહ્યા છે કે ગુજરાતની ટીમ આ બે ખેલાડીઓને જ રિટેન કરશે. તસવીરોમાં બંને ખેલાડીઓ એકસાથે ઉજવણી કરતા જોવા મળે છે.
શમીને લઈને અટકળો તેજ થઈ
આ પોસ્ટમાં ફાસ્ટ બોલર મોહમ્મદ શમીની ગેરહાજરીને કારણે ચાહકોને ટીમ સાથે તેના ભવિષ્ય અંગે શંકા છે. શમી 2022 માં જોડાયા ત્યારથી ટીમનો અભિન્ન ભાગ છે. આ ફાસ્ટ બોલરે વર્ષ 2022માં ટીમ માટે સૌથી વધુ 20 વિકેટ લઈને પોતાની ટીમને ખિતાબ જીતાડવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. જો કે આ મામલે ટીમ તરફથી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી.
હાર્દિકની જગ્યાએ ગિલને કેપ્ટનશિપની તક મળી
ગુજરાત પોસ્ટે એ પણ જાહેર કર્યું કે તે શુભમન ગિલને લાંબા ગાળાના કેપ્ટન તરીકે જુએ છે. હાર્દિક પંડ્યા, ગયા વર્ષે મુંબઈ ઇન્ડિયન્સમાં જતા પહેલા, ટાઇટન્સને સતત બે ફાઇનલમાં દોરી ગયો હતો, એક વખત ચેમ્પિયન બન્યો હતો. હાર્દિકના ગયા બાદ ગીલને સુકાનીપદ સોંપવામાં આવ્યું હતું. ગુજરાત માટે ગિલે 14 મેચમાં 38.72ની એવરેજ અને 147.40ની સ્ટ્રાઈક રેટથી 426 રન બનાવ્યા છે. જેમાં એક સદી અને બે અર્ધસદીનો સમાવેશ થાય છે.
રાશિદનું રિટેન્શન નક્કી
ગિલની કપ્તાની હેઠળ ટીમ 14 લીગ મેચોમાંથી માત્ર 5 જ જીતી શકી અને 10 ટીમોના પોઈન્ટ ટેબલમાં આઠમા સ્થાને રહી. રાશિદ ખાનની વાત કરીએ તો છેલ્લી સિઝન અપેક્ષાઓથી ઓછી રહી હતી. તે 12 મેચમાં માત્ર 10 વિકેટ લઈ શક્યો હતો. જો કે આ પછી પણ T-20 ફોર્મેટના શ્રેષ્ઠ સ્પિનરો પૈકીના એક રાશિદને ગુજરાત દ્વારા જાળવી રાખવાનું નિશ્ચિત છે