IPL 2025ની મેગા ઓક્શનની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. જોકે હવે મેગા ઓક્શનનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. સાઉદી અરેબિયાના જેદ્દાહ શહેરમાં 24 અને 25 નવેમ્બરે ખેલાડીઓની હરાજી યોજાવા જઈ રહી છે. લગભગ તમામ 10 ફ્રેન્ચાઇઝી આ માટે તૈયાર છે. આ વખતે કેએલ રાહુલ, રિષભ પંત, શ્રેયસ ઐયર જેવા મોટા ખેલાડીઓ મેગા ઓક્શનમાં સામેલ છે. આ ખેલાડીઓ પર ઘણા પૈસાની વર્ષા થઈ શકે છે. કેટલાક ખેલાડીઓ મેગા ઓક્શન પહેલા જ અમીર બની ગયા છે. આવી સ્થિતિમાં આજે અમે એક એવા ખેલાડી વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જે 2025માં IPLમાં રોહિત શર્મા અને વિરાટ કોહલી જેવા મોટા ખેલાડીઓ કરતાં પણ વધુ કમાણી કરવા જઈ રહ્યો છે.


સનરાઇઝર્સ હૈદરાબાદનો ખેલાડી બની ગયો અમીર

મેગા ઓક્શન પહેલા તમામ ફ્રેન્ચાઇઝીએ પોતાના ખેલાડીઓની રિટેન્શન લિસ્ટ જાહેર કરી દીધી હતી. આવી સ્થિતિમાં, સનરાઇઝર્સ હૈદરાબાદની રિટેન્શન લિસ્ટ જોયા પછી ચાહકો થોડા આશ્ચર્યચકિત થયા. આ વખતે હૈદરાબાદે IPL 2024ના સુપરસ્ટાર ખેલાડીઓ અભિષેક શર્મા, ટ્રેવિસ હેડ અને હેનરિક ક્લાસેનને જાળવી રાખ્યા છે. સનરાઇઝર્સે આ વખતે ક્લાસેન પર સૌથી વધુ પૈસા ખર્ચ્યા છે.

ક્લાસેનને મળ્યા 23 કરોડ રૂપિયા

ક્લાસેનને સનરાઇઝર્સે 23 કરોડ રૂપિયામાં જાળવી રાખ્યો છે. આ વખતે ક્લાસેનની કિંમત વિરાટ કોહલી અને રોહિત શર્મા કરતા વધુ છે. દક્ષિણ આફ્રિકાના વિકેટકીપર બેટ્સમેન હેનરિક ક્લાસને IPL 2024માં સનરાઈઝર્સ હૈદરાબાદ માટે શાનદાર પ્રદર્શન કર્યું હતું. છેલ્લી સિઝનમાં, ક્લાસને 16 મેચમાં 171.07ની શાનદાર સ્ટ્રાઇક રેટથી 479 રન બનાવ્યા હતા.


IPL 2025ના સૌથી મોંઘા રિટેન ખેલાડી

  • હેનરિચ ક્લાસેન (સનરાઇઝર્સ હૈદરાબાદ) - રૂ. 23 કરોડ
  • વિરાટ કોહલી (રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર) – રૂ. 21 કરોડ
  • નિકોલસ પૂરન (લખનૌ સુપર જાયન્ટ્સ) - રૂ. 21 કરોડ
  • રોહિત શર્મા (મુંબઈ ઈન્ડિયન્સ) – રૂ. 16.30 કરોડ


18 કરોડમાં રિટેન થયેલા ખેલાડી

  • રૂતુરાજ ગાયકવાડ- ચેન્નાઈ સુપર કિંગ્સ
  • સંજુ સેમસન- રાજસ્થાન રોયલ્સ
  • રાશિદ ખાન- ગુજરાત ટાઇટન્સ
  • પેટ કમિન્સ- સનરાઇઝર્સ હૈદરાબાદ

  • Follow us on: