ભારતીય ક્રિકેટ ટીમ ઓગસ્ટમાં બાંગ્લાદેશના પ્રવાસ પર 3 વનડે અને એટલી જ T20 મેચોની સિરીઝ રમશે. આ પ્રવાસની શરૂઆત ODI સિરીઝથી થશે, પહેલી મેચ 17 ઓગસ્ટે રમાશે. T20 સિરીઝ 26 ઓગસ્ટથી શરૂ થશે. BCCIએ મંગળવારે સંપૂર્ણ શેડ્યુલ જાહેર કર્યું.


વનડે સિરીઝની પહેલી મેચ 17 ઓગસ્ટે શેર-એ-બાંગ્લા નેશનલ ક્રિકેટ સ્ટેડિયમ, મીરપુર ખાતે રમાશે. આ મેદાન પર બીજી વનડે મેચ 20 ઓગસ્ટે રમાશે. ત્રીજી મેચ 23 ઓગસ્ટે ચિત્તાગોંગમાં રમાશે.

વનડે સિરીઝ પછી, ટીમ ઈન્ડિયા સૂર્યકુમાર યાદવના કેપ્ટનશીપ હેઠળ બાંગ્લાદેશ સામે 3 મેચની T20 સિરીઝ રમશે. પહેલી મેચ 26 ઓગસ્ટ, મંગળવારના રોજ ચિત્તાગોંગમાં રમાશે. બીજી T20 મેચ 29 ઓગસ્ટ, શુક્રવારના રોજ શેર-એ-બાંગ્લાદેશ સ્ટેડિયમ, મીરપુર ખાતે રમાશે. ફાઈનલ મેચ પણ મીરપુરમાં રમાશે.

ભારત અને બાંગ્લાદેશ ODI સિરીઝ 2025 શેડ્યૂલ

17 ઓગસ્ટ – SBNCS, મીરપુર

20 ઓગસ્ટ- SBNCS, મીરપુર

23 ઓગસ્ટ - BSSFLMRCS, ચટ્ટોગ્રામ


ભારત અને બાંગ્લાદેશ T20 સિરીઝ 2025 શેડ્યૂલ

26 ઓગસ્ટ - BSSFLMRCS, ચટ્ટોગ્રામ

29 ઓગસ્ટ- SBNCS, મીરપુર

32 ઓગસ્ટ- SBNCS, મીરપુર

છેલ્લી વખત ટીમ ઈન્ડિયા બાંગ્લાદેશમાં હારી ગઈ હતી ODI સિરીઝ

ભારતીય ક્રિકેટ ટીમે છેલ્લે 2022/23માં બાંગ્લાદેશમાં ODI સિરીઝ રમી હતી, જ્યારે બાંગ્લાદેશે ભારત સામે 2-1થી સિરીઝ જીતી હતી. રોહિત શર્માની કેપ્ટનશીપ હેઠળ, ભારત સિરીઝની પહેલી બે મેચ હારી ગયું હતું. T20 સિરીઝની વાત કરીએ તો, ભારતીય ક્રિકેટ ટીમે અત્યાર સુધી રમાયેલી બંને સિરીઝ જીતી છે.

હાલમાં બધા ભારતીય ખેલાડીઓ IPL 2025 માં અલગ અલગ ટીમો માટે રમી રહ્યા છે. આ લીગ પછી તરત જ, ભારતીય ક્રિકેટ ટીમ ઈંગ્લેન્ડ જવા રવાના થશે, જ્યાં 20 જૂનથી 5 મેચની ટેસ્ટ સિરીઝ રમાશે. સિરીઝની છેલ્લી ટેસ્ટ 31 જુલાઈથી 4 ઓગસ્ટ દરમિયાન રમાશે.


  • Follow us on: