ઈન્ડિયન પ્રીમિયર લીગ 2025 માટે ખેલાડીઓની મેગા હરાજીની તારીખોની જાહેરાત કરવામાં આવી છે. આ ઓક્શન 24 અને 25 નવેમ્બર 2024ના રોજ સાઉદી અરેબિયાના જેદ્દાહમાં થશે. ઓક્શન ઈવેન્ટ જેદ્દાહના અબાદી અલ જોહર એરેના (જે બેન્ચમાર્ક એરેના તરીકે પણ ઓળખાય છે) ખાતે યોજાશે.
અહીંથી 10 મિનિટના અંતરે આવેલી હોટેલ શાંગરી-લામાં ખેલાડીઓ અને અન્ય લોકો માટે રહેવાની વ્યવસ્થા કરવામાં આવશે. આઈપીએલ ઓથોરિટી દ્વારા કહેવામાં આવ્યું છે કે તેમની ઓપરેશન ટીમ વિઝા અને લોજિસ્ટિક જરૂરિયાતો માટે તમામ ખેલાડીઓ અને અન્ય સ્ટાફના સંપર્કમાં રહેશે.
જેદ્દાહમાં થશે ઓક્શન
તમામ 10 ફ્રેન્ચાઈઝીએ તેમના રિટેન કરાયેલા ખેલાડીઓનું લિસ્ટ જાહેર કર્યું હતું. આ પછી બધા ઓક્શનની તારીખોની જાહેરાતની રાહ જોઈ રહ્યા હતા. કરોડો ક્રિકેટ ફેન્સ આ ક્ષણની રાહ જોઈ રહ્યા હતા. હવે તારીખોની જાહેરાત પછી, દરેક વ્યક્તિ રાહ જોઈ રહ્યું છે કે કઈ ફ્રેન્ચાઈઝી કયા ખેલાડી માટે કેટલી બોલી લગાવે છે. ઓક્શનની તારીખ અને સ્થળની ઓફિશિયલ જાહેરાત પહેલા એવું કહેવામાં આવી રહ્યું હતું કે ઓક્શન સાઉદી અરેબિયાની રાજધાની રિયાદમાં થશે. પરંતુ ઓક્શન જેદ્દાહમાં થશે.
10 ફ્રેન્ચાઈઝી ખેલાડીઓ પર લગાવશે બોલી
તમને જણાવી દઈએ કે આ વર્ષની ઓક્શન ઘણી મોટી છે, જેમાં રિષભ પંત, કેએલ રાહુલ, શ્રેયસ અય્યર અને અર્શદીપ સિંહ જેવા ભારતના હાઈ પ્રોફાઈલ સ્ટાર્સ ભાગ લેવા જઈ રહ્યા છે. 10 ફ્રેન્ચાઈઝીસ પાસે 204 સ્લોટ માટે ખર્ચ કરવા માટે સામૂહિક રીતે 641.5 કરોડ રૂપિયા હશે. આ 204 સ્લોટમાંથી 70 વિદેશી ખેલાડીઓ માટે નિર્ધારિત છે. અત્યાર સુધીમાં, 10 ફ્રેન્ચાઇઝીએ 46 ખેલાડીઓને રિટેન રાખ્યા છે, જેનો કુલ ખર્ચ રૂપિયા 558.5 કરોડ છે.
IPL 2025 માટે રિટેન કરાયેલા ખેલાડીઓનું લિસ્ટ
ગુજરાત ટાઈટન્સ (GT)
- શુભમન ગિલ (16.5 કરોડ)
- રાશિદ ખાન (18 કરોડ)
- સાઈ સુદર્શન (8.5 કરોડ)
- શાહરૂખ ખાન (4 કરોડ)
- રાહુલ તેવટિયા (4 કરોડ)
લખનૌ સુપર જાયન્ટ્સ (LSG)
- નિકોલસ પૂરન (21 કરોડ)
- મયંક યાદવ (11 કરોડ)
- રવિ બિશ્નોઈ (11 કરોડ)
- આયુષ બદોની (4 કરોડ)
- મોહસીન ખાન (4 કરોડ)
મુંબઈ ઈન્ડિયન્સ (MI)
- હાર્દિક પંડ્યા (16.35 કરોડ)
- સૂર્યકુમાર યાદવ (16.35 કરોડ)
- રોહિત શર્મા (16.30 કરોડ)
- જસપ્રીત બુમરાહ (18 કરોડ)
- તિલક વર્મા (8 કરોડ)
ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK)
- ઋતુરાજ ગાયકવાડ (18 કરોડ)
- મતિશા પાથિરાના (13 કરોડ)
- શિવમ દુબે (12 કરોડ)
- રવિન્દ્ર જાડેજા (18 કરોડ)
- મહેન્દ્ર સિંહ ધોની (4 કરોડ)
સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH)
- પેટ કમિન્સ (18 કરોડ)
- હેનરિક ક્લાસેન (23 કરોડ)
- અભિષેક શર્મા (14 કરોડ)
- ટ્રેવિસ હેડ (14 કરોડ)
- નીતિશ કુમાર રેડ્ડી (6 કરોડ)
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB)
- વિરાટ કોહલી (21 કરોડ)
- રજત પાટીદાર (11 કરોડ)
- યશ દયાલ (5 કરોડ)
દિલ્હી કેપિટલ્સ (DC)
- અક્ષર પટેલ (16.50 કરોડ)
- કુલદીપ યાદવ (13.25 કરોડ)
- ટ્રિસ્ટન સ્ટબ્સ (10 કરોડ)
- અભિષેક પોરેલ (4 કરોડ)
કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR)
- સુનીલ નારાયણ (12 કરોડ)
- રિંકુ સિંહ (13 કરોડ)
- આન્દ્રે રસેલ (12 કરોડ)
- વરુણ ચક્રવર્તી (12 કરોડ)
- હર્ષિત રાણા (4 કરોડ)
- રમનદીપ સિંહ (4 કરોડ)
BCCIએ રિટેન્શનના નિયમોમાં કર્યો ફેરફાર
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે તાજેતરમાં જ રીટેન્શનને લઈને નવા નિયમો જાહેર કર્યા છે. આ મુજબ, એક ફ્રેન્ચાઈઝી વધુમાં વધુ 6 ખેલાડીઓને જ રિટેન શકે છે. જો કોઈ ટીમે 6 કરતા ઓછા ખેલાડીઓને રિટેન કર્યા હોય, તો તે કિસ્સામાં ફ્રેન્ચાઈઝીને ઓક્શન દરમિયાન રાઈટ ટુ મેચ (RTM) કાર્ડનો ઉપયોગ કરવાની તક મળશે.