લખનૌ સુપર જાયન્ટ્સે IPL 2025માં દિલ્હી કેપિટલ્સ સામે પોતાના અભિયાનની શરૂઆત કરી છે. આ મેચમાં, LSG માટે નિકોલસ પૂરન અને મિચેલ માર્શે શાનદાર અડધી સદીની ઈનિંગ્સ રમી. પરંતુ લખનૌના કેપ્ટન રિષભ પંત શૂન્ય રને આઉટ થયો. પંત આઉટ થતાં જ તેનું નામ એક અનિચ્છનીય રેકોર્ડમાં નોંધાઈ ગયું.


પંતના નામે એક અનિચ્છનીય રેકોર્ડ

આ વખતે LSG ને પહેલી મેચમાં IPL ઈતિહાસના સૌથી મોંઘા ખેલાડીરિષભ પંત પાસેથી ઘણી અપેક્ષાઓ હતી. પરંતુ તે અપેક્ષાઓ પર ખરા ઉતરી શક્યો નહીં. IPL 2025ના ઓક્શનમાં 27 કરોડમાં વેચાયેલો પંત ખાતું ખોલાવ્યા વિના પેવેલિયન પાછો ફર્યો. આ રીતે તેમનું નામ રેકોર્ડમાં નોંધાયું. તે IPLના ઈતિહાસમાં બીજો એવો બેટ્સમેન બન્યો છે જેણે કેપ્ટન તરીકે સૌથી વધુ બોલ રમ્યા છતાં ખાતું ખોલ્યું નથી. આ મેચમાં 6 બોલનો સામનો કર્યા પછી પણ તેને પોતાનું ખાતું ખોલાવ્યું ન હતું. આ બાબતમાં પ્રથમ સ્થાન ગૌતમ ગંભીરના નામે છે, જેને 2014માં મુંબઈ ઈન્ડિયન્સ સામે 8 બોલ રમ્યા પછી પણ ખાતું ખોલ્યું ન હતું.

સૌથી વધુ બોલ રમ્યા પછી પણ IPLમાં ખાતું ન ખોલનારા કેપ્ટનોનું લિસ્ટ

નામટીમબોલરનવર્ષ
ગૌતમ ગંભીરMI802014
રિષભ પંતDC602025*
વીવીએસ લક્ષ્મણKKR602008
રિકી પોન્ટિંગDC602013
રોહિત શર્માRR502015
વિરાટ કોહલી SRH502014

પૂરન-માર્શે મચાવી ધૂમ

આ મેચમાં નિકોલસ પૂરન અને મિચેલ માર્શે પોતાની બેટિંગથી બધાનું ધ્યાન ખેંચ્યું. ઓપનિંગ બેટ્સમેન તરીકે મેદાનમાં ઉતરેલા માર્શે 21 બોલમાં અડધી સદી ફટકારી હતી. તેને 36 બોલમાં 72 રનની શાનદાર ઈનિંગ રમી, જેમાં 6 ચોગ્ગા અને 6 છગ્ગાનો સમાવેશ થાય છે.

આ સિવાય નિકોલસ પૂરને પણ પોતાની બેટિંગથી ધૂમ મચાવી . તેને 30 બોલમાં 6 ચોગ્ગા અને 7 છગ્ગાની મદદથી 75 રનની શાનદાર ઈનિંગ રમી. બંનેની મજબૂત ઈનિંગ્સને કારણે લખનૌએ 209/8 રન બનાવ્યા છે.


  • Follow us on: