13 વર્ષની ઉંમરે વૈભવ સૂર્યવંશી IPL 2025ની મેગા ઓક્શનમાં કરોડપતિ બની ગયો છે. દિલ્હી કેપિટલ્સ અને રાજસ્થાન રોયલ્સે ઈન્ડિયન પ્રીમિયર લીગના ઈતિહાસમાં સૌથી યુવા ખેલાડી માટે ભારે બોલી લગાવી હતી.


અંતે રાજસ્થાને 1.10 કરોડ રૂપિયા ખર્ચીને વૈભવને પોતાની ટીમમાં સામેલ કર્યો હતો. વૈભવ ઈન્ડિયન પ્રીમિયર લીગની 18મી સિઝનમાં રાજસ્થાન તરફથી રમતા જોવા મળશે. વૈભવ લાંબા સિક્સર મારવા માટે જાણીતો છે. જ્યારે આ ડાબોડી બેટ્સમેનને તક મળશે ત્યારે કેવું પ્રદર્શન કરશે તે જોવું ખૂબ જ રસપ્રદ રહેશે.

રાજસ્થાનની ટીમમાં થઈ એન્ટ્રી

13 વર્ષની ઉંમરે વૈભવ સૂર્યવંશીએ ઈન્ડિયન પ્રીમિયર લીગમાં પ્રવેશ કર્યો છે. વૈભવ માટે મેગા ઓક્શનમાં દિલ્હી કેપિટલ્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે જોરદાર જંગ જોવા મળ્યો હતો. પરંતુ અંતે રાજસ્થાન જીતવામાં સફળ રહ્યું અને વૈભવને રૂ. 1.10 કરોડ ખર્ચીને પોતાની ટીમમાં સામેલ કર્યો. મૂળ બિહારનો વતની વૈભવ પણ IPLના ઓક્શનમાં વેચાયેલો સૌથી યુવા ખેલાડી બન્યો છે. હવે જોવાનું એ રહે છે કે વૈભવને જ્યારે તક મળે છે ત્યારે આ લીગમાં પોતાની છાપ છોડવામાં સફળ થાય છે કે નહીં.

 

ઓસ્ટ્રેલિયા સામે સદી ફટકારી હતી

ડોમેસ્ટિક ક્રિકેટમાં વૈભવ સૂર્યવંશીનો રેકોર્ડ શાનદાર રહ્યો છે. ભારત અંડર-19 અને ઓસ્ટ્રેલિયા અંડર-19 વચ્ચે રમાયેલી યુવા સિરીઝમાં વૈભવે પોતાની બેટિંગથી બધાને પોતાના ફેન બનાવી દીધા હતા. વૈભવે આ મેચમાં સદી ફટકારી હતી અને 64 બોલમાં 104 રનની શાનદાર ઈનિંગ રમી હતી. આ સાથે તેને પાંચ ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ મેચ પણ રમી છે. આ પાંચ મેચમાં તે માત્ર 100 રન જ બનાવી શક્યો છે. વૈભવ ડાબોડી બેટ્સમેન છે અને લાંબા સિક્સર મારવા માટે જાણીતો છે. રાહુલ દ્રવિડની દેખરેખ હેઠળ આ યુવા ખેલાડી આગામી વર્ષોમાં મજબૂત ક્રિકેટર તરીકે ઉભરી શકે છે.


  • Follow us on: