IPL 2025નો મેગા ઓક્શન 24 અને 25 નવેમ્બરે યોજાઈ શકે છે. રિપોર્ટ મુજબ તેનું સ્થળ પણ નક્કી કરવામાં આવ્યું છે. આ વખતે સાઉદી અરેબિયાની રાજધાની રિયાધમાં આઈપીએલ મેગા ઓક્શનનું આયોજન થઈ શકે છે.


પરંતુ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ દ્વારા હજુ ઓફિશિયલ જાહેરાત કરવામાં આવી નથી. મેગા ઓક્શન પહેલા તમામ ટીમોએ ખેલાડીઓની રિટેન અને રિલીઝ લિસ્ટ પણ શેર કરવાની રહેશે.

IPLનો છેલ્લો ઓક્શન દુબઈમાં યોજાયો હતો. પરંતુ આ વખતે રિયાધની પસંદગી થઈ શકે છે. IPL 2025ની મેગા ઓક્શન માટે વધુ શહેરો પણ લિસ્ટમાં હતા. લંડન અને સિંગાપોર પર પણ વિચાર કરવામાં આવી રહ્યો હતો. મીડિયા રિપોર્ટ મુજબ રિયાધની ઓક્શન માટે પસંદગી કરવામાં આવી છે. રિયાધનો ટાઈમ ઝોન ભારત પ્રમાણે બરાબર માનવામાં આવે છે. આ સાથે ટેલિકાસ્ટની બાબતમાં પણ સરળતા રહેશે.

 

છેલ્લા તબક્કામાં ચાલી રહી છે વેન્યૂ માટેની તૈયારી

ઓક્શનના સ્થળની સંપૂર્ણ તૈયારી કરવામાં આવી રહી છે. તૈયારીઓ હવે અંતિમ તબક્કામાં છે. તમામ 10 ફ્રેન્ચાઈઝી સાથે સંકળાયેલા અધિકારીઓ ઓક્શન માટે રિયાધ પહોંચશે. તેમની સાથે જિયો અને ડિઝની સ્ટાર્સની મોટી ટીમ પણ જશે. ઓક્શનનું લાઈવ ટેલિકાસ્ટ જિયો અને સ્ટાર પર થઈ શકે છે.

મેગા ઓકશન પહેલા રિટેન કરાયેલા ખેલાડીઓનું લિસ્ટ

તમામ ટીમોએ 31મી ઓક્ટોબર પહેલા ખેલાડીઓની રિટેન કરેલા ખેલાડીઓનું લિસ્ટ જાહેર કરવું પડશે. આ લિસ્ટ બીસીસીઆઈને સોંપવું પડશે. આ પછી ઓક્શનનો વારો આવશે. આ વખતે ઘણા મોટા ખેલાડીઓની ટીમ બદલાઈ શકે છે. રોહિત શર્માનું નામ સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચામાં હતું. ગત સિઝનમાં મુંબઈ ઈન્ડિયન્સે રોહિતને કેપ્ટનપદેથી હટાવી દીધો હતો. પરંતુ મીડિયા રિપોર્ટ મુજબ મુંબઈ રોહિતને રિટેન કરી શકે છે. તેની સાથે સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા અને જસપ્રિત બુમરાહને પણ રિટેન કરી શકે છે.

  • Follow us on: