IPL 2025 મેગા ઓક્શન માટે માત્ર 2 દિવસ બાકી છે. સાઉદી અરેબિયામાં 24 અને 25 નવેમ્બરે મેગા ઓક્શનનું આયોજન કરવામાં આવશે. હવે મેગા ઓક્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જેનું કારણ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી પર્થ ટેસ્ટ મેચ હતી. આ નિર્ણય મજબૂરીમાં લેવાયો છે. મેગા ઓક્શનના પ્રસારણકર્તાઓએ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ને વિનંતી કરી છે.
આ સમયે ખેલાડીઓ પર લાગશે બોલી
મેગા ઓક્શનનું લાઈવ સ્ટ્રીમિંગ JioCinema પર થવા જઈ રહ્યું છે. અગાઉ આ કાર્યક્રમનો સમય ભારતીય સમય અનુસાર બપોરે 3 વાગ્યાનો રાખવામાં આવ્યો હતો. રિપોર્ટ્સ અનુસાર હવે બ્રોડકાસ્ટર્સની વિનંતી પછી, આ ઇવેન્ટના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. હવે ખેલાડીઓ પરની બોલી 3 વાગ્યે નહીં પરંતુ 3:30 વાગ્યે જોવા મળશે.
https://twitter.com/ImTanujSingh/status/1859825385195889066
બ્રોડકાસ્ટર્સને હતો આ વાતનો ડર
બ્રોડકાસ્ટર્સને ડર હતો કે IPL મેગા ઓક્શન ભારત વિરુદ્ધ ઓસ્ટ્રેલિયાની પ્રથમ ટેસ્ટ સાથે ટકરાશે. કારણ કે પ્રથમ ટેસ્ટ મેચ 22 થી 26 નવેમ્બર દરમિયાન પર્થમાં રમાશે. જે દરરોજ ભારતીય સમય અનુસાર બપોરે 2:30 વાગ્યે સમાપ્ત થશે, પરંતુ કેટલીકવાર હવામાન, ખરાબ પ્રકાશ અથવા ધીમા ઓવરરેટ જેવા સંજોગોને કારણે મેચનો સમય લંબાવવામાં આવે છે. જેના કારણે બ્રોડકાસ્ટર્સે સમય અડધો કલાક વધારવાની વિનંતી કરી છે.
https://twitter.com/cricbuzz/status/1859805768436023753
ડિઝની પ્લસ હોટસ્ટારને થઈ જાત વધુ નુકસાન
ભારત વિ ઓસ્ટ્રેલિયા મેચ અને IPL 2025 મેગા ઓક્શનની અથડામણને કારણે Disney Plus Hotstarને સૌથી વધુ નુકસાન થયું હશે. તેઓએ IPL 2025ની હરાજી માટે ટીવી અધિકારો અને ભારતના ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે ડિજિટલ અને ટીવી અધિકારો મેળવ્યા છે. છેલ્લા કેટલાક વર્ષોમાં, IPL હરાજી એક એવી ઇવેન્ટ બની ગઈ છે જેને લાખો લોકો તેને જોવા માટે આવે છે.