સાઉદી અરેબિયાના જેદ્દાહ શહેરમાં IPL 2025ની મેગા ઓક્શન ચાલી રહી છે. ખેલાડીઓની હરાજી 24 અને 25 નવેમ્બર એમ બે દિવસ માટે યોજાવાની છે. હરાજીનો પ્રથમ દિવસ પૂર્ણ થયો છે, જેમાં કુલ 72 ખેલાડીઓની બોલી લગાવવામાં આવી હતી, જેમાં 467.95 રૂપિયાનો ખર્ચ થયો હતો. હવે બીજા દિવસે કુલ 493 ખેલાડીઓ પર બિડિંગ થવાની છે. હવે ચાહકોના મનમાં સવાલ ઉઠી રહ્યો છે કે તેઓ બીજા દિવસની હરાજી ક્યારે અને ક્યાં જોઈ શકશે. પ્રથમ દિવસે રિષભ પંત સૌથી મોંઘો 27 કરોડમાં ખરીદાયો હતો.


બીજા દિવસની હરાજી કેટલા વાગ્યે શરૂ થશે?

મેગા ઓક્શનનો બીજો દિવસ ભારતીય સમય અનુસાર બપોરે 3:30 વાગ્યે શરૂ થશે. આ સમયે હરાજીનો પ્રથમ દિવસ પણ શરૂ થયો હતો.

ક્યાં જોઈ શકશો લાઈવ?

હરાજીના બીજા દિવસે સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક દ્વારા ભારતમાં ટીવી પર જીવંત પ્રસારણ કરવામાં આવશે. હરાજીના બીજા દિવસનું લાઈવ સ્ટ્રીમિંગ JioCinema પર થશે.

કુલ 132 સ્લોટ બાકી

બીજા દિવસે 493 ખેલાડીઓ માટે બોલી લગાવવામાં આવશે, જેમાંથી મહત્તમ 132 ખેલાડીઓ જ વેચી શકાશે. કારણ કે તમામ ટીમો મળીને માત્ર 132 સ્લોટ ખાલી છે.

તમામ ટીમો પાસે કેટલું પર્સ બાકી ?

  • રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર – રૂ. 30.65 કરોડ
  • મુંબઈ ઈન્ડિયન્સ- રૂ. 26.10 કરોડ
  • પંજાબ કિંગ્સ- રૂ. 22.50 કરોડ
  • ગુજરાત ટાઇટન્સ- રૂ. 17.50 કરોડ
  • રાજસ્થાન રોયલ્સ- રૂ. 17.35 કરોડ
  • ચેન્નાઈ સુપર કિંગ્સ- રૂ. 15.60 કરોડ
  • લખનૌ સુપર જાયન્ટ્સ – રૂ. 14.85 કરોડ
  • દિલ્હી કેપિટલ્સ- રૂ. 13.80 કરોડ
  • કોલકાતા નાઈટ રાઈડર્સ- રૂ. 10.05 કરોડ
  • સનરાઇઝર્સ હૈદરાબાદ - રૂ. 5.15 કરોડ.

કઈ ટીમ પાસે કેટલા સ્લોટ બાકી છે?

  • ચેન્નાઈ સુપર કિંગ્સ- 12 સ્લોટ
  • દિલ્હી કેપિટલ્સ- 12 સ્લોટ
  • ગુજરાત ટાઇટન્સ- 14 સ્લોટ
  • કોલકાતા નાઈટ રાઈડર્સ- 12 સ્લોટ
  • લખનૌ સુપર જાયન્ટ્સ- 12 સ્લોટ્સ
  • મુંબઈ ઈન્ડિયન્સ- 09 સ્લોટ
  • પંજાબ કિંગ્સ- 12 સ્લોટ્સ
  • રાજસ્થાન રોયલ્સ- 11 સ્લોટ
  • રોયલ ચેલેન્જર્સ બેંગલોર- 09 સ્લોટ્સ
  • સનરાઇઝર્સ હૈદરાબાદ 13 સ્લોટ.

  • Follow us on: