IPL 2025ની 16મી લીગ મેચ લખનૌ સુપર જાયન્ટ્સ અને મુંબઈ ઇન્ડિયન્સ વચ્ચે એકાના ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાઈ હતી. લખનૌની ટીમે આ મેચ 12 રનથી જીતી લીધી, જે સિઝનની તેમની બીજી જીત હતી. આ મેચમાં મુંબઈ ઈન્ડિયન્સ ટીમના કેપ્ટન હાર્દિક પંડ્યાએ ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પ્રથમ બેટિંગ કરતા લખનૌ સુપર જાયન્ટ્સે 20 ઓવરમાં 203 રન બનાવ્યા, જેમાં મિશેલ માર્શે 60 રન બનાવ્યા જ્યારે એડન માર્કરામે 53 રન બનાવ્યા. મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન હાર્દિક પંડ્યાએ આ મેચમાં બોલિંગમાં શાનદાર પ્રદર્શન કર્યું અને 5 વિકેટ લેવામાં સફળ રહ્યો, આ ઉપરાંત વિગ્નેશ પુથુર, અશ્વની કુમાર અને ટ્રેન્ટ બોલ્ટે 1-1 વિકેટ લીધી. લક્ષ્યનો પીછો કરતા મુંબઈ ઈન્ડિયન્સે 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 191 રન બનાવ્યા. મુંબઈ તરફથી સૂર્યકુમાર યાદવે 67 રન અને નમન ધીરે 46 રન બનાવ્યા પરંતુ તેઓ ટીમને જીત અપાવવામાં સફળ રહી શક્યા નહીં. લખનૌ માટે બોલિંગમાં શાર્દુલ, અવેશ, આકાશ દીપ અને દિગ્વેશ રાઠીએ 1-1 વિકેટ લીધી.




  • Follow us on: