IPL 2025ની 45મી મેચમાં, મુંબઈ ઈન્ડિયન્સે લખનૌ સુપર જાયન્ટ્સને 54 રને હરાવ્યું. IPLના ઈતિહાસમાં પહેલીવાર, મુંબઈએ લીગ સ્ટેજમાં લખનૌને હરાવ્યું છે. આ મુંબઈનો 10 મેચમાં છઠ્ઠો વિજય છે. આ સાથે, MI હવે પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને આવી ગયું છે.


મુંબઈ ઈન્ડિયન્સે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 215 રન બનાવ્યા. જવાબમાં લખનૌની ટીમ ફક્ત 161 રન જ બનાવી શકી. લખનૌની 10 મેચમાં આ પાંચમી હાર છે. લખનૌની ટીમ હવે પોઈન્ટ ટેબલમાં છઠ્ઠા સ્થાને પહોંચી ગઈ છે.

લખનૌની ખરાબ શરૂઆત

મુંબઈ દ્વારા આપવામાં આવેલા 216 રનના લક્ષ્યાંકના જવાબમાં લખનૌની શરૂઆત સારી રહી ન હતી. એડન માર્કરામ ફક્ત 09 રન બનાવી શક્યો. આ પછી મિચેલ માર્શ અને નિકોલસ પૂરને ઝડપથી રન બનાવ્યા. લખનૌએ પાવરપ્લેમાં એક વિકેટ ગુમાવીને 60 રન બનાવ્યા હતા પરંતુ ત્યારબાદ ટીમે પોતાની લય ગુમાવી દીધી અને નિયમિત અંતરાલે વિકેટ ગુમાવી દીધી.

મિચેલ માર્શ 24 બોલમાં 34 રન બનાવીને આઉટ થયો. તેને 3 ચોગ્ગા અને બે છગ્ગા ફટકાર્યા. નિકોલસ પૂરન 15 બોલમાં 27 રન બનાવીને પેવેલિયન પાછો ફર્યો. તેના બેટમાંથી એક ચોગ્ગો અને ત્રણ છગ્ગા આવ્યા.


રિષભ પંતનું ખરાબ પ્રદર્શન

ફરી એકવાર કેપ્ટન રિષભ પંતનું બેટ શાંત રહ્યું. તે ફક્ત 04 રન જ બનાવી શક્યો. આયુષ બદોનીએ 22 બોલમાં 35 રન બનાવ્યા. તેને બે ચોગ્ગા અને બે છગ્ગા ફટકાર્યા. ડેવિડ મિલર 16 બોલમાં ફક્ત 24 રન બનાવી શક્યો. અબ્દુલ સમદ પણ સસ્તામાં આઉટ થયો. તે 2 રન બનાવીને આઉટ થયો.

મુંબઈ તરફથી જસપ્રીત બુમરાહે 4 ઓવરમાં 22 રન આપીને 4 વિકેટ ઝડપી હતી. વિલ જેક્સે બે વિકેટ લીધી. જેક્સે પૂરન અને પંતની વિકેટ લીધી. ટ્રેન્ટ બોલ્ટે 20 રન આપીને ત્રણ વિકેટ લીધી.

વિલ જેક્સે મચાવી ધૂમ

આ પહેલા મુંબઈ તરફથી સૂર્યકુમાર યાદવે 28 બોલમાં 54 રન અને રિયાન રિકલ્ટને 32 બોલમાં 58 રન બનાવ્યા. અંતે, નમન ધીર 11 બોલમાં 25 રન બનાવીને અણનમ રહ્યા. ડેબ્યુટન્ટ કોર્બિન બોશે 10 બોલમાં 20 રન બનાવ્યા. બે વિકેટ લેનારા વિલ જેક્સે પણ બેટિંગમાં 29 રન બનાવ્યા.


  • Follow us on: