IPL 2025માં મુંબઈ ઈન્ડિયન્સનો મુકાબલો રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરૂ સામે છે. ટીમ ઈન્ડિયાના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીએ આ મેચમાં ઈતિહાસ રચ્યો છે. તે T20માં 13000 રન બનાવનાર પ્રથમ ભારતીય બેટ્સમેન બન્યો છે.


36 વર્ષીય વિરાટ કોહલીએ 7 એપ્રિલ, સોમવારના રોજ વાનખેડે સ્ટેડિયમ ખાતે RCB અને MI વચ્ચે રમાયેલી આઈપીએલ 2025ની 20મી મેચમાં એક મોટી સિદ્ધિ હાંસલ કરી.

વિરાટ કોહલીએ T20 ક્રિકેટમાં 13,000 રન પૂરા કર્યા છે. આ રેકોર્ડ સૌપ્રથમ ક્રિસ ગેલે બનાવ્યો હતો, જ્યારે તેને CPL 2019 માં જમૈકા તલ્લાવાહ્સ તરફથી બાર્બાડોસ ટ્રાઈડેન્ટ્સ સામે રમતી વખતે આ સિદ્ધિ મેળવી હતી. હવે કોહલીનું નામ T20માં 13,000 રન બનાવનારા દિગ્ગજોની લિસ્ટમાં પણ સામેલ થઈ ગયું છે. ક્રિસ ગેલ, એલેક્સ હેલ્સ, શોએબ મલિક અને કાયરન પોલાર્ડ જેવા ખેલાડીઓ પહેલાથી જ આ લિસ્ટમાં સામેલ છે.

T20 ક્રિકેટમાં સૌથી ઝડપી 13,000 રન પૂર્ણ કરનાર બેટ્સમેન

ક્રિસ ગેલ

389 મેચોમાં 381 ઈનિંગ્સમાં આ રેકોર્ડ બનાવ્યો. તેને સપ્ટેમ્બર 2019 માં બાર્બાડોસ ટ્રાઈડેન્ટ્સ સામે આ સિદ્ધિ મેળવી હતી.

વિરાટ કોહલી

403 મેચની 386 ઈનિંગ્સમાં આ આંકડો હાંસલ કર્યો. તેને એપ્રિલ 2025 માં મુંબઈ ઈન્ડિયન્સ સામે આ સિદ્ધિ મેળવી હતી.

એલેક્સ હેલ્સ

478 મેચોમાં 474 ઈનિંગ્સમાં આ રેકોર્ડ બનાવ્યો. તેને જાન્યુઆરી 2025 માં ફોર્ચ્યુન બારીશાલ સામે આ સિદ્ધિ મેળવી હતી.

શોએબ મલિક

526 મેચની 487 ઈનિંગ્સમાં આ સિદ્ધિ હાંસલ કરી. તેને જાન્યુઆરી 2024 માં રંગપુર રાઈડર્સ સામે આ રેકોર્ડ બનાવ્યો હતો.

કાયરન પોલાર્ડ

668 મેચોમાં 594 ઈનિંગ્સમાં 13,000 રન પૂર્ણ કર્યા. તેને જુલાઈ 2024 માં નોર્ધન સુપરચાર્જર્સ સામે આ સિદ્ધિ હાંસલ કર્યું.

IPLમાં 8,000 રન બનાવનાર વિરાટ કોહલી એકમાત્ર ખેલાડી

વિરાટ કોહલીએ IPLમાં 8,000 થી વધુ રન બનાવ્યા છે. આ લીગમાં આવું કરનાર તે પ્રથમ અને એકમાત્ર ખેલાડી છે. કોહલીએ અત્યાર સુધીમાં 256 IPL મેચ રમી છે, જેમાં તેની એવરેજ 38 થી વધુ રહી છે. તેને આ બધી મેચ ફક્ત RCB (રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર) માટે રમી છે. આ સમયગાળા દરમિયાન, તેને 8 સદી પણ ફટકારી છે, જે IPLમાં કોઈપણ ખેલાડી દ્વારા સૌથી વધુ સદી છે. રનના મામલે શિખર ધવન બીજા સ્થાને છે, જેણે અત્યાર સુધીમાં 6,769 રન બનાવ્યા છે.

  • Follow us on: