- IPL 2025માં મુંબઈમાં ઘણા ફેરફારો જોવા મળશે
- સૌથી મોટો ફેરફાર કેપ્ટનશિપને લઈને થઈ શકે છે
- હાર્દિક પંડ્યાને સુકાનીપદેથી હટાવી શકાય છે
IPL 2025માં મુંબઈ ઈન્ડિયન્સમાં ઘણા ફેરફારો સાથે જોવા મળી શકે છે. આમાં સૌથી મોટો ફેરફાર કેપ્ટનશિપને લઈને થઈ શકે છે. હાર્દિક પંડ્યાને સુકાનીપદેથી હટાવી શકાય છે. તેમના સ્થાને સૂર્યકુમાર યાદવ નવા કેપ્ટન બની શકે છે. એક રિપોર્ટ અનુસાર રોહિત શર્માની સાથે સાથે ટીમના ઘણા ખેલાડીઓ પંડ્યાની કેપ્ટનશિપથી ખુશ નથી. આ સાથે સચિન તેંડુલકર પણ સૂર્યાને કેપ્ટન બનાવવાના પક્ષમાં છે. જો કે આ અંગે કોઈ સત્તાવાર માહિતી સામે આવી નથી.
એક અહેવાલ અનુસાર, રોહિતના કેમ્પે મુંબઈ ઈન્ડિયન્સના ટીમ મેનેજમેન્ટને અલ્ટીમેટમ આપ્યું છે. રોહિત અને સચિન સહિત ઘણા ખેલાડીઓ નથી ઈચ્છતા કે પંડ્યા કેપ્ટન બને. જો મુંબઈ હજુ પણ હાર્દિકને કેપ્ટન તરીકે રાખશે તો રોહિત અને સૂર્યાની સાથે ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહ પણ ટીમ છોડી શકે છે. હાલમાં મુંબઈ કેમ્પમાં આને લઈને ભારે હલચલ મચી ગઈ છે.













