મુંબઈ ઈન્ડિયન્સ IPL 2025 માટે પોતાની ટીમને મજબૂત બનાવવામાં વ્યસ્ત છે. નવી સિઝન પહેલા મુંબઈ ઈન્ડિયન્સને હવે નવો ફિલ્ડિંગ કોચ મળ્યો છે. ઈંગ્લેન્ડના ભૂતપૂર્વ કોચ કાર્લ હોપકિન્સનને હવે મુંબઈ ઈન્ડિયન્સના નવા ફિલ્ડિંગ કોચ બનાવવામાં આવ્યા છે. જેના કારણે ટીમનો ફિલ્ડિંગ વિભાગ વધુ મજબૂત બનવા જઈ રહ્યો છે. અગાઉ જેમ્સ પેમેન્ટ 7 વર્ષ સુધી મુંબઈ ઈન્ડિયન્સના ફિલ્ડિંગ કોચ હતા, પરંતુ હવે તેમણે ફ્રેન્ચાઈઝી છોડી દીધી છે.
વર્લ્ડકપ વિનર ખેલાડીને મળી જવાબદારી
કાર્લ હોપકિન્સન બે વખત વર્લ્ડ કપ વિજેતા ઈંગ્લેન્ડની ટીમનો ભાગ રહી ચૂક્યો છે. ઈંગ્લેન્ડે 2019 ODI વર્લ્ડકપ અને 2022 T20 વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો હતો. આ સમયગાળા દરમિયાન, કાર્લ ઈંગ્લેન્ડના ફિલ્ડિંગ કોચ હતા.
https://twitter.com/mipaltan/status/1867458022890766692
MIએ જેમ્સ પેમેન્ટનો માન્યો આભાર
મુંબઈ ઈન્ડિયન્સ દ્વારા જૂના ફિલ્ડિંગ કોચ જેમ્સ પેમેન્ટને અલવિદા કહીને સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. તેમાં લખ્યું હતું, “અમારા લાંબા સમયથી સેવા આપતા ફિલ્ડિંગ કોચ જેમ્સ પેમેન્ટે 7 વર્ષના અમૂલ્ય યોગદાન પછી #OneFamily ને અલવિદા કહ્યું, જ્યાં તેમણે 2019 અને 2020 માં બે ટ્રોફી જીતી હતી. અમે તેમનો આભાર માનીએ છીએ અને તેમના ભવિષ્યના પ્રયત્નો માટે તેમને શુભેચ્છા પાઠવીએ છીએ.
https://twitter.com/mipaltan/status/1867467775712907354
ઇન્ટરનેશનલ ક્રિકેટ રમવાની ન મળી તક
કાર્લ હોપકિન્સનને ક્યારેય આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં રમવાની તક મળી નથી. જોકે, ડોમેસ્ટિક ક્રિકેટમાં તેમનું પ્રદર્શન ઘણું સારું રહ્યું હતું. ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં કાર્લે 62 મેચમાં બેટિંગ કરતા 2705 રન બનાવ્યા હતા, આ સિવાય તેણે 2 વિકેટ પણ લીધી હતી. જેમાં 3 સદી અને 15 અડધી સદી સામેલ છે. તેણે 92 લિસ્ટ A મેચમાં બેટિંગ કરતા 1400 રન બનાવ્યા હતા.