• IPL 2025 પહેલા મેગા ઓક્શન યોજાશે
  • હાર્દિકને રિલીઝ કરી શકે છે MI: સુત્ર
  • આ 4 ખેલાડીઓને રિટેન કરશે મુંબઇ

થોડા દિવસો પહેલા BCCIની વાનખેડે ઓફિસમાં IPL અધિકારીઓ અને ટીમના માલિકો વચ્ચે બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં કેટલીક ટીમોના માલિકો BCCI ઓફિસમાં હાજર હતા જ્યારે કેટલાકે વર્ચ્યુઅલ રીતે ભાગ લીધો હતો. આ બેઠકમાંથી ઘણા ચોંકાવનારા સમાચાર પણ બહાર આવ્યા. જો કે આ દરમિયાન વધુ એક મોટા સમાચાર સામે આવ્યા છે. આ સમાચાર મુંબઈ ઈન્ડિયન્સના કેમ્પ સાથે જોડાયેલા છે.

હાર્દિક પંડ્યાને છોડી શકે છે મુંબઇ

સુત્રોનું માનીએ તો મુંબઈ ઈન્ડિયન્સ તેના કેપ્ટન હાર્દિક પંડ્યાને છોડવા જઈ રહી છે. મુંબઈ ઈન્ડિયન્સે IPL 2024 પહેલા હાર્દિક પંડ્યાને પોતાની ટીમમાં ફરીથી સામેલ કર્યો હતો. ફ્રેન્ચાઇઝીએ રોહિત શર્મા પાસેથી કેપ્ટનશીપ છીનવીને સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિકેને આપી હતી. તેમ છતાં, ટીમ આશ્ચર્યજનક કંઈ કરી શકી ન હતી અને પ્લેઓફમાં પણ જગ્યા બનાવી શકી ન હતી. હવે સમાચાર છે કે મુંબઈ ઈન્ડિયન્સ હાર્દિક પંડ્યાને છોડશે.

નિયમોમાં કોઈ ફેરફાર નહીં થાય તો ટીમો 4 ખેલાડીઓને રિટેન કરી શકાશે

IPLના નિયમો અનુસાર દર ત્રણ વર્ષે મેગા ઓક્શનનું આયોજન કરવામાં આવે છે. આ વખતે ડિસેમ્બરમાં ફરીથી મેગા ઓક્શન થશે. આવી સ્થિતિમાં, તમામ 10 ટીમોને માત્ર 4 ખેલાડીઓને જાળવી રાખવાની મંજૂરી આપવામાં આવશે. જો કે એક અહેવાલ એવો પણ છે કે આ વખતે રિટેન કરાયેલા ખેલાડીઓની સંખ્યા વધી શકે છે. અત્યાર સુધી BCCI કે IPLએ આ અંગે કંઈ કહ્યું નથી. પરંતુ અહેવાલોમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે હવે પાંચ ખેલાડીઓને જાળવી રાખવામાં આવી શકે છે.

મુંબઈ ઈન્ડિયન્સ આ 4 ખેલાડીઓને કરશે રિટેન

સૂત્રોના જણાવ્યા અનુસાર મુંબઈ ઈન્ડિયન્સ કોઈપણ કિંમતે રોહિત શર્મા, સૂર્યકુમાર યાદવ અને જસપ્રિત બુમરાહને પોતાની સાથે રાખવા માંગે છે. આવી સ્થિતિમાં, ફ્રેન્ચાઇઝી હાર્દિક પંડ્યાને રિલીઝ કરશે, કારણ કે સૂર્યકુમાર હવે T20 ફોર્મેટમાં દેશનો કેપ્ટન છે. આવી સ્થિતિમાં, ફ્રેન્ચાઇઝી તેની ટીમની કમાન તેને સોંપી શકે છે. રોહિત પણ સૂર્યાની કેપ્ટનશીપમાં રમવા માટે આરામદાયક રહેશે. રિપોર્ટમાં કહેવામાં આવી રહ્યું છે કે મુંબઈ ઈન્ડિયન્સ IPL 2025 માટે સૂર્યકુમાર યાદવ, રોહિત શર્મા, જસપ્રિત બુમરાહ અને તિલક વર્માને રિટેન કરી શકે છે. તેમાં કોઈ શંકા નથી કે ફ્રેન્ચાઈઝી હવે નવી ટીમ તૈયાર કરવા માંગે છે. આવી સ્થિતિમાં આપણે આગામી સિઝનમાં ટીમમાં ઘણા નવા ખેલાડીઓ જોઈ શકીએ છીએ.

  • Follow us on: