આઈપીએલ 2025 માટે રીટેન્શન પ્રક્રિયા કરવામાં આવી છે. સાઉદી અરેબિયાના જેદ્દાહ શહેરમાં 24 અને 25મીએ મેગા ઓક્શન યોજાવવાનો છે. આ સિરીઝમાં દિલ્હી કેપિટલ્સ ટીમે નવી સિઝન પહેલા મોટી જાહેરાત કરી છે.


ટીમે ભૂતપૂર્વ ભારતીય ઝડપી બોલર મુનાફ પટેલને આગામી સિઝન માટે તેના નવા બોલિંગ કોચ તરીકે નિયુક્ત કર્યા છે. આગામી સિઝન માટે દિલ્હી કેપિટલ્સના કોચિંગ સ્ટાફમાં આ ત્રીજો મોટો ફેરફાર છે.

હેમાંગ બદાણીને બનાવાયા મુખ્ય કોચ

ટીમે અગાઉ ભૂતપૂર્વ ભારતીય ખેલાડી હેમાંગ બદાનીને મુખ્ય કોચ તરીકે નિયુક્ત કર્યા હતા. તેને ભૂતપૂર્વ ઓસ્ટ્રેલિયન ક્રિકેટર રિકી પોન્ટિંગની જગ્યા લીધી. આ સિવાય ટીમ દ્વારા વેણુગોપાલ રાવને ક્રિકેટ ડાયરેક્ટર બનાવવામાં આવ્યા છે. હાલમાં મુનાફ પટેલ આ કોચિંગ સ્ટાફનો ભાગ બની ગયો છે.

 

વર્લ્ડ કપ ટીમનો ભાગ

મુનાફ પટેલ એક સમયે ટીમ ઈન્ડિયાનો મુખ્ય ઝડપી બોલર હતો. તેને ભારત માટે 13 ટેસ્ટ, 70 ODI અને 2 T20 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે. તે મહેન્દ્ર સિંહ ધોનીની કપ્તાનીમાં 2011ની વર્લ્ડ કપ વિજેતા ટીમનો ભાગ પણ રહી ચૂક્યો છે. તેને ભારત માટે 35 વિકેટ લીધી છે. આ સિવાય તેને ODI ક્રિકેટમાં 86 વિકેટ લીધી છે. આ સાથે જ તેને T20 ઈન્ટરનેશનલમાં 4 વિકેટ ઝડપી છે.

આઈપીએલમાં મચાવી છે ધૂમ

મુનાફ પટેલે પણ આઈપીએલમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. તે IPLમાં રાજસ્થાન રોયલ્સ, ગુજરાત લાયન્સ અને મુંબઈ ઈન્ડિયન્સ તરફથી રમી ચૂક્યો છે. આવી પરિસ્થિતિમાં હવે તે પોતાના કરિયરની નવી ઇનિંગ શરૂ કરવા જઈ રહ્યો છે. તે અગાઉ પણ બોલરોને તાલીમ આપતો જોવા મળ્યો છે. 

એક મહિનામાં ત્રણ મોટા નિર્ણયો

દિલ્હી કેપિટલ્સે એક મહિનામાં સપોર્ટ સ્ટાફને લઈને ત્રણ મોટા નિર્ણયો લીધા છે. 17 ઓક્ટોબરના રોજ, ડીસીએ ભૂતપૂર્વ ભારતીય ખેલાડી હેમાંગ બદાનીને મુખ્ય કોચ અને વેણુગોપાલ રાવને ક્રિકેટના ડાયરેક્ટર તરીકે નિયુક્ત કર્યા. રિકી પોન્ટિંગની જગ્યાએ 47 વર્ષીય બદાનીને કોચ બનાવવામાં આવ્યો હતો. ભારત માટે ચાર ટેસ્ટ અને 40 વનડે રમી ચૂકેલા બદાની પાસે વિવિધ ક્રિકેટ લીગમાં કોચિંગનો અનુભવ છે. ભારત માટે 16 ODI રમનાર વેણુગોપાલ રાવ 2009માં IPL જીતનાર ડેક્કન ચાર્જર્સ ટીમનો ભાગ હતો.

  • Follow us on: