IPL 2025 સીઝન-18 શરૂ થવામાં હવે 3 દિવસ બાકી છે. હવે BCCI સીઝન-18ને ખાસ બનાવવાની યોજના બનાવી રહ્યું છે. જેના કારણે ફેન્સ એક કે બે દિવસ નહીં પરંતુ ઘણા દિવસો સુધી IPL ઓપનિંગ સેરેમની જોઈ શકશે.


IPL 2025ની શરૂઆતની મેચ 22 માર્ચે કોલકાતા નાઈટ રાઈડર્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમ ખાતે રમાશે અને ઓપનિંગ સેરેમની અહીંથી શરૂ થશે.

13 સ્થળોએ થશે ઓપનિંગ સેરેમની

મીડિયા રિપોર્ટ મુજબ BCCI ટુર્નામેન્ટના તમામ 13 સ્થળોએ ઓપનિંગ સેરેમનીનું આયોજન કરશે. 22 માર્ચે ઓપનિંગ સેરેમનીમાં બોલીવુડના સુપરસ્ટાર હાજરી આપશે. જેમાં ગાયિકા શ્રેયા ઘોષાલ અને એક્ટ્રેસ દિશા પટણીનો સમાવેશ થાય છે. એક સૂત્રના જણાવ્યા મુજબ "આ ટુર્નામેન્ટમાં વધુ રંગ ઉમેરવા માટે દરેક જગ્યાએથી દર્શકો ઓપનિંગ સેરેમનીનો આનંદ માણી શકશે. દરેક સ્થળે સાંસ્કૃતિક કાર્યક્રમો માટે રાષ્ટ્રીય અને સ્થાનિક કલાકારોની એક લાઈન-અપ રાખવાની યોજના છે."


કારણ કે આટલા મોટા પાયે પહેલી વાર થઈ રહ્યું છે. તેથી, બીસીસીઆઈ અને રાજ્ય સંગઠનો સાથે મળીને કામ કરી રહ્યા છે જેથી મેચોને અવરોધ્યા વિના ઈવેન્ટ્સ સરળતાથી યોજાઈ શકે.

ICC ચેરમેન પણ રહેશે હાજર

મીડિયા રિપોર્ટ મુજબ આઈસીસીના ચેરમેન અને અન્ય લોકો કોલકાતામાં યોજાનાર આઈપીએલ 2025ના ઓપનિંગ સેરેમનીમાં હાજર રહેશે. આ સિવાય અન્ય સ્થળોએ યોજાનાર 12 કાર્યક્રમો માટે અન્ય કલાકારો સાથે પણ અંતિમ ચર્ચા ચાલી રહી છે. IPL 2025 ની મેચો ગુવાહાટી, વિશાખાપટ્ટનમ અને મુલ્લાનપુરમાં પણ રમાશે. જે રાજસ્થાન રોયલ્સ, સનરાઈઝર્સ હૈદરાબાદ અને પંજાબ કિંગ્સ જેવી ટીમોનું બીજું હોમ ગ્રાઉન્ડ છે.


  • Follow us on: