IPL 2025 ની 66મી મેચ જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં રમાઈ હતી. જ્યાં પંજાબ કિંગ્સે દિલ્હી કેપિટલ્સ ટીમના પડકારનો સામનો કર્યો. મેચમાં ફાફ ડુ પ્લેસિસે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો.


પ્રથમ બેટિંગ કરતા પંજાબ કિંગ્સની ટીમે 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 206 રન બનાવ્યા. દિલ્હી કેપિટલ્સની ટીમે આ લક્ષ્યનો પીછો કર્યો અને મેચ 6 વિકેટે જીતી લીધી. આ સાથે દિલ્હીએ પોતાનું સન્માન બચાવ્યું છે અને પંજાબની સમસ્યાઓમાં વધારો કર્યો છે.

પંજાબ કિંગ્સે 206 રનનો પહાડ જેવો બનાવ્યો સ્કોર

ટોસ હાર્યા બાદ, પ્રથમ બેટિંગ કરવા આવેલા પંજાબ કિંગ્સ તરફથી પ્રભસિમરન સિંહે 28 રન બનાવ્યા. પ્રિયાંશ આર્ય ફક્ત 6 રન જ બનાવી શક્યો. જોશ ઈંગ્લીસે 32 રન બનાવ્યા જ્યારે નેહલ વાઢેરાએ 16 રન બનાવ્યા. કેપ્ટન શ્રેયસ ઐયરે એક છેડો પકડી રાખ્યો અને 53 રનની ઈનિંગ રમી.


તેમને સાથ આપતા, માર્કસ સ્ટોઈનિસે પણ 16 બોલમાં અણનમ 44 રન બનાવ્યા. જેના કારણે પંજાબ કિંગ્સની ટીમ 206 રનના સ્કોર સુધી પહોંચી શકી. દિલ્હી કેપિટલ્સ તરફથી મુસ્તફિઝુર રહેમાને 3 વિકેટ લીધી જ્યારે વિપ્રજ નિગમ અને કુલદીપ યાદવે 2-2 વિકેટ લીધી.

દિલ્હી કેપિટલ્સની સારી શરુઆત

207 રનના મોટા લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી દિલ્હી કેપિટલ્સ માટે કેએલ રાહુલે 35 રન બનાવ્યા જ્યારે ફાફ ડુ પ્લેસિસે 23 રન બનાવ્યા. ત્રીજા નંબર પર બેટિંગ કરવા આવેલા કરુણ નાયરે 44 રનની શાનદાર ઈનિંગ રમી. અંતે, સમીર રિઝવીએ માત્ર 25 બોલમાં 58 રનની અણનમ ઈનિંગ રમી. જેમાં તેને 3 ચોગ્ગા અને 5 છગ્ગા પણ ફટકાર્યા હતા.

આ સાથે, દિલ્હીની ટીમે IPL 2025 ની પોતાની છેલ્લી મેચ 6 વિકેટથી જીતીને પોતાનું સન્માન બચાવ્યું છે. આ મેચ હાર્યા બાદ, પંજાબ કિંગ્સનું ટોપ 2 માં પહોંચવાનું સ્વપ્ન ખૂબ જ મુશ્કેલ બની ગયું છે. પરંતુ પંજાબ કિંગ્સ ટીમ હવે 26 મેના રોજ મુંબઈ ઈન્ડિયન્સ સામે રમવાની છે.


  • Follow us on: