IPL 2025માં આજે પંજાબ કિંગ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે ક્વોલિફાયર 2 અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં સાંજે 7:30 વાગ્યે રમાશે. મુંબઈ ઈન્ડિયન્સે એલિમિનેટર મેચમાં ગુજરાત ટાઈટન્સને હરાવીને ક્વોલિફાયર 2માં જગ્યા બનાવી હતી.


જ્યારે પંજાબ કિંગ્સને ક્વોલિફાયર 1માં રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ સામે હારનો સામનો કરવો પડ્યો હતો. જેથી શ્રેયસ ઐયરની ટીમને હવે ક્વોલિફાયર 2 રમવી પડશે. હાલમાં ક્વોલિફાયર 2 પહેલા મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન હાર્દિક પંડ્યાને એક ડર સતાવે છે.

મુંબઈ ઈન્ડિયન્સનું વધ્યું ટેન્શન?

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમનો રેકોર્ડ મુંબઈ ઈન્ડિયન્સ માટે ખતરા સમાન છે. આ મેદાન પર ટીમનો રેકોર્ડ ખૂબ જ ખરાબ છે, આ મેદાન પર મુંબઈ ઈન્ડિયન્સ છેલ્લે વર્ષ 2014માં જીત મળી હતી. અત્યાર સુધી ટીમે અહીંયા 6 મેચ રમી છે અને 5 માં મુંબઈ ઈન્ડિયન્સને હારનો સામનો કરવો પડ્યો છે. 11 વર્ષથી મુંબઈ ઈન્ડિયન્સ અમદાવાદમાં કોઈ મેચ જીતી શક્યું નથી. ક્યાંકને ક્યાંક આ મેદાન ટીમ માટે અનલકી રહ્યું છે. ફરી એકવાર મુંબઈ ઈન્ડિયન્સ આ મેદાન પર આઈપીએલનો મહત્ત્વની મેચ રમવા જઈ રહી છે, જે ટીમ કોઈ પણ કિંમતે જીતવા માંગશે. હાર્દિક પંડ્યા પંજાબ કિંગ્સ સામે જીતીને આ જુનો રેકોર્ડ સુધારવા માંગશે.

આ સીઝનમાં ગુજરાત ટાઈટન્સે આપી હતી માત

આ સીઝનમાં મુંબઈ ઈન્ડિયન્સ ગુજરાત ટાઈટન્સ સામે આ મેદાન પર છેલ્લી મેચ રમ્યું હતું. આ મેચમાં મુંબઈ ઈન્ડિયન્સને 36 રનથી હારનો સામનો કરવો પડ્યો. મેચમાં પહેલા બેટિંગ કરતાં ગુજરાત ટાઈટન્સે 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 196 રન બનાવ્યા હતા. ત્યારબાદ ટાર્ગેટ ચેઝ કરતાં હાર્દિક પંડ્યાની ટીમે 20 ઓવરમાં 160 રન જ બનાવી શકી. આ મેચમાં ગુજરાત ટાઈટન્સ તરફથી ફાસ્ટ બોલર પ્રસિદ્ધ કૃષ્ણાએ જોરદાર બોલિંગ કરી હતી અને તેને 2 વિકેટ લીધી હતી.

એલિમિનેટર મેચમાં મુંબઈએ ગુજરાતને હરાવ્યું હતું, આ મેચમાં રોહિત શર્માએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. રોહિતે મેચમાં જોરદાર બેટિંગ કરતાં 50 બોલમાં 81 રન બનાવ્યા હતા. જેના કારણે તેને પ્લેયર ઓફ ધ મેચ પણ પસંદ કરવામાં આવ્યો હતો.

  • Follow us on: