પંજાબ કિંગ્સ અને આરસીબી વચ્ચેની મેચ 20 એપ્રિલે રમાઈ. આ મેચમાં વિરાટ કોહલીએ ધૂમ મચાવી. તે હવે IPLના ઈતિહાસમાં સૌથી વધુ 50+ સ્કોર બનાવનાર ખેલાડી બની ગયો છે. વિરાટે પંજાબ કિંગ્સ સામે રમાયેલી મેચમાં આ સિદ્ધિ મેળવી હતી. આ મેચમાં વિરાટે શાનદાર અડધી સદી ફટકારી અને ટીમ માટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી.


વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ

વિરાટ કોહલીએ IPL 2025 માં ઈતિહાસ રચ્યો છે. તે 252 ઈનિંગ્સમાં સૌથી વધુ 50+ સ્કોર બનાવવાનો સિદ્વિ ધરાવે છે. વિરાટ કોહલીએ IPLમાં 67 વખત 50+ સ્કોર બનાવ્યા છે. તેને ડેવિડ વોર્નરનો રેકોર્ડ તોડ્યો, જેને 66 વખત 50+ સ્કોર બનાવ્યો હતો. આ ઈનિંગની મદદથી, વિરાટ કોહલી IPL 2025 માં સૌથી વધુ રન બનાવવાના મામલે 10મા ક્રમે આવી ગયો છે.

IPLમાં સૌથી વધુ 50+ સ્કોર કરનારા ખેલાડીઓ

નંબરખેલાડી50+ Scoresઈનિંગદેશ

1

વિરાટ કોહલી67*252ભારત
2ડેવિડ વોર્નર66184ઓસ્ટ્રેલિયા
3શિખર ધવન53221ભારત
4રોહિત શર્મા45258ભારત
5કેએલ રાહુલ43129ભારત
6એબી ડી વિલિયર્સ43170સાઉથ આફ્રિકા
7સુરેશ રૈના 40200ભારત

RCBએ જીતી મેચ

IPL 2025ની 37મી મેચમાં પંજાબ કિંગ્સ અને RCB આમને-સામને હતા. પ્રથમ બેટિંગ કરતા પંજાબ કિંગ્સે 20 ઓવરમાં 157 રન બનાવ્યા. પંજાબ તરફથી પ્રભસિમરન સિંહે સૌથી વધુ રન બનાવ્યા. તેને 17 બોલમાં 33 રનની શાનદાર ઈનિંગ રમી. જેના જવાબમાં RCB એ માત્ર 18.5 ઓવરમાં લક્ષ્ય હાંસલ કરી લીધું. આરસીબી માટે વિરાટ કોહલીએ શાનદાર ઈનિંગ રમી. તેને 54 બોલમાં 73 રન બનાવ્યા, જેમાં 7 ચોગ્ગા અને 1 છગ્ગાનો સમાવેશ થાય છે. તેમના સિવાય દેવદત્ત પડિકલે 35 બોલમાં 61 રનની શાનદાર ઈનિંગ રમી. પડિકલે 35 બોલમાં 5 ચોગ્ગા અને 4 છગ્ગાની મદદથી 61 રન બનાવ્યા.

IPL 2025માં સૌથી વધુ રન બનાવનારા 10 બેટ્સમેન

રેન્કખેલાડીમેચઈનિંગ્સરનએવરેજસ્ટ્રાઈક રેટફોરસિક્સર
1નિકોલસ પૂરન8836852.57205.593031
2સાઈ સુદર્શન7736552.14153.363614
3વિરાટ કોહલી8832264.40140.002711
4જોસ બટલર7731563.00164.063213
5યશસ્વી જયસ્વાલ8830738.38139.552517
6મિચેલ માર્શ7729942.71167.983017
7એડન માર્કરામ8827434.25149.732612
8કેએલ રાહુલ6626653.20158.332213
9સૂર્યકુમાર યાદવ7726544.17151.432712
10શ્રેયસ ઐયર7725751.40194.701620

  • Follow us on: