IPL 2025 મેગા ઓક્શનમાં આ વખતે ઘણા ફેરફારો જોવા મળી શકે છે. હરાજી પહેલા તમામ ટીમોએ પોતપોતાના ખેલાડીઓની રીટેન અને રિલીઝ યાદી જાહેર કરવી પડશે. આ વખતે ઘણી ટીમોના કેપ્ટન અને ખેલાડીઓ બદલાયેલા જોવા મળી શકે છે. આ યાદીમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર ટીમનું નામ પણ સામેલ જોવા મળે છે. જોકે, RCB ટીમના કેપ્ટન ફાફ ડુ પ્લેસિસને રિલીઝ કરશે તેવી કોઈ સત્તાવાર માહિતી બહાર આવી નથી. પરંતુ જો આવું થાય છે તો RCB આ ત્રણ મોટા ખેલાડીઓ પર દાવ લગાવી શકે છે. જેમાં અન્ય ટીમના કેપ્ટનનો પણ સમાવેશ થાય છે.


કેએલ રાહુલ

મેગા ઓક્શન પહેલા ત્રણ વર્ષથી IPLમાં લખનૌ સુપર જાયન્ટ્સની કેપ્ટનશીપ કરી રહેલા કેએલ રાહુલ વિશે અટકળો ચાલી રહી છે કે એલએસજી તેને રિલીઝ કરી શકે છે. જો કે હજુ સુધી આ અંગે સંપૂર્ણ નિર્ણય લેવાયો નથી. પરંતુ જો કેએલ રાહુલ હરાજીમાં આવે છે તો આરસીબી તેના પર દાવ લગાવી શકે છે. વિકેટ કીપિંગની સાથે રાહુલ ઓપનિંગ બેટ્સમેનની ભૂમિકા પણ ભજવી શકે છે.


ક્વિન્ટન ડી કોક

દક્ષિણ આફ્રિકાના વિકેટકીપર બેટ્સમેન ક્વિન્ટન ડી કોક લાંબા સમયથી IPLમાં લખનઉ સુપર જાયન્ટ્સ તરફથી રમી રહ્યો છે. જોકે, ડી કોક માટે છેલ્લી IPL સિઝન કંઈ ખાસ ન હતી. આવી સ્થિતિમાં એલએસજી આ વિકેટકીપર બેટ્સમેનને મેગા ઓક્શન પહેલા છોડી શકે છે. જો ડી કોકને રિલીઝ કરવામાં આવે છે તો RCB આ ખેલાડીની હરાજીમાં જઈ શકે છે.

ઈશાન કિશન

ટીમ ઈન્ડિયાનો સ્ટાર વિકેટકીપર બેટ્સમેન ઈશાન કિશન લાંબા સમયથી IPLમાં મુંબઈ ઈન્ડિયન્સ તરફથી રમી રહ્યો છે. ઈશાને મુંબઈ માટે ઘણી શાનદાર ઈનિંગ્સ પણ રમી છે. મુંબઈ ઈન્ડિયન્સ પાસે પહેલાથી જ ઘણા મોટા નામ છે. જેમાં રોહિત શર્મા, હાર્દિક પંડ્યા અને જસપ્રિત બુમરાહ જેવા નામ સામેલ છે. આવી સ્થિતિમાં જો મુંબઈ ઈશાનને રિલીઝ કરે છે તો RCB આ ખેલાડીને ખરીદી શકે છે.

  • Follow us on: