IPL 2025 માટે પ્લેયર રિટેન કરવાની છેલ્લી તારીખ આજે હતી. આજે તમામ રિટેન કરાયેલા ખેલાડીઓનું લિસ્ટ સામે આવ્યું છે. ઘણી ટીમોમાં તેમની સાથે રમતા જૂના નામ સામેલ છે પરંતુ ઘણા દિગ્ગજ ખેલાડીઓને પણ બહારનો રસ્તો દેખાડવામાં આવ્યો છે. જે ખેલાડીઓને ટીમમાંથી બહારનો રસ્તો તે કોણ છે તે જાણો.
દિલ્હીએ રિષભ પંતને રિલીઝ
દિલ્હી કેપિટલ્સે તેમના શાનદાર ખેલાડી રિષભ પંતને રિલીઝ કર્યો છે. રિષભ પંત ટીમનો કેપ્ટન હતો. એ જ રીતે કેએલ રાહુલ પણ લખનૌ સાથે નહીં રમે. તેને પણ રિલીઝ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અહીં બીજું મોટું નામ શ્રેયસ અય્યર છે. તેને પણ ટીમની બહારનો રસ્તો બતાવી દેવામાં આવ્યો છે.
રાજસ્થાન રોયલ્સે યુઝવેન્દ્ર ચહલને કર્યો રિલીઝ
રાજસ્થાન રોયલ્સે પોતાના ઘણા ખેલાડીઓને બહાર કર્યા છે. આમાં જોસ બટલરનું નામ સૌથી પહેલું છે. તેના સિવાય યુઝવેન્દ્ર ચહલને પણ બહારનો રસ્તો દેખાડવામાં આવ્યો છે. રવિચંદ્રન અશ્વિનનું બીજું નામ પણ છે. હવે તે પણ ઓક્શનમાં જોવા મળશે.
મુંબઈ ઈન્ડિયન્સે ઈશાન કિશનને બતાવ્યો બહારનો રસ્તો
મુંબઈ ઈન્ડિયન્સે ઈશાન કિશનને બહારનો રસ્તો બતાવ્યો છે. મુંબઈ ઈન્ડિયન્સ હવે ઓક્શનમાં જ ઈશાન કિશનને પરત ખરીદવાનો પ્રયાસ કરી શકે છે. બીજી તરફ લખનૌએ ડી કોકને બહારનો રસ્તો બતાવ્યો છે. RCBએ ફાફ ડુ પ્લેસિસને રિલીઝ કરી દીધો છે. હવે ઓક્શનમાં જોવાનું રહેશે કે તે કઈ ટીમમાં સામેલ થશેય
આ દિગ્ગજ ખેલાડીઓને ટીમે કર્યા રિલીઝ
રિષભ પંત
ઈશાન કિશન
કેએલ રાહુલ
ક્વિન્ટન ડી કોક
જોસ બટલર
આર અશ્વિન
યુઝવેન્દ્ર ચહલ
ફાફ ડુ પ્લેસિસ