IPL 2025ને લઈને દરરોજ અનેક આશ્ચર્યજનક સમાચારો સામે આવી રહ્યા છે. હવે કોલકાતા નાઈટ રાઈડર્સના કેમ્પમાંથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં, છેલ્લી સિઝન એટલે કે IPL 2024માં ટાઈટલ જીતનાર કોલકાતા નાઈટ રાઈડર્સે આઈપીએલ 2025 માટે તેના કેપ્ટન શ્રેયસ ઐયરને રિલીઝ કરી દીધો છે. આવી સ્થિતિમાં ટીમ નવા કેપ્ટનની શોધમાં છે. KKRના નવા કેપ્ટનને લઈને એક મોટું અપડેટ સામે આવ્યું છે. KKRના કેપ્ટનને લઈને આવું નામ સામે આવ્યું છે, જેના પર વિશ્વાસ કરવો મુશ્કેલ હશે.
રિંકુ સિંહ હશે કોલકાતા નાઈટ રાઈડર્સનો આગામી કેપ્ટન?
અહેવાલ અનુસાર, છેલ્લા 5 બોલમાં 5 છગ્ગા ફટકારીને KKR માટે હારેલી મેચ જીતનાર રિંકુ સિંહ IPL 2025માં કોલકાતા નાઈટ રાઈડર્સનો કેપ્ટન હશે. જો મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો IPL 2025માં શ્રેયસ ઐયરની જગ્યાએ રિંકુ સિંહ ટીમનું નેતૃત્વ કરશે. જોકે, ફ્રેન્ચાઈઝીએ હજુ તેની સત્તાવાર જાહેરાત કરી નથી.
KKRએ આ 6 ખેલાડીઓને રિટેન કર્યા
IPL 2025 માટે, KKR એ આન્દ્રે રસેલ, સુનિલ નારાયણ, વરુણ ચક્રવર્તી, રિંકુ સિંહ, રમનદીપ સિંહ અને હર્ષિત રાણાને જાળવી રાખ્યા છે. KKR એ 4 કેપ્ડ પ્લેયર અને 2 અનકેપ્ડ પ્લેયર્સને જાળવી રાખ્યા છે. રિંકુ સિંહ, જેની કિંમત રૂ. 55 લાખ હતી, તેને કોલકાતાએ આગામી સિઝન માટે રૂ. 13 કરોડમાં જાળવી રાખ્યો છે. વરુણ ચક્રવર્તીને 12 કરોડ રૂપિયામાં, સુનીલ નારાયણને 12 કરોડ રૂપિયામાં, આન્દ્રે રસેલને 12 કરોડ રૂપિયામાં, હર્ષિત રાણાને રૂપિયા 4 કરોડમાં અને રામનદિન સિંહને પણ રૂપિયા 4 કરોડમાં રિટેન કરવામાં આવ્યો છે.
નવા કેપ્ટનની શોધમાં હતું KKR
કોલકાતા નાઈટ રાઈડર્સે 6 ખેલાડીઓને રિટેઈન કરવા માટે 120 કરોડમાંથી 57 કરોડ રૂપિયા ખર્ચ્યા છે. હવે IPL 2025ની મેગા ઓક્શનમાં KKR પાસે 63 કરોડ રૂપિયા હશે. પહેલા એવું કહેવામાં આવી રહ્યું હતું કે કોલકાતા નાઈટ રાઈડર્સ સૂર્યકુમાર યાદવને કેપ્ટન બનાવવા માંગે છે, પરંતુ સૂર્ય હવે મુંબઈમાં જ રહેશે. આવી સ્થિતિમાં KKR નવા કેપ્ટનની શોધમાં હતી. હવે સમાચાર છે કે KKRએ કેપ્ટન તરીકે રિંકુ સિંહના નામને મંજૂરી આપી દીધી છે. જો કે હજુ સુધી તેની સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.