19 એપ્રિલના રોજ IPL 2025 ની 36મી મેચમાં રાજસ્થાન રોયલ્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ ટીમો એકબીજા સામે ટકરાશે. આ મેચમાં લખનૌના કેપ્ટન રિષભ પંતે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો.
રાજસ્થાનનો નિયમિત કેપ્ટન સંજુ સેમસન ઈજાના કારણે આ મેચમાં રમી રહ્યો નથી. તેની જગ્યાએ રિયાન પરાગ કેપ્ટનશીપ કરી રહ્યો છે. રાજસ્થાને આ મેચમાં વૈભવ સૂર્યવંશીને તક આપી છે. રિયાન પરાગે ટોસ વખતે જાહેરાત કરી કે તે વૈભવ સૂર્યવંશીને ઈમ્પેક્ટ પ્લેયર તરીકે તક આપશે.
વૈભવ સૂર્યવંશીએ રચ્યો ઈતિહાસ
વૈભવ સૂર્યવંશીએ 14 વર્ષ અને 23 દિવસની ઉંમરે ડેબ્યૂ કર્યું હતું. તે IPLના ઈતિહાસમાં સૌથી નાની ઉંમરે ડેબ્યુ કરનાર ખેલાડી બન્યો છે. વૈભવનો જન્મ 27 માર્ચ 2011ના રોજ બિહારના તેજપુર ગામમાં થયો હતો. તેને માત્ર 4 વર્ષની ઉંમરે ક્રિકેટ રમવાનું શરૂ કર્યું. તેના પિતા ખેડૂત છે. જ્યારે તેમને જોયું કે વૈભવને ક્રિકેટનો ખૂબ શોખ છે, ત્યારે તેમને 9 વર્ષની ઉંમરે સમસ્તીપુરની એક ક્રિકેટ એકેડમીમાં તેનું નામ દાખલ કરાવ્યું.
https://twitter.com/mufaddal_vohra/status/1913587445016260984
આ પછી, વૈભવે સખત મહેનત કરવાનું બંધ ન કર્યું અને જુનિયર ક્રિકેટમાં શાનદાર પ્રદર્શન કરીને ભારતીય અંડર-19 ટીમમાં પોતાનું સ્થાન બનાવ્યું. અહીં પણ તેને શાનદાર બેટિંગ કરી અને બધાનું ધ્યાન ખેંચ્યું.
| ઉંમર | ખેલાડીનું નામ | વર્ષ |
| 14 વર્ષ 23 દિવસ | વૈભવ સૂર્યવંશી | 2025 |
| 16 વર્ષ 157 દિવસ | પ્રયાસ રે બર્મન | 2019 |
| 17 વર્ષ 11 દિવસ | મુજીબ ઉર રહેમાન | 2018 |
| 17 વર્ષ 152 દિવસ | રિયાન પરાગ | 2019 |
| 17 વર્ષ 179 દિવસ | પ્રદીપ સાંગવાન | 2008 |
થોડા સમય પછી તેને IPL ઓક્શનમાં એક ટીમે ખરીદ્યો. હવે IPL 2025 માં 7 મેચની રાહ જોયા બાદ, 14 વર્ષના વૈભવને તેની પહેલી IPL મેચ રમવાની તક મળી છે. તે ઘણા સમયથી પોતાના ડેબ્યૂની રાહ જોઈ રહ્યો હતો.
રાજસ્થાન રોયલ્સની સંભવિત પ્લેઈંગ ઇલેવન
યશસ્વી જયસ્વાલ, શુભમ દુબે, રિયાન પરાગ (કેપ્ટન), નીતિશ રાણા, ધ્રુવ જુરેલ (વિકેટકીપર), શિમરોન હેટમાયર, વાનિંદુ હસરંગા, જોફ્રા આર્ચર, મહિશ થિક્ષાના, સંદીપ શર્મા, તુષાર દેશપાંડે.
ઈમ્પેક્ટ પ્લેયર: વૈભવ સૂર્યવંશી, યુદ્ધવીર સિંહ ચરક, આકાશ માધવાલ, કુમાર કાર્તિકેય, કુણાલ સિંહ રાઠોડ.